ફોનમાં લાગેલી બેટરી અસલી છે કે નકલી, આ રીતે જાણો

By Gizbot Bureau
|

બેટરી કોઈ પણ સ્માર્ટફોનનો મહત્વનો પાર્ટ છે, તેના વગર કામ કરવું અશક્ય છે. કારણ કે બેટરી જ તમારા ફોનને પાવર આપે છે, બેટરી નહીં હોય તો ફોન ચાલુ જ નહીં થાય. હાલ માર્કેટમાં જેટલા પણ હેન્ડસેટ છે, તેની બેટરી આમ તો સંપૂર્ણ રીતે સેફ છે, એટલે કે બેટરી પર એ બધી જ માહિતી હોય છે, જે બેન્ચમાર્ક પ્રમાણે હોય છે. હવે બધા જ ફોનમાં નોન રિમવેબલ બેટરી આવે છે. રિમૂવેબલ બેટરી બનાવવાનું કંપનીએ બંધ કરી દીધું છે. બસ, તમને એક વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ફેક બેટરી અને ઓરિજિનલ બેટરીમાં શું ફરક હોય છે.

ફોનમાં લાગેલી બેટરી અસલી છે કે નકલી, આ રીતે જાણો

બેટરીનું પેકેજિંગ જુઓ

જો તમને ડાઉટ છે કે તમારા ફોનની બેટરી નકલી છે, તો તમે તેને ચેક કરી શકો છો. જ્યારે તમારા ફોનની બેટરી બગડી જાય, અને તમે તેને બદલાવો છો, ત્યારે નવી બેટરી નાખતા પહેલા તેના પેકેજિંગને એકવાર ચેક કરો. દરેક બેટરી પર બનાવનાર કંપનીનો લોગો અને બીજા સ્પેસિફિકેસન્સ લકેલા હોય છે. જો પેકેજિંગ સસ્તું લાગે છે અને માહિતી ખોટી છે કે બેટરી નકલી હોવાની શક્યતા છે.

મેન્યુફેક્ચરરનું લેબલ જુઓ

ફોન એન્ડ્રોઈડ હોય કે આઈફોન જો બેટરી પર કંપનીનો લોગો લાગે છો, અને તે સ્પ,ટ નથી, તો બેટરી નકલી હોવાના ચાન્સિસ વધારે છે.

બેટરીનું વજન ચેક કરો

જો બેટરી અસલી હશે, તો તેનું વજન નકલી બેટરી કરતા વધારે હસે. જો બેટરી વધારે પડતી હલકી લાગતી હોય તો તે નકલી હોઈ શકે છે.

સત્તાવાર વેપારી પાસેથી જ ખરીદો

બેટરી ક્યારેય કોઈ ચીલાચાલુ લારી કે દુકાનેથી ન ખરીદો. હંમેશા સત્તાવાર સ્ટોર કે કંપનીની વેબસાઈટ પરથી જ ફોનની બેટરી ખરીદવાનો આગ્રહ રાખો.

બેટરી લાઈફ ચેક કરો

જો તમારી બેટરી અસલી હશે, તો લાંબો સમય ચાલશે. નકલી બેટરી હશે, તો ચાર્જ તો ફટાફટ થઈ જશે, પરંતુ ડિસ્ચાર્જ પણ જલ્દી જ થઈ જશે.

બેકઅપની લેન્ટસી ચેક કરો

અસલી બેટરીનો બેકઅપ સમય લાંબો હોય છે, જ્યારે નકલી બેટરીમાં સમય ઓછો હોય છે. બેકઅપ સમય એટલે કે ફોનને તમે ભલે યુઝ ન કરતા હો, ત્યારે બેટરી લાંબો સમય ચાલતી હોય છે.

જો તમે આ વાતોને ધ્યાનમાં રાખીને નવી બેટરી ખરીદશો, તો છેતરાઈ જવાના ચાન્સ ઘટી જશે.

Best Mobiles in India

English summary
Check your phone battery is original or not here are the tips

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X