Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમે નકલી ચાર્જર તો નથી વાપરતાને, આ રીતે કરો ચેક
આજે દરેક વ્યક્તિ પાસે લગભગ સ્માર્ટફોન હોય જ છે. આખો દિવસ આપણે ઘણા કામ સ્માર્ટફોન પર કરીએ છીએ, જેને કારણે તેની બેટરી પણ વધારે વપરાય છે. એટલે તમારે ફોનની સાથે ચાર્જર પણ સાથે કેરી કરવું પડે છે. જો કે તમારા ફોનના પર્ફોમન્સમાં આ ચાર્જરનો સૌથી મહત્વનો રોલ છે. ચાર્જરને લઈને તમે જરા જેટલી પણ ભૂલ કરશો, તો તમારો સ્માર્ટફોન વહેલા બગડી શકે છે. ટેક કંપનીઓ દરેક મોબાઈલ સાથે તેનું સ્પેસિફિક ચાર્જર આપે છે, ફોનને ચાર્જ કરવા માટે તેનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

નકલી ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા રહે છે. તો હવે સવાલ એ છે કે તમે સ્માર્ટફોન જે ચાર્જરથી ચાર્જ કરો છો, તે યોગ્ય એટલે કે અસલી છે કે નકલી તે ચેક કેવી રીતે કરવું.
ખૂબ ઓછા સ્માર્ટફોન યુઝર્સને આ વિશે માહિતી છે કે દરેક મોબાઈલ યુઝર એક સરકારી એપ દ્વારા પોતાના ચાર્જરને ચેક કરી શકે છે. જી હાં, ભારત સરકાર દ્વારા BIS CARE App લોન્ચ કરવામાં આવી છે, જેની મદદથી તમારું ચાર્જર અસલી છે કે નકલી તે ચેક કરી શકાય છે.
અસલી ચાર્જર પર ચેક કરો પ્રોડક્ટ રજિસ્ટ્રેસન નંબર
અસલી ચાર્જર પર એક ખાસ કોડ આપવામાં આવે છે, જેને તમે ચેકક કરી શકો છો. BIS કેર એપ પર અસલી ચાર્જરનો રજિસ્ટ્રેશન નંબર હોય છે. જો તે નંબર ન દેખાય તો ચાર્જરની ગુણવત્તા સામે સવાલ છે. જ્યારે તમે એપ પર રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરશો, તો મેન્યુફેક્ચરનું નામ, પ્રોડક્ટનું નામ, કેટેગરી, મોડેલ, બ્રાન્ડ, સ્ટેટસ અને વેલિડિટી જાણી શકાશે.
ક્યાંથી ડાઉનલોડ કરી શક્શો આ સરકારી એપ?
ભારત સરકારના બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલા BIS કેર એપને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઈડ ફોન યુઝર 3.2 એમબી સાઈઝના આ એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે.
આ એપ લડાઉનલોડ કરવાની સાથે જ તમારે Verify R. No. Under CRS પર ટેપ કરવાનું છે. હવે ચાર્જર પર લખેલા R-XXXXXXXX નંબરને એપમાં એન્ટર કરવાનો છે. જેના પરથી તમે લાઈસન્સ ડિટેઈલ્સ ચેક કરી શક્શો.
આના પરથી નક્કી કરો, તમારું ચાર્જર યોગ્ય છે કે નહીં અને તેનો ઉપયોગ કરવો કે નહીં.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications