Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Phoneનું Storage વારંવાર ફૂલ થઈ જાય છે, તો ગૂગલની આ ટ્રિક અપનાવો
એન્ડ્રોઈડના સ્માર્ટફોનમાં સૌથી મોટી સમસ્યા સ્ટોરેજ ફૂલ થઈ જવાની હોય છે. ફોનનું સ્ટોરેજ ખાલી કરવા માટે તમારે વારંવાર ગેલેરીમાં રહેલા ફોટોઝ અને વીડિયોઝ ડિલીટ કરવા પડે છે, પરંતુ તેમ છતાંય સ્ટોરેજ ખાલી નથી થતું. જો તમે પણ વારંવાર આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ગૂગલનું એક લેટેસ્ટ ફીચર તમારી મદદ કરી શકે છે. જી હાં, આપણે મોટા ભાગે ગૂગલ પ્લે સ્ટોર પરથી એવી એપ્સ ડાઉનલોડ કરતા હોઈએ છે, જે આપણા કોઈ પણ કામની નથી હોતી. શું તમે જાણો છો કે જાણ્યે અજાણ્યે ડાઉનલોડ કરેલી આવી એપ્સ પણ તમારા ફોનનું ઘણું બધું સ્ટોરેજ ખાઈ જાય છે. એટલે જ તમે ગમે તેટલા ફોટોઝ કે વીડિયોઝ ડિલીટ કરો તેમ છતાંય તમારા ફોનનું સ્ટોરેજ ખાલી નથી થતું.
જો તમે પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરી રહ્યા છો, તો ગૂગલની આ ટ્રિક તમારા માટે ઉપયોગી સાબિત થવાની છે. આ ટ્રિક દ્વારા તમે ફોનનું સ્ટોરેજ ઘણે અંશે ખાલી કરી શકો છો. આના માટે તમારે બસ ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું છે, પછી ત્યાં જઈને Automatically Archive Appsનું ટોગલ ઓન કરી દેવાનું છે. આના માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અમે નીચે જણાવી રહ્યા છીએ.

ફોનનું સ્ટોરેજ ખાલી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ લેફ્ટ કોર્નર પર દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને જુદા જુદા ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે સેટિંગ્સ ઓપ્શન પસંદ કરવાનો છે.
સ્ટેપ 4: હવે તમારે સૌથી ઉપર દેખાતા જનરલ ઓપ્શન પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 5: આગામી વિન્ડોમાં તમને જુદા જુદા ઘણા ઓપ્શન દેખાશે.
સ્ટેપ 6: હવે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે Automatically Archive Apps નામનો ઓપ્શન મળશે, તેની સામે રહેલું ટોગલ ઓન કરી દો.
આ ટોગલ ઓન કરીને તમે ફોનમાં રહેલી એવી બધી જ એપ્સને આર્કાઈવ કરી શકો છો, જેનો ઉપયોગ તમે ભાગ્યે જ કરો છો. આવી એપ્સ આર્કાઈવ થઈ જશે, એટલે તમારા ફોનનું સ્ટોરેજ ઓટોમેટિક ખાલી થઈ જશે. પછી તમારે ફોટોઝ વીડિયોઝ ડિલીટ કરવાની જરૂર નહીં પડે
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications