Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ ફોનમાં છે દમદાર કેમેરા, કિંમત 10 હજારથી પણ ઓછી
જો તમે ઓછા બજેટમાં શાનદાર ફોટોગ્રાફી કરતો ફોન અને દમદાર બેટરી લાઈફ ધરાવતો સ્માર્ટ ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો કેટલાક ઓપ્શન્સ મોજૂદ છે. આજકાલ ફોન ફોટોગ્રાફી ખૂબ ટ્રેન્ડિંગ છે. જેની પાસે ફોન છે, તે બધા જ લોકો ફોટોઝ લેવાનો શોખ પૂરો કરે છે. એટલે સાદામાં સાદા યુઝર માટે પણ ફોનનો કેમેરા ખૂબ મહત્વનો બની જાય છે. પરંતુ વધુ સારા કેમેરા ધરાવતા ફોનની કિંમત પણ વધારે હોય છે. જો કે, અમે તમારા માટે કેટલાક એવા ફોનને અલગ તારવ્યા છે, જેની બેટરી દમદાર છે, કેમેરા શાનદાર છે, તેમ છતાંય કિંમત 10 હજાર કરતાય ઓછી છે. આ ફોન્સ ફોટોગ્રાફી માટે બેસ્ટ બજેટ ફોન્સમાંના એક છે.

Moto G14 સ્માર્ટ ફોન
Moto G14 સ્માર્ટ ફોનની કિંમત માત્ર 8,499 રૂપિયા જ છે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે કંપનીએ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપ્યો છે. જેમાંથી પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે, જ્યારે બીજી કેમેરા 2 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. જેમાં પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો કેમેરા 2 મેગાપિક્સલનો છે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોનને પાવર આપવા માટે તેમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે.
Itel P55 5G સ્માર્ટ ફોન
આ ઉપરાંત Itel P55 5G સ્માર્ટ ફોનને પણ પોતાના લિસ્ટમાં સામેલ કરી શકો છો. આ ફોન તમે એમેઝોન પરથી 26 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 9,999 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં ફોટોગ્રાફી માટે તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ મળશે. આ ફોનનો મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે. આ ફોન 6.6 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં મીડિયાટેક ડાયમેન્શનલ 6080 SoC ચિપસેટ મળશે. આ ફોનને પાવર આપવા માટે કંપનીએ તેમાં 5000 mAhની બેટરી આપવામા આવી છે.
POCO C55 સ્માર્ટ ફોન
POCO C55 સ્માર્ટ ફોનની કિંમત માત્ર 9,499 રૂપિયા છે. આ ફોન મીડિયાટેક હેલિયો G85 SoCથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં તમને 50 મેગાપિક્સલનો શાનદાર મુખ્ય કેમેરા મળી રહ્યો છે. આ ઉપરાંત આ ડિવાઈસને પાવર આપવા માટે તેમા 5000 mAhની બેટરી આપવામાં આવી છે, જે 10 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં એચડી પ્લસ રિઝોલ્યુશન ધરાવતી 6.71 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળે છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોન MIUI 13, Android 12 OS પર કામ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications