Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
20 હજારથી ઓછી કિંમતમાં મળનારા આ છે બેસ્ટ કેમેરા ફોન્સ
ઓછા બજેટમાં ટોપ કેમેરા સ્માર્ટફોન ખરીદવા સરળ નથી. આજકાલ પ્રીમિયમ સ્માર્ટફોનમાં સારા કેમેરા ફીચર્સ તો મળે છે, પરંતુ તેની કિંમત એટલી બધી વધારે હોય છે કે બધાને પોસાતી નથી. ઘણી બ્રાન્ડ્ઝ આ પ્રીમિયમ કેમેરા ફીચર્સને બજેટ સ્માર્ટફોનમાં લાવવાનો પણ પ્રયત્ન કરે છે, જેથી બધા પ્રકારના યુઝર્સ માટે ફોટોગ્રાફી સરળ બની શકે. જો તમે પણ એવી જ રીતે ઓછી કિંમતે સારા કેમેરા ફીચર્સ ધરાવતા સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલમાં અમે તમને 20 હજારથી ઓછી કિંમતમાં કેટલાક જબરજસ્ત કેમેરા ફોન્સની માહિતી આપીશું. આ કેમેરા ફોન્સ તમારી ફોટોગ્રાફીને વધુ સુંદર બનાવશે.

Samsung Galaxy A23
Samsung Galaxy A23 આ સ્માર્ટફોનમાં 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.6 ઈંચની FHD+ LCD ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે તેમાં 10X સુધી ડિજીટલ ઝૂમ સાથે 50 MP OIS ક્વોડ કેમેરા મળે છે. જેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 ઓક્ટા કોર પ્રોસેસરની સાથે 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મેમરી છે. આ ફોન 5000 mAhની બેટરી અને 25 Wના ફાસ્ટ ચાર્જિંગથી સજ્જ છે.
Lava Agni 2
Lava Agni 2 સ્માર્ટફોનમાં 120 Hz રિફ્રેશ રેટની સાથે 6.78 ઈંચની FHD+ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે મળે છે. Lava Agni 2માં 50 મેગાપિક્સલનો ક્વોડ કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા, 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સના ડેપ્થ કેમેરાની સાથે 16 મેગાપિક્સનલો સેલ્ફી કેમેરા મળે છે. આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્શનલ 7050 6nm પ્રોસેસર હોય છે, જે 8 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. આ ફોન 4,700 mAhની બેટરી અને સુપરફાસ્ટ 66 Wના ચાર્જર સાથે આવે છે.
iQOO Z7s
આ સ્માર્ટફોનમાં 6.38 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે છે, જે 1300 નીટ્સ પીક લેવલની બ્રાઈટનેસ ધરાવે છે. આ સ્ક્રીન 90 Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ સ્માર્ટફોનમાં 64 MP OIS અલ્ટ્રા સ્ટેબલ કેમેરા, 2 મેગાપિક્સલનો બૂકે કેમેરા અને 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. આ કેમરા ફીચર્સમાં અલ્ટ્રા સ્ટેબિલાઈઝેશન વીડિયો રેકોર્ડિંગ, માઈક્રો મૂવી મોડ, ડ્યુઅલ વ્યુ વીડિયો, નાઈટ મોડ, પોટ્રેટ મોડ, ડબલ એક્સપોઝર સહિત સંખ્યાબંધ ફીચર્સ સામેલ છે.
Poco X5 Pro
Poco X5 Pro આ સ્માર્ટફોનમાં જબરજસ્ત કેમેરા ફીચર્સ છે. આ ફોનમાં 108 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની સાથે સાથે સ્નેપડ્રેગન 778G ચીપ આપવામાં આવી છે. આ ફોનમાં 6.67 ઈંચની જબરજસ્ત મોટી FHD+ AMOLED ડિસ્પ્લે છે, જે 120 Hz રિફ્રેશ રેટ ધરાવે છે. આ ફોનમાં 5000 mAhની મોટી બેટરી પણ આપવામાં આવી છે.
Oppo A79
Oppo A79 સ્માર્ટફોનમાં 50 MPનો AI સપોર્ટેડ રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો પોટ્રેટ અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોનમાં 90 Hzનો રિફ્રેશ રેટ ધરાવતી 6.72 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. આ ફોન 5000 mAhની બેટરી અને 33 W સુપરવૂક ચાર્જિંગ કેપેસિટી ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications