Best Camera Phones: ફોટોગ્રાફી માટે બેસ્ટ છે આ સસ્તા સ્માર્ટફોન્સ

By Gizbot Bureau
|

જો તમે પણ ફોટોગ્રાફીના શોખીન છો, પરંતુ તમારે ઓછા બજેટમાં સારા કેમેરા ફીચર્સ ધરાવતો ફોન ખરીદવો છે, તો આ આર્ટિકલ તમારા માટે ગાઈડનું કામ કરી શકે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને કેટલાક એવા ફોન્સનું લિસ્ટ જણાવીશું, જેની કિંમત માત્ર 10 હજારની આજુબાજુ છે, પરંતુ તેના કેમેરા ફીચર્સ અને ક્વોલિટી એકદમ દમદાર છે. આ લિસ્ટમાં સેમસંગ, પોકો સહિત જાણીતી બ્રાન્ડ્ઝના સ્માર્ટફોન સામેલ છે. તો ચાલો, જાણીએ કે 10 હજારની કિંમતમાં પણ કયા ફોન્સ ફોટોગ્રાફી માટે ઉપયોગી છે.

Best Camera Phones: ફોટોગ્રાફી માટે બેસ્ટ છે આ સસ્તા સ્માર્ટફોન્સ

Samsung Galaxy F13

સેમસંગનો આ ફોન તમે 10 હજારથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. Samsung Galaxy F13 માં તમને શાનદાર કેમેરા ક્વોલિટી ઉપરાંત જબરજસ્ત ફીચર્સ પણ મળશે. આ હેન્ડસેટ Samsung Exynos 8 Octa 850 પ્રોસેસર ચિપસેટથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે તેમાં 50 MP + 5 MP + 2 MP એમ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ મળે છે. આ ફોનમાં 6.6 ઈંચની ડિસ્પ્લે અને FHD+ રિઝોલ્યુશન મળે છે. Samsung Galaxy F13 6000 mAh બેટરીથી સજ્જ છે. આ ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ પણ અવેલેબલ છે.

Poco C55

ફોટોગ્રાફી માટે Poco C55 પણ સારો ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે ફ્લિપકાર્ટ પરથી આ ફોન 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ ફોનમાં તમને મીડિયાટેક હેલિયો જી85 ઓક્ટા કોર પ્રોસેસર ચિપસેટ મળે છે. આ ઉપરાં તેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળે છે. આ ફોન Android v12 OS પર કામ કરે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 50 MP અને 2 MPનો ડ્યુઅલર કેમેરા સેટઅપ મળે છે. આ સાથે જ સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ મળે છે. આ ફોનમાં 6.71 ઈંચની HD+ ડિસપ્લે છે. સાથે જ કંપની 5000 mAhની મોટી બેટરી પણ આપે છે.

Infinix Hot 30i

Infinix Hot 30i સ્માર્ટફોન પણ ફોટોગ્રાફી માટે ઓછા બજેટમાં એક સારી ચોઈસ છે. આ ફોનમાં કંપની 50 મેગાપિક્સલ AI કેમેરા આપી રહી છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. આ ફોન મીડિયાટેક હેલિયો જી37 પ્રોસેસર પર કામ કરે છે. Infinix Hot 30iમાં 6.6 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળે છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે, સાથે જ તેમાં 5000 mAhની મોટી બેટરી પણ છે. આ ફોન એન્ડ્રોઈડ v12 OS પર કામ કરે છે. ફ્લિપકાર્ટ પર આ ફોનની કિંમત 9 હજાર કરતા પણ ઓછી છે.

Xiaomi Redmi 12C

Xiaomi Redmi 12Cની કિંમત પણ 10 હજાર કરતા ઓછી છે, અને ફોટોગ્રાફી માટે આ એક સારો વિકલ્પ છે. આ ફોનમાં તમને 50 મેગાપિક્સલ + 0.08 MPનો ડ્યુઅલ કેમેરા મળે છે. સેલ્ફી માટે આ ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોન MediaTek Helio G85 ચિપસેટથી સજ્જ છે. જેમાં 5 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળે છે. આ સ્ટોરેજને તમે 1 ટીબી સુધી વધારી શકો છો. સાથે જ આ ફોનમાં 6.71 ઈંચની IPS LCD ડિસ્પ્લે પણ છે, જે 60 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પર કામ કરે છે. આ ફોન પણ 5000 mAhની બેટરી ધરાવે છે.

Nokia G11

Nokia G11માં પણ ફોટોગ્રાફી માટે ઓછી કિંમતે સારા ફીચર્સ છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ AI રિયર કેમેરા મળે છે. કંપનીએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે આ ફોનમાં OZO સ્પાટિઅલ ઓડિયો અને AI ઈમેજિંગ મોડ આપ્યો છે. આ ફોનમાં 6.5 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળે છે, જે 90 Hzના રિફ્રેશ રેટ પર કામ કરે છે. Nokia G11 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ પર કામ કરે છે. આ ફોન 5000 mAhની બેટરી ધરાવે છે. જેમાં એડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ અને Unisoc T606 પ્રોસેસર મળે છે.

Best Mobiles in India

English summary
Best Camera smartphones under 10000 know details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X