Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
10 હજારથી ઓછી કિંમતમાં આ દમદાર સ્માર્ટફોન, ફીચર્સ છે આકર્ષક
જો તમે પણ લો બજેટમાં દમદાર ફીચર્સવાળા સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં અમે તમને 10,000થી ઓછી કિંમતમાં આવતા સ્માર્ટફોન વિશે વાત કરીશું. જેમાં તમને શાનદાર ફીચર્સ તેમજ આકર્ષક કેમેરાના ઓપ્શન મળી રહ્યા છે. આ સ્માર્ટફોનમાં તમને હાઈ ક્વોલિટી સ્ક્રીનની સાથે મોટી બેટરી અને હાઈ પર્ફોમિંગ પ્રોસેસર મળે છે. તો ચાલો આ બધા જ સ્માર્ટફોન વિશે ડિટેઈલમાં જાણી લઈએ.

Nokia C32 સ્માર્ટફોન
Nokia C32 સ્માર્ટફોનનું બેઝ મોડેલ તમે 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. જેમાં તમને 4 જીબી રેમ અને 64 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ UI ધરાવે છે. જેમાં તમને કેટલાક આકર્ષક ફીચર્સ ધરાવે છે. આ ફોનમાં IP52 રેટિંગ સાથે આવે છે. આ ફોન વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે. આ ફોનમાં દમદાર બેટરી મળે છે, જેને તમે એકવાર ચાર્જ કરીને 3 દિવસ સુધી વાપરી શકો છો. નોકિયાના આ ફોનની કિંમત માત્ર 8,999 રૂપિયા છે.
Lava Blaze 2 સ્માર્ટફોન
હવે વાત કરીએ લાવાના લેટેસ્ટ સ્માર્ટફોન Blaze 2ની, જેને તમે 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ હેન્ડસેટમાં તમને Unisoc T616 પ્રોસેસર મળે છે. આ ફોનમાં યુઝર્સને 6.5 ઈંચ HD+ રિઝોલ્યુશન સ્ક્રીન મળે છે, જે 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપે છે. સ્ટોરેજની વાત કરીએ તો આ ડિવાઈસમાં 6 જીબી રેમ અને 128 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ મળે છે. આ ફોનને પાવર આપવા માટે 5000 mAhની બેટરી છે, જે 18 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Motorola E13 સ્માર્ટફોન
Motorola E13ને પણ તમે 10,000થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ હેન્ડસેટ સ્ટોક એન્ડ્રોઈડ UI ધરાવે છે. જેમાં તમને 6.5 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ફોનને પાવર આપવા માટે 5000 mAhની બેટરી છે, જે 10 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ ફોનમાં USB Type C પોર્ટ પણ મળે છે.
Redmi A2 સ્માર્ટફોન
Redmi A2 સ્માર્ટફોનને પણ 7 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. વ્યાજબી કિંમત હોવાની સાથે આ સ્માર્ટફોનમાં બેસ્ટ ઈન સેગમેન્ટ ફીચર્સ મળે છે. આ ફોનમાં તમને 6.52 ઈંચ HD+ રિઝોલ્યુશન ડિસ્પ્લે મળે છે, જે મીડિયાટેક હીલિયો G36 ઓક્ટા-કોર પ્રોસેસર મળે છે. ફોનને પાવર આપવા માટે 5000 mAh બેટરી મળે છે.
Samsung Galaxy M04 સ્માર્ટફોન
Samsung Galaxy M04 સ્માર્ટફોન પણ તમને 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. જેમાં તમને 6.5 ઈંચની ડિસ્પ્લે મળે છે, જે HD+ રિઝોલ્યુશન મળે છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000 mAhની બેટરી છે, જે USB Type C પોર્ટ સાથે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર 8,499 રૂપિયા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications