Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gaming માટે આ છે બેસ્ટ સ્માર્ટફોન, ગેમિંગનો અનુભવ થશે શાનદાર

જો તમે મોબાઈલ ફોન પર ઓનલાઈન ગેમ્સ રમો છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી છે. અમે તમારા માટે કેટલાક ગેમિંગ સ્માર્ટફોનની માહિતી લાવ્યા છીએ, જેની કિંમત લગભગ 50,000 રૂપિયાની આસપાસ છે. અમારા યુઝર્સ માટે અમે બેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન્સનું એક લિસ્ટ તૈયાર કર્યું છે, જે જોયા બાદ તમે એક સારો ગેમિંગ સ્માર્ટફોન પસંદ કરી શકો છો. આ લિસ્ટમાં iQOO 9T, Xiaomi 11T Pro, Samsung Galaxy A73, Realme GT 2 Pro અને Xiaomi 12 Pro સામેલ છે. ચાલો એ પણ જોઈ લઈએ કે આ સ્માર્ટફોન ગેમિંગ માટે બેસ્ટ કેમ છે?
iQOO 9T સ્માર્ટફોન
iQOO ગેમિંગ માટે જાણીતો છે, અને તેનો આ સ્માર્ટફોન ગેમિંગ માટે બેસ્ટ છે. આ સ્માર્ટફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ ધરાવતી 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે છે, સાથે જ આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8+ Gen 1 ચિપસેટ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી શૂટર કેમેરા, 13 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ લેન્સ અને 12 મેગાપિક્સલનો પોટ્રેઈટ કેમેરા એમ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આગળની તરફ આ ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. iQOO 9T 120 Wના ફ્લેશ ચાર્જ સાથે 4,700 mAhની બેટરી ધરાવે છે. તમે આ સ્માર્ટફોન એમેઝોન પરથી ખરીદી શકો છો, જ્યાં તેના 8 જીબી અને 128 જીબી વેરિયંટની કિંમત 49,999 રૂપિયા છે.
Xiaomi 11T Pro
Xiaomi 11T Proમાં 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 888 ચિપસેટ પર કામ કરે છે. Xiaomi 11T Proમાં 108 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં પણ આગળની બાજુ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે. Xiaomi 11T Pro 5000 mAh બેટરી આપવામાં આવી છે. એમેઝોન પર આ સ્માર્ટફોનના 12 જીબી અને 256 જીબી વેરિયંટની કિંમત 40,000 રૂપિયા રાખવામાં આવી છે.
Samsung Galaxy A73
Samsung Galaxy A73 પણ 120Hzના રિફ્રેશ રેટની સાથે 6.7 ઈંચની FHD+ Super AMOLED ડિસ્પ્લે ધરાવે છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 778G 5G ચીપસેટ પર બેઝ્ડ છે. અહીં પણ આપણને 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કમેરા, 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 5 મેગાપિક્સલના ડેપ્થ સેન્સર સાથે ક્વાડ રિયર કેમેરા સપોર્ટ મળે છે. જ્યારે ફ્રંટ સાઈડ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવમાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં પણ 5000 mAhની બેટરી છે. આ ફોનનું 8 જીબી અને 128 જીબી વેરિયંટ 41,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Xiaomi 12 Pro
Xiaomi 12 Pro પણ આ લિસ્ટના બીજા સ્માર્ટફોનની જેમ 120Hzના રિફ્રેશ રેટની સાથે 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 Gen 1 ચિપસેટથી લેસ છે. Xiaomi 12 Proમાં 50 મેગાપિક્સલનો વાઈડ લેન્સ, 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અ 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ એમ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. જ્યારે ફ્રંટ સાઈડ 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. Xiaomi 12 Proમાં 4600 mAhની બેટરી છે, જે 120 વોલ્ટ સુધીના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનની કિંમત પણ 50,000 રૂપિયા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications