ડિસેમ્બર મહિનામાં લોન્ચ થશે આ ટોપ સ્માર્ટફોન્સ, જાણો કિંમત સહિતની માહિતી

By Gizbot Bureau
|

નવેમ્બર 2023મા એકબાદ એક સંખ્યાબંધ સ્માર્ટફોન લોન્ચ થયા છે. દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને મોટાભાગની ટેક કંપનીઝ આ ગાળામાં જ પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરતી હોય છે. પરંતુ ફેસ્ટિવ સિઝન ભલે પતી ગઈ, પરંતુ નવા સ્માર્ટફોનની વણઝાર તો ડિસેમ્બર મહિનામાં પણ ચાલુ જ રહેવાની છે. ડિસેમ્બરમાં પણ કેટલાક ફ્લેગશિપથી લઈને પ્રીમિયમ સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે.

નવેમ્બર મહિનામાં ટેક માર્કેટમાં IQOOO 12 સિરીઝ, Oppo Reno 11 સિરીઝ, Honor 100 સિરીઝ અને RedMagic 9 Pro સિરીઝના સ્માર્ટફોન લોન્ચ થયા છે. આ બધા જ ફોન ચીનમાં લોન્ચ થયા, તો ભારતમાં Lava Blaze 2 5G સ્માર્ટફોનની એન્ટ્રી થશે. સાથે જ Redmi પણ પોતાની નવી K70 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે.

ડિસેમ્બર મહિનામાં લોન્ચ થશે આ ટોપ સ્માર્ટફોન્સ

હવે ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આ ગાળામાં પણ ઘણા બધા સ્માર્ટફોન લોન્ચ થવા માટે તૈયાર જ છે. જેમાં એન્ટ્રી લેવલનો ફોન Redmi 13Cથી લઈને ફ્લેગશિપ ફોન IQOO 12 5G પણ કતારમાં છે. ભારતીય માર્કેટમાં યુઝર્સને Oppo Reno 11 સિરીઝ જોવા મળશે તો ચીનમાં Honor 100 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ થશે. આ ફોન ગ્લોબલ માર્કેટમાં પણ ટૂંક સમયમાં રજૂ થશે.

આ ઉપરાંત ચીનમાં Realme GT 5 Pro અને OnePlus 12 5G પણ લોન્ચ થવાના છે. જો કે, આ બધી વચ્ચે આ આર્ટિકલમાં અમે તમને કહીશું કે ડિસેમ્બરમાં લોન્ચ થનારા કયા સ્માર્ટફોન ફીચર્સથી લઈને કિંમતની રીતે બેસ્ટ છે.

OnePlus 12 5G

OnePlus દ્વારા સત્તાવાર રીતે ડિસેમ્બર મહિનામાં એટલે કે 5મી તારીખે ચીનમાં OnePlus 12 5G લોન્ચ થવાની વાતને સમર્થન આપવામાં આવયું છે. આ ડિવાઈસ ભારતમાં 23 જાન્યુઆરીના રોજ લોન્ચ થઈ શકે છે. અને તેની કિંમત OnePlus 11 5G કરતા થોડી વધારે હશે.

iQOO 12 5G

iQOO 11ના સક્સેસર તરીકે આવી રહેલો આ સ્માર્ટફોન ભારતમાં 12 ડિસેમ્બરના રોજ લોન્ચ થવો છે. આ ફોનમાં Snapdragon 8 Gen 3 પ્રોસેસરની સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી, 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 64 મેગાપિક્સલનો પેરિસ્કોપ લેન્સ મળશે. આ ફોન ચીનમાં ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે. એમેઝોન પર મળનારો આ ફોન ભારતીય યુઝર્સ 60,000 રૂપિયાની આસપાસની કિંમતે ખરીદી શક્શે.

Realme GT Pro

આ પ્રીમિયમ ડિવાઈસ Snapdragon 8 Gen 3 પ્રોસેસરથી સજ્જ હશે. આ ફોન 7 ડિસેમ્બરે ચીનમાં લોન્ચ થઈ રહ્યો છે. જો કે, ભારતમાં આ ફોન ક્યારે અવેલેબલ હશે, તે અંગે કોઈ માહિતી સામે નથી આવી. આ ફોનની કિંમત 50 હજારથી 60 હજારની વચ્ચે હોઈ શકે છે.

Redmi Note 13 Pro Plus 5G, 13 Pro 5G અને 13 5G

જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે, એવા આ મિડ રેન્જ સ્માર્ટફોન ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં લોન્ચ થઈ શકે છે. આ ત્રણેય મોડેલ્સ Redmi Note 12 સિરીઝના સક્સેસર છે. જે ચીનમાં ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યા છે. આ સિરીઝની કિંમત 15,000થી શરૂ કરીને 30,000 સુધીની હોઈ શકે છે.

Best Mobiles in India

English summary
December 2023 Upcoming smartphone know price and details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X