Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બજેટ રેન્જમાં મળશે 200 MP કેમેરાવાળા સ્માર્ટફોન, જુઓ લિસ્ટ
જો તમે બજેટ રેન્જમાં જબરજસ્ત કેમેરા ધરાવતો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલમાં અમે તમને મસ્ત સમાચાર આપવા જઈ રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ ફોન બજેટ કિંમતમાં મળશે. આ સ્માર્ટફોન 200 મેગાપિક્સલનો કેમેરા ધરાવે છે. જેનાથી તમે શાનદાર ફોટોગ્રાફી કરી શકો છો. ચાલો જાણીએ કે, આ લિસ્ટમાં કયા કયા ફોન્સ છે, તેમના ફીચર્સ શું છે અને કેટલી કિંમત છે.

Honor 90 ઓફર
Honor દ્વારા તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલા Honor 90 સ્માર્ટફોનને તમે દિવાળી સેલ દરમિયાન ફ્લિપકાર્ટ પરથી માત્ર 29,490 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ક્રેડિટ કાર્ડથી આ ફોન ખરીદશો તો અન્ય 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ હેન્ડસેટમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે, તેમજ આ ફોન 5000 mAh બેટરથી સજ્જ છે. આ ફોન દ્વારા તમે સુંદર ફોટોઝ પાડી શકો છો.
Redmi Note 12 Pro Plus 5G
આ ઉપરાંત Redmi Note 12 Pro Plus 5G ફોન પણ દિવાળી સેલ દરમિયાન તમે એમેઝોન પરથી માત્ર 27,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં તમને 200 MPનો પ્રાઈમરી કેમેરા છે, અને આ ફોન 5000 mAh બેટરી ધરાવે છે. આ ફોનમાં કંપનીએ મીડિયાટેક ડાયમેન્સિટી 1080 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Realme 11 Pro Plus
જો તમે ફોટોગ્રાફી માટે જ ખાસ સ્માર્ટફોન ખરીદી રહ્યા છો, તો તમે Realme 11 Pro Plusને વિકલ્પમાં રાખી શકો છો. આ ફોનની કિંમત 30 હજાર કરતા ઓછી છે. આ ફોન તમે માત્ર 25,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન પણ જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદશો તો તમને 1000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ફોનમાં કંપનીએ 200 MPનો પ્રાઈમરી કેમેરા આપ્યો છે, જે OIS સપોર્ટ ધરાવે છે. આ ઉપરાંત આ ફોનમાં 5000 mAhની બેટરી પણ આપવામાં આવી છે. કર્વ્ડ ડિસ્પ્લેને કારણે આ ફોન પ્રીમિયમ લૂક ધરાવે છે.
Infinix Zero Ultra
Infinix Zero Ultra પણ ફોટોગ્રાફી માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. આ ફોનની કિંમત પણ માત્ર 29,999 રૂપિયા છે. આ ફોન પણ 200 મેગાપિક્સલનો કેમેરા ધરાવે છે. સાથે જ તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 4,500 mAhની બેટરી ધરાવે છે. આ ફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ હેન્ડસેટને ઈન્ફિનિક્સે મીડિયાટેક ડાયમેન્સિટી 920 પ્રોસેસરથી સજ્જ કર્યો છે.
જો તમે ફોટોગ્રાફીના શોખીન છો, અને ફોનથી ખાસ ફોટોગ્રાફી જ કરો છો, તો આ તમામ ફોન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તમે તમારા બજેટ પ્રમાણે આમાંથી ફોન સિલેક્ટ કરી શકો છો. પરંતુ ધ્યાન આપો કે મેગાપિક્સલની સાથે સાથે ફોટોગ્રાફી માટે બીજા પણ કેટલાક ફીચર્સ ઉપયોગી હોય છે. એટલે, તમારે ફોન સિલેક્ટ કરતા સમયે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications