Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Photography માટે બેસ્ટ છે આ સ્માર્ટફોન, 200 MP કેમેરા, જાણો કિંમત
જો તમે પણ ફોટોગ્રાફીના શોખીન છો, અને શાનદાર કેમેરા ફીચર્સ ધરાવતો સ્માર્ટફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો આ આર્ટિકલમાં તમને જોઈતી બધી જ માહિતી મળી જશે. હાલ બધી જ સ્માર્ટફોન કંપની કેમેરા પર ફોકસ કરી રહી છે, અને એટલે કંપનીઓ માર્કેટમાં હાઈક્વોલિટી કેમેરા ધરાવતા ફોન લોન્ચ કરી રહી છે, જેના દ્વારા તમે પ્રોફેશનલ ફોટોગ્રાફી પણ કરી શકો છો. તો ચાલો, આગળ આ આર્ટિકલમાં અમે તમને ફોનના ફીચર્સ અને કિંમત વિશે ડિટેઈલમાં માહિતી આપી દઈએ.

Realme 11 Pro+ 5G
આ લિસ્ટમાં સૌથી પહેલો ફોન છે Realme 11 Pro+ 5G. આ ફોન કંપનીએ તાજેતરમાં જ લોન્ચ કર્યો છે. જેમાં ફોટોગ્રાફી માટે તમને 200 મેગાપિક્સલનો કેમેરા મળે છે. સાથે જ તેની કિંમત માત્ર 27,999 રૂપિયાથી 29,999 રૂપિયા છે. આ હેન્ડસેટનું વેચાણ 15 જૂન 2023થી શરૂ થવાનું છે.
Samsung Galaxy S23 Ultra 5G
Samsung Galaxy S23 Ultra 5G પણ ફોટોગ્રાફી માટે ખાસ છે. આ ફોનમાં યુઝર્સને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મળે છે. પરંતુ ફોટોગ્રાફી માટે કંપનીએ આ સ્માર્ટફોનમાં 200 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે. જો કે આ સ્માર્ટફોનની કિંમત 1,34,999 રૂપિયા છે. આ ફોન એમેઝોન પરથી ખરીદી શકાય છે.
Motorola Edge 30 Ultra
Motorola Edge 30 Ultra પણ ફોટોગ્રાફીના શોખીનો માટે બેસ્ટ ઓપ્શન છે. આ ફોનમાં તમને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોન પણ 200 મેગાપિક્સલના દમદાર કેમેરાથી સજ્જ છે, જેને તમે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. Motorola Edge 30 Ultraની કિંમત 49,999 રૂપિયા છે.
Redmi Note 12 Pro+ 5G
હવે વાત કરીએ Redmi Note 12 Pro+ 5Gની, જેમાં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. જેમાંથી પ્રાઈમરી કેમેરા 200 મેગાપિક્સલનો છે, જ્યારે સેકેન્ડરી કેમેરા 8 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત અન્ય એક કેમેરા 2 મેગાપિક્સલનો મળે છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. સ્ટોરેજની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અએ 256 જીબી સ્ટોરેજ મળે છે. આ ફોનની ખાસ વાત તેની કિંમત છે. Redmi Note 12 Pro+ 5G માત્ર 29,919 રૂપિયામાં એમેઝોન પરથી ખરીદી શકાય છે.
Infinix Zero Ultra 5G
Infinix Zero Ultra 5G પણ ફોટોગ્રાફીના શોખીનો માટે એક સારો વિકલ્પ બની શકે છે. આ સ્માર્ટફોનમાં પણ તમને 200 મેગાપિક્સલનો કેમેરા મળી રહ્યો છે. સાથે જ તેમાં ઘણા બીજા પણ દમદાર ફીચર્સ છે. આ ફોનની કિંમત પણ 29,999 રૂપિયા છે. જે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે.
આ બધા સ્માર્ટફોનમાંથી તમે તમારા બજેટ પ્રમાણે, ફીચર્સ અને સ્પેસિફિકેશનની જરૂરિયાત મુજબ બેસ્ટ કેમેરા ફોન ખરીદી શકો છો. જેનાથી તમને શાનદાર ફોટોગ્રાફી એક્સપીરિયન્સ તો મળશે જ, સાથે જ આ પ્રીમિયમ સ્માર્ટપોન્સ ઘણા દમદાર ફીચર્સ પણ ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications