Fast charging વાળો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આટલું યાદ રાખજો

By Gizbot Bureau
|

સ્માર્ટફોન માર્કેટમાં રોજ નવી ટેક્નોલોજીવાળા ફોન્સ આવી રહ્યા છે. ફોન બનાવતી કંપનીઓ મોબાઈલ કેમેરાની સાથે બેટરી અને ચાર્જિંગ કેપેસિટી પર પણ ધ્યાન આપી રહી છે. હાલના સમયમાં ફોન ચાર્જ કરવા માટે 33 વૉટથી લઈને 120 વૉટ સુધીના ફોન ચાર્જર આવી રહ્યા છે. આગામી દિવસોમાં ફોન ચાર્જ કરવા માટે 200 વૉટના ચાર્જર માર્કેટમાં આવે તેની પણ તૈયારી ચાલી રહી છે. તો કેટલીક કંપનીઓ તો 300 વૉટનું સુપર ચાર્જર લાવવા પણ રિસર્ચ ચાલુ કરી ચૂકી છે. આ ટેક્નોલોજીની મદદથી ફોન માત્ર 5થી 10 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે. જો કે, આ ફાસ્ટ ચાર્જિંગની ટેક્નોલોજી ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

ફોન કંપનીઓ મોબાઈલમાં વધુને વધુ ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી આપી રહી છે. પરંતુ ફાસ્ટ ચાર્જિંગ એક તરફ જ્યાં સુવિધા લાગે છે, ત્યાં જ બીજી તરફ આ ટેક્નોલોજી ફોનની બેટરી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ ટેક્નોલોજીથી ફોનની બેટરી તો ગણતરીની મિનિટોમાં ફૂલ ચાર્જ થઈ જાય છે, પરંતુ તેનાથી બેટરી ઝડપથી ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે.

Fast charging વાળો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો

કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી?

ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીમાં હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટનો ઉપયોગ થાય છે. એટલે જ આ ટેકનોલોજીથી ફોન ઝડપથી ચાર્જ થઈ જાય છે. પરંતુ આ પ્રોસેસને કારણે બેટરીના સેલ્સ પર વધુ અસર પડે છે. એટલે બેટરી ઝડપથી ગરમ થઈ જાય છે.

શું બેટરી વહેલી ખરાબ થઈ જાય?

ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને કારણે ફોનની બેટરી ઝડપથી અને વહેલા ખરાબ થઈ જાય છે, એવું ઘણા લોકોનું માનવું છે. તો કેટલાક લોકો એવું પણ માને છે કે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી મોબાઈલની બેટરી માટે સંપૂર્ણ સુરક્ષિત છે. જો કે કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીમાં ફોન અને એડપ્ટર એ રીતે તૈયાર કરવામાં આવે છે, કે બેટરી પર વધારે ખરાબ અસર નથી પડતી. જો કે તેમ છતાંય ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આટલું યાદ રાખો.

- ધ્યાન રાખો કે ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ ઓછામાં ઓછો થાય. મોટા ભાગે સામાન્ય અને અસલી ચાર્જરથી જ ફોન ચાર્જ કરો.

- ફોન ચાર્જ કરતા સમયે તેને ખુલ્લો રાખો. તેને બંધ જગ્યાએ ન રાખો, તેના પર કોઈ કવર કે પછી કપડું ન ઢાંકો.

- ફોનને ક્યારેય 100 ટકા ચાર્જ ન કરો, 80 ટકા ચાર્જ થાય એટલે બંધ કરી દો.

- ફોનની બેટરી ક્યારેય 20 ટકાથી ઓછી ન થવા દો, તેનાથઈ બેટરી પર ખરાબ અસર પડે છે.

- જો મોબાઈલ ચાર્જ કરતા સમયે ફોન વધારે ગરમ થઈ જાય, તો ચાર્જિંગ હટાવી લો.

Best Mobiles in India

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X