નુબિયા ના ઇન્ડિયા માટે ના નવા બેઝલ લેસ સ્માર્ટફોન વિષે જાણવા જેવી બધી જ બાબતો

By: Hitesh Vasavada

2016 આંખુ વર્ષ ડ્યુઅલ કેમેરા વિષે હતું, અને એવું લાગી રહ્યું છે કે 2017મુ વર્ષ બેઝલ લેસ ડિસ્પ્લે વાળા હેન્ડસેટ નું હશે. ક્ષાઓમી ના MI મિક્સ ના ખુબ જ હાઈપ્ડ બાદ, એવી અફવાઓ ફરી રહી છે કે નુબિયા કે જે પેહલા એક ચાઈનીઝ કંપની ZTE નો એક ભાગ હતો તેઓ ઇન્ડિયા માં એક નવો બેઝલ લેસ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.

નુબિયા ના ઇન્ડિયા માટે ના નવા બેઝલ લેસ સ્માર્ટફોન વિષે જાણવા જેવી બધી

જુઓ આ ટોપ 5 સેલ્ફી સ્માર્ટફોન, તે પણ 20,000 રૂપિયાની અંદર

IANS મુજબ, નુબિયા એવો દાવો કરી રહી છે કે તેમનો નવો એજ લેસ ડિવાઇસ બીજા "ફ્રેઇમલેસ ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન" કરતા અલગ હશે. તો આવો આ નવા આવનારા ફોન વિષે નીચે આપેલા મુદ્દાઓ દ્વારા વધુ જાણીએ.

આ પ્રકાર ની પ્રથમ બેઝલ લેસ ડિસપ્લે

આ પ્રકાર ની પ્રથમ બેઝલ લેસ ડિસપ્લે

રિપોર્ટ્સ ના આધારે, આવનારો નુબિયા નો નવો ફ્લેગશિપ ડિવાઇસ પર એવું અનુમાન કરવા માં આવી રહ્યું છે કે તેમાં એક એજ લેસ ડિસપ્લે હશે અને તે બીજી બધી બ્રાન્ડ ની "ફ્રેઇમલેસ ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન" કરતા પણ અલગ હશે.

નુબિયા પોતાના નવા ફોન ને લોન્ચ કરવા માટે શું પ્લાન બનાવી રહ્યું છે તેના વિશે અત્યાર થી કઈ પણ કેહવું એ યોગ્ય નથી પરંતુ એ જોવું ઇંટ્રેસ્ટિંગ હશે કે નુબિયા કઈ રીતે પોતાના ફોન ને ક્ષઓમી ના MI મિક્સ ની સામે ઉતારશે કે જે હજી સુધી ઇન્ડિયા ની બજાર માં આવી શકેલ નથી.

ફ્રેમ ઇન્ટરેક્ટિવ ટેકનોલોજી 2.0

ફ્રેમ ઇન્ટરેક્ટિવ ટેકનોલોજી 2.0

રિપોર્ટ એવું પણ જણાવે છે કે આ સ્માર્ટફોન મા ફ્રેમ ઇન્ટરેક્ટિવ ટેકનોલોજી 2.0 (FiT 2.0) ફીચર નો પણ સમાવેશ થઇ શકે છે તે પણ એક હન્ડહેલ્ડ ઇલેક્ટ્રોનિક એપ્રેચર ની સાથે. આ ટેક્નોલોજી સૌથી પેહલા નુબિયા Z9 (2015) માં જોવા મા આવી હતી કે જેમાં તેઓ યુઝર્સ ને ઈન્ટરેક્ટ કરવા માટે ડાબી અથવા તો જમણી બાજુ ના એજ પર કમાંડ કરવા ની અનુમતિ આપે છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

કેમેરા

કેમેરા

એવી અફવા અત્યરે આવી રહી છે કે આ ફોન ની અંદર 16MP નો રિઅર કેમેરા આપવા માં આવશે કે જેમાં સોની નું IMX298 સેન્સર હશે. તે સેન્સર તમને સારા ફોટોઝ લેવા માટે 3 ફોકસ મોડ અને 4 શટર મોડ આપશે. તેના ફ્રન્ટ કેમેરા વિશે કોઈ જ માહિતી નથી પરંતુ એવું ધારવા માં આવી રહ્યું છે કે નુબિયા ઓછા મા ઓછો 8MP નો સેલ્ફી કેમેરા તો આપશે જ.

સોફ્ટવેર

સોફ્ટવેર

રિપોર્ટ્સ મુજબ, આ સ્માર્ટફોન ની અંદર એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો હશે કે જે નુબિયા ના 4.0 UI પર બેઝડ હશે. આ UI યુઝર્સ ને પોતાનો ફોન સ્પેશ્યિલ બ્લેક અને ગોલ્ડ થીમ દ્વારા કસ્ટમાઇઝ કરવા ની પણ અનુમતિ આપશે.

એવું માનવા માં આવી રહ્યું છે કે નુબિયા બેઝલ લેસ ફ્રેમ ને સપોર્ટ કરવા માટે પોતાના UI ને બદલાવી શકે છે, અને આ મોટા પગલાં નો પૂરતો લાભ લેવા માટે નુબિયા UI અને એપ્સ બંને ને કસ્ટમાઇઝ કરી શકે છે.

શું આમાં સ્નેપડ્રેગન 821 CPU અને 6GB રેમ હશે?

શું આમાં સ્નેપડ્રેગન 821 CPU અને 6GB રેમ હશે?

હકીકત ને ધ્યાન માં રાખતા કહીએ તો નુબિયા નો આ એક ફ્લેગશિપ ફોન છે, તેથી એવું માનવા માં આવી રહ્યું છે કે નુબિયા પોતાના આ સ્માર્ટફોન માં સારા પ્રોસેસિંગ અને મલ્ટિટાસ્કીંગ માટે સ્નેપડ્રેગન 821 CPU અને 6GB રેમ નો સમાવેશ કરી શકે છે.

કંપની એ હાલ માં જ પોતાનો એક ફ્લેગશિપ ફોન Z11 ને લોન્ચ કર્યો છે જેમાં, 81 % સ્ક્રીન ટુ બોડી રેશિઓ સાથે "બેઝલ લેસ" ડિઝાઇન આપવા માં આવેલ છે. અને તે સ્માર્ટફોન મા સ્નેપડ્રેગન 820 પ્રોસેસર ની સાથે 4/6 GB ની રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવા માં આવેલ છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Find out what Nubia has to offer with its Bezel-less smartphone

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot