બ્લેકબેરી મરક્યુરી: કવેર્ટી કીબોર્ડ, એન્ડ્રોઇડ નોગૅટ અને બીજું ઘણું...

બ્લેકબેરી તેના નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ડિવાઈઝ સાથે આવી રહ્યો છે. બ્લેકબેરી નો લેટેસ્ટ સ્માર્ટફોન જેને બ્લેકબેરી મરક્યુરી તરીકે ઓળખવામાં આવશે.

By Anuj Prajapati
|

થોડા વર્ષો પહલે જો તમે બ્લેકબેરી સ્માર્ટફોન વાપરી રહ્યા છો, તો તમારા માટે ખુબ જ ગર્વની વાત મનાતી હતી. પરંતુ ત્યારપછી બ્લેકબેરી સ્માર્ટફોન માર્કેટમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યું. જેના કારણે કંપનીએ તેમનું સ્માર્ટફોન પ્રોડક્શન બંધ કરી દેવું પડયું. હવે બ્લેકબેરી ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યું છે. જેના વિશે તમે ઘણી અફવાહો પણ સાંભળી હશે.

બ્લેકબેરી મરક્યુરી: કવેર્ટી કીબોર્ડ, એન્ડ્રોઇડ નોગૅટ અને બીજું ઘણું...

આ વાત બિલકુલ સાચી છે કે આવનારા દિવસોમાં બ્લેકબેરી તેના નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ડિવાઈઝ સાથે આવી રહ્યો છે. બ્લેકબેરી નો લેટેસ્ટ સ્માર્ટફોન જેને બ્લેકબેરી મરક્યુરી તરીકે ઓળખવામાં આવશે.

જાણો કઈ રીતે ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ આઇઓટી માર્કેટને આગળ લઇ જશે.

જો આ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો નવો બ્લેકબેરી સ્માર્ટફોન ખુબ જ નવા ફીચર સાથે આવી રહ્યો છે. પરંતુ કંપની તેના ક્લાસી કવેર્ટી કીબોર્ડ લૂક સાથે જ આવશે. અહીં અમે તમને લેટેસ્ટ બ્લેકબેરી સ્માર્ટફોન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.

કવેર્ટી કીબોર્ડ ફરી એકવાર

કવેર્ટી કીબોર્ડ ફરી એકવાર

બ્લેકબેરી એ મેન્યુફેક્ચર ડીપાર્ટમેન્ટમાંથી ખસી ગયી છે. હવે તેઓ સોફ્ટવેર સિક્યોરી અને સર્વિસ પર ધ્યાન આપે છે. જેના કારણે ટીસીએલ કમ્યુનિકેશન તેના ડિઝાઇન અને હાર્ડવેર માટે જવાબદાર છે. બ્લેકબેરી મરક્યુરી સ્માર્ટફોન તેના જુના અને ક્લાસિક કવેર્ટી કીબોર્ડ લૂક સાથે આવી રહ્યો છે. જે તેના ટીઝરમાં સાફ સાફ દેખાઈ આવે છે.

સ્નેપડ્રેગન 625

સ્નેપડ્રેગન 625

મળતી માહિતી મુજબ આવનારો સ્માર્ટફોન બ્લેકબેરી મરક્યુરી ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર સાથે આવી રહ્યો છે. જેના કારણે એકવાત તો નક્કી છે કે આ સ્માર્ટફોન બીજા સ્માર્ટફોનને બરાબરની ટક્કર આપશે.

એન્ડ્રોઇડ 7.0 નોગૅટ

એન્ડ્રોઇડ 7.0 નોગૅટ

આ સ્માર્ટફોન વિશે બીજી અફવાહ એવી પણ આવી રહી છે કે તેમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે આ સ્માર્ટફોન બધા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ સાથે આવશે.

3,400 mAh બેટરી

3,400 mAh બેટરી

બ્લેકબેરી મરક્યુરી ઘણા એડવાન્સ ફીચર સાથે આવશે. આ સ્માર્ટફોનમાં 3,400 mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરી સેટઅપ સાથે બ્લેકબેરી મરક્યુરી તમને એક ડીસન્ટ પરફોર્મન્સ આપશે.

ડિસ્પ્લે, ફિંગરપ્રિન્ટ સેન્સર અને બીજું ઘણું

ડિસ્પ્લે, ફિંગરપ્રિન્ટ સેન્સર અને બીજું ઘણું

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને 4.5 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેની નીચે તમને જૂની અને ક્લાસિક કવેર્ટી કીબોર્ડ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં વોલ્યુમ અને લોક સ્ક્રીન બટન આપવામાં આવ્યું છે.

સ્ટોરેજ કેપિસિટી

સ્ટોરેજ કેપિસિટી

આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. હવે તો વાત સ્ટોરેજની કરવામાં આવી રહી હોય તો તમારે ઓફિશ્યિલ લોન્ચની રાહ જોવી પડશે.

કેમેરા સેટઅપ

કેમેરા સેટઅપ

બ્લેકબેરી મરક્યુરી સ્માર્ટફોનમાં 18 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. જે ફોટોગ્રાફી લવર્સ માટે ખુબ જ સારો કહી શકાય છે.

ફેબ્રુઆરી માં જાહેરાત થઇ શકે છે.

ફેબ્રુઆરી માં જાહેરાત થઇ શકે છે.

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન ફેબ્રુઆરી 2017 માં લોન્ચ થઇ શકે છે. પરંતુ બ્લેકબેરી અથવા તો ટીસીએલ ઘ્વારા તેની કોઈ પણ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

કિંમત

કિંમત

બ્લેકબેરી મરક્યુરી સ્માર્ટફોનની કિંમત લગભગ $500 એટલે જે 34055 રૂપિયામાં આવી શકે છે. ઘણી માહિતી આવી રહી છે કે આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ નહીં થાય. પરંતુ તેના વિશે પણ કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
BlackBerry Mercury to launch on MWC 2017. Take a look at all the rumors till date.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X