Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Februaryમાં લોન્ચ થશે આ 5 શાનદાર સ્માર્ટફોન, જુઓ લિસ્ટ

ટેક્નોલોજી માર્કેટ રોજેરોજ એડવાન્સ થઈ રહ્યું છે, સાથે જ અહીં હરિફાઈ પણ વધી રહી છે. આ ગળાકાપ હરિફાઈમાં ટકી રહેવા માટે નાનાથી લઈને મોટી કંપનીઓ પણ પોતાના ગેજેટ્સ અપગ્રેડ કરી રહ્યા છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે, જે દિવસે કોઈ નવું ગેજેટ અથવા સ્માર્ટફોન લોન્ચ ન થયો હોય. હવે ફેબ્રુઆરી મહિનામાં પણ સંખ્યાબંધ નવા સ્માર્ટફોન લોન્ચ થવા માટે તૈયાર છે. કેટલાક સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં લોન્ચ થશે તો કેટલાક ગ્લોબલ માર્કેટમાં એન્ટ્રી કરશે. ફેબ્રુઆરી મહિનામાં ફ્લેગશિપ સ્માર્ટફોનથી લઈને બજેટ સ્માર્ટફોન પણ લોન્ચ થવા જઈ રહ્યા છે.
Samsungથી લઈને OnePlus સુધીના વિકલ્પ
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એટલે કે પહેલી ફેબ્રુઆરીએ સેમસંગની Unpacked Eventનું આયોજન થઈ રહ્યું છે, જેમાં કંપની Samsung Galaxy S23 Seriesના સ્માર્ટફોન લોન્ચ કરશે. સેમસંગ બાદ OnePlus 11 Seriesના સ્માર્ટફોન પણ લોન્ચ થવાના છે.
Samsung Galaxy S23 Series આ કારણે છે ખાસ
Samsung Galaxy S23 Seriesમાં કંપની ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, જેમાં ટોપ એન્ડ સ્માર્ટફોન Samsung S23 Ultra હશે. સેમસંગના અલ્ટ્રા વેરિયંટ મામલે ઘણી માહિતી લીક થઈ ચૂકી છે. તાજેતરમાં જ સામે આવેલી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં 30X ઝૂમ મળશે.
OnePlus 11 Series
OnePlus પણ ફેબ્રુઆરી મહિનામાં પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનની સિરીઝ લોન્ચ કરશે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ 7 જાન્યુઆરીએ કંપની OnePlus 11 5G, OnePlus 11R 5G, Keyboard અને એક ટેબ્લેટ પણ લોન્ચ કરશે.
Poco X5 Pro
Poco કંપની 6 ફેબ્રુઆરીએ ભારતીય માર્કેટમાં પોતાનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેનું નામ Poco X5 Pro હશે. જો કે હજી સુધી કંપનીએ આ લોન્ચ માટેની તારીખ જાહેર નથી કરી. આ સ્માર્ટફોન 25 હજાર રૂપિયાથી ઓછી કિંમતવાળા સેગમેન્ટમાં લોન્ચ થશે. જેમાં બેક પેનલમાં કંપની 64 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા આપશે.
iQOO Neo 7 5G
iQOO 16 ફેબ્રુઆરીના રોજ iQOO Neo 7 5G સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરશે. આ મોબાઈલમાં ઘણા સારા ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ મળી શકે છે. આ સ્માર્ટફોનમાં પહેલીવાર ભારતમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8200 ચિપસેટનો ઉપયોગ થવાનો છે. આ સ્માર્ટફોનમાં 12 જીબી રેમ સુધીના વિકલ્પ મળશે.
Oppo Reno 9
ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ઓપ્પો પોતાની Reno 9 સિરીઝના સ્માર્ટફોન પણ આ મહિનામાં લોન્ચ કરવાની છે. ઓપ્પોના નવા સ્માર્ટફોન 28 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થાય તેવી શક્યતા છે. આ સ્માર્ટફોન 28થી 30 હજારની કિંમતમાં લોન્ચ થઈ શકે છે, જેની ખાસ વાત 8 જીબી રેમ હશે.
આ ઉપરાંત પણ બીજા ઘણા સ્માર્ટફોન અને ગેજેટ્સ ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ થવાના છે, પરંતુ આખા ટેક જગત અને યુઝર્સની નજર આ પાંચ સ્માર્ટફોન પર છે, કારણ કે આ સ્માર્ટફોન ફીચર્સમાં ખાસ છે, સાથે જ અફોર્ડેબલ પ્રાઈઝિંગમાં લોન્ચ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કંપની આ સ્માર્ટફોનની કેટલી કિંમત નક્કી કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications