Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્વિચ બોર્ડમાં ચાર્જર લાગેલું રાખશો તો થઈ શકે છે આ નુક્સાન, ન કરશો આવી ભૂલ
આપણે આખા દિવસમાં ઘણા બધા કામ કરીએ છીએ, જેમાં ઘણીબધી વખત સ્માર્ટફોનની જરૂર પડે છે. પરંતુ ફોનમાં ચાર્જિંગ ન હોય, તો ફોન કોઈ કામનો રહેતો નથી. ઘણીવાર એવું થાય છે કે ફોન સતત ચાર્જિંગમાં જ રહેતો હોય છે. પરંતુ આ દરમિયાન એક સૌથી મોટી ભૂલ ઘણા બધા યુઝર્સ કરતા હોય છે.
થાય છે એવું કે ફોનની બેટરી પૂરી થઈ જાય, ત્યારે આપણે ફોનને ચાર્જિંગમાં મૂકી દઈએ છીએ, અને ફોન ચાર્જિંગમાં હોય, ત્યારે જ તેનો ઉપયોગ કરવા લાગીએ છીએ. પરંતુ હંમેશા ફોનને ઉપયોગમાં લેતા પહેલા તેને ચાર્જિંગમાંથી કાઢી લેવો જોઈએ, સાથે જ ચાર્જિંગ પુરુ થઈ ગયા બાદ ચાર્જરને સ્વિચ બોર્ડમાંથી કાઢી લેવું જોઈએ. ઘણા લોકોને એ ખ્યાલ નથી હોતો કે ચાર્જરને સ્વિચ બોર્ડમાં જ રાખી મૂકવાથી ઘણા નુક્સાન થઈ શકે છે. જો તમે પણ આવી ભૂલ કરો છો, તો તમારે આ વાત જાણી લેવી જોઈએ.

અહીં બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો તમે પણ સ્વિચ બોર્ડમાં ચાર્જર રાખી મૂકો છો, પરંતુ તેની સ્વિચ બંધ કરી દો છો, તો તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ સમસ્યા ત્યારે થાય છે કે ચાર્જર તમે સ્વિચ બોર્ડમાં જ રાખો અને સ્વિચ પણ ચાલુ રાખો. આનાથી ચાર્જરમાં પાવર આવતો જ રહે છે. આવી સ્થિતિમાં ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે.
ચાર્જર બગડી જવું
આમ તો ચાર્જર પણ હવે ઘણા અપગ્રેડ થઈ ગયા છે. પરંતુ ફોન ચાર્જ થયા બાદ ચાર્જરને સ્વિચ બોર્ડમાંથી કાઢીને મૂકી દેવું જોઈએ. જો આવું નહીં કરો તો ચાર્જર સ્વિચ બોર્ડમાં હોય, ત્યારે પણ તેમાં વીજળી આવતી રહે છે. પરંતુ આ પાવર ખૂબ ઓછો હોય છે, જેને ટેક્નિકલ ભાષામાં Vampire Power કહેવામાં આવે છે. જેનાથી ચાર્જર ખરાબ થઈ જાય છે.
ઓવર હીટિંગ
ફોન ચાર્જિંગમાં હોય, ત્યારે ચાર્જર થોડું ઘણું ગરમ થતું હોય છે. પરંતુ જો ફોન ચાર્જ નથી થતો અને ચાર્જર ગરમ થઈ રહ્યું છે, તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે. આવું ત્યારે જ થાય છે, જ્યારે તમે ફોનના ચાર્જરને સ્વિચ બોર્ડમાં જ રાખીને સ્વિચ ચાલુ રાખી દો. એટલે જ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે આવી ભૂલ ક્યારેય ન કરો.
ચાર્જરમાં બ્લાસ્ટનો ખતરો
આમ તો સારી ક્વોલિટીના ચાર્જરમાં આ સમસ્યા નથી થતી. પરંતુ પૈસા બચાવવાના ચક્કરમાં જો તમે પણ ચાલુ ચાર્જર વાપરો છો, તો આવી સ્થિતિમાં ચાર્જર બ્લાસ્ટ થઈ શકે છે. એટલે ક્યારેય સ્વિચ બોર્ડમાં ચાર્જર લાગેલું ન રાખવું જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications