Flipkart Big Billion Days સેલમાં iPhone 15 ખરીદો એકદમ સસ્તામાં

By Gizbot Bureau
|

ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવામાં હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે આ ખાસ દિવસોને ધ્યાનમાં રાખીને ફ્લિપકાર્ટ દ્વારા Big Billion Days સેલની જાહેરાત કરી દેવામાં આવી છે. ફ્લિપકાર્ટના Big Billion Days સેલમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, ટીવી, હોમ અપ્લાયન્સિસ સહિતની ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળશે. યુઝર્સ આ સેલ દરમિયાન HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરીને સારા એવા ડિસ્કાઉન્ટનો ફાયદો મેળવી શક્શે. આ ઉપરાંત કૅશબેક અને EMIમાં પણ ઓપ્શન્સ મળશે.

27 સપ્ટેમ્બરથી શરૂ થશે સેલ

ફ્લિપકાર્ટ Big Billion Days સેલની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થઈ રહી છે. જો કે ફ્લિપકાર્ટ પ્લસ સબસ્ક્રાઈબર્સ એક દિવસ પહેલા એટલે કે 26 ડિસેમ્બરથી આ સેલનું અર્લી એક્સેસ મેળવી શક્શે. આ વખતે ઈ કોમર્સ જાયન્ટે બેન્ક ઓફર્સ માટે HDFC બેન્ક સાથે ટાઈ અપ કર્યું છે. યુઝર્સ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કે પછી ઈઝી ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શક્શે.

Flipkart Big Billion Days સેલમાં iPhone 15 ખરીદો એકદમ સસ્તામાં

આ ઉપરાંત ફ્લિપકાર્ટનું કહેવું છે કે યુઝર્સ પોતાના સુપર મની એપ દ્વારા યુપીઆઈ પર આજીવન કૅશબેકનો પણ લાભ લઈ શકે છે. આ સાથે જ Big Billion Days સેલમાં 1 લાખ રૂપિયા સુધીનો પે લેટરનો ઓપ્શન મળશે. એટલે કે તમને ગમે તે વસ્તુ અત્યારે ખરીદો અને પૈસા પછી ચૂકવો.

સેમસંગના ફોન મળશે સસ્તા

ફ્લિપકાર્ટના Big Billion Days સેલ દરમિયાન Samsung Galaxy S23, Galaxy S23 FE અને Galaxy A14 5G જેવા સેમસંગ સ્માર્ટફોન પર સારું એવું ડિસ્કાઉન્ટ મળશે. આ સ્માર્ટફોનને તમે અત્યારથી જ વિશ લિસ્ટમાં પણ મૂકી શકો છો. આ સેલમાં નથિંગ ફોન 2-એ અને 2-એ પ્લસ પર પણ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર આગામી કેટલાક દિવસોમાં ટીવી, સ્માર્ટ વૉચ, ટેબ્લેટ, ઓડિયો પ્રોડક્ટ અને લેપટોપ પર પણ ડિસ્કાઉન્ટ મળશે, જેની જાહેરાત આગામી દિવસોમાં થશે.

એપલ આઈફોન પર પણ ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટના Big Billion Days સેલ દરમિયાન એપલ અને ગૂગલના ફોન પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે. ઈ કોમર્સ પ્લેટફોર્મે પહેલા જ કરેલી જાહેરાત પ્રમાણે આ સેલ દરમિયાન 9th જનરેશનના આઈપેડ 18,999 રૂપિયાથી ઓછી કિંમતે મળશે. જ્યારે Apple iPhone 15 અને iPhone 14 મોડેલ પર પણ ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale discount on iphone 15

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X