Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
July મહિનામાં લોન્ચ થશે આ પાંચ દમદાર ફોન્સ, જાણો લિસ્ટ
સ્માર્ટફોન લોન્ચ માટે જુલાઈ સૌથી બેસ્ટ મહિનો મનાય છે, કારણ કે જુલાઈ બાદ ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ જાય છે. આ દરમિયાન ઘણા બધા સ્માર્ટફોન વેચાય છે. એટલે જ સ્માર્ટફોન કંપનીઓ પોતાના બેસ્ટ મોડેલ્સને જુલાઈ મહિનામાં લોન્ચ કરે છે, જેનાથી તેમને વેચાણમાં સારો એવો ફાયદો થાય છે. આ વખતે પણ જુલાઈમાં સેમસંગની ફોલ્ડેબલ સ્માર્ટફોન સિરીઝ ઉપરાંત ઓપ્પો, નથિંગની સબ બ્રાન્ડ CMF સહિતના નવા સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે.
સેમસંગ ગેલેક્સી ઈવેન્ટ
સેમસંગ દર મહિને જુલાઈમાં એક મેગા ઈવેન્ટનું આયોજન કરે છે, આ ઈવેન્ટમા સેમસંગના નવા ફોન લોનચ થાય છે. આ વર્ષે જુલાઈ મહિનામાં સેમસંગની ફોલ્ડેબલ સ્માર્ટફોન સિરીઝ લોનચ થવાની છે આ વખતની ઈવેન્ટમાં સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 6, સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લીપ 6 લોન્ચ થઈ શકે છે. સેમસંગની આ ઈવેન્ટ 10 જુલાઈના રોજ થવાની છે, આ ઈવેન્ટનું નામ અનપેક્ડ છે.

Nothing CMF Phone 1
નથિંગની સબ બ્રાન્ડ CMFનો પહેલો સ્માર્ટફોન ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થઈ શકે છે. અત્યાર સુધીના રિપોર્ટ્ પ્રમાણે આ ફોન જુલાઈ મહિનામાં ગમે ત્યારે લોન્ચ થઈ શકે છે. આ ફોનમાં Mediatek Dimensity 7300 ચિપસેટ મળશે. આ ફોન સ્લીક ડિઝાઈન અને Glyph લાઈટિંગ તેમજ ટ્રાન્સપરન્ટ બેક ડિઝાઈન સાથે આવશે. જેની કિંમત 20 હજાર કરતા ઓછી હશે.
Redmi 13 5G
Redmiનો નવા સ્માર્ટફોન Redmi 13 5G ભારતમાં 9 જુલાઈ 2024ના રોજ લોન્ચ થવાનો છે. આ ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 2 મેગાપિક્સલનો મેક્રો અને 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. સાથે જ તેમાં 33 Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળી શકે છે.
Lava Blaze X
લાવાના અપકમિંગ સ્માર્ટફોન Lava Blaze Xની લોન્ચ ડેટ જાહેર નથી થઈ. પરંતુ ફોનની બ્રીફિંગ શરૂ થઈ ચૂકી છે. આ ફોન પણ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ લોન્ચ થાય તેવી શક્યતા છે. આ ફોનની લોન્ચ ટીઝર ઈમેજ પણ સામે આવી ચૂકી છે.
iQOO Z9 lite
iQOO Z9 lite ફોન પણ ભારતમાં જુલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે. આ ફોન ભારતમાં 12 હજાર રૂપિયા કરતા ઓછી કિંમતમાં લોન્ચ થવાની શક્યતા છે. આ એક બજેટ સેન્ટ્રિક સ્માર્ટફોન હશે, જેમાં તમને MediaTek Dimensity 6300 ચિપસેટ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications