આ છે બેસ્ટ 4 મિડ રેન્જ સ્માર્ટફોન, કિંમત 25,000થી પણ ઓછી

By Gizbot Bureau
|
આ છે બેસ્ટ 4 મિડ રેન્જ સ્માર્ટફોન, કિંમત 25,000થી પણ ઓછી

આપણે જ્યારે પણ સ્માર્ટફોન ખરીદવા જઈએ, ત્યારે એવું વિચારીએ છે કે સ્માર્ટફોન એવો હોવો જોઈએ, જે આપણા બજેટમાં પણ હોય અને બેસ્ટ ફીચર્સ પણ આપે. તો આજે અમે તમને આ આર્ટિકલમાં કેટલાક એવા સ્માર્ટફોન વિશે માહિતી આપીશું, જેની કિંમત 25,000 કરતા પણ ઓછી છે. તો ચાલો, જાણીએ કયા મિડ રેન્જ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે?

Poco X5 Pro 5G

Poco X5 Pro 5G 25,000 રૂપિયાના પ્રાઈસ સેગમેન્ટમાં લોન્ચ થયેલો સૌથી લેટેસ્ટ સ્માર્ટફોન છે. પોકોનો આ પહેલો સ્માર્ટફોન છે, જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન સ્નેપડ્રેગન 778G ચિપ પર બેઝ્ડ છે, સાથે જ તેમાં ડાયમેન્સિટી 1080 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ડૉલ્બી વિઝન સપોર્ટની સાથે 120Hz HDR 10+ ડિસ્પ્લે, ડૉલ્બી એટમોસની સાથે સ્ટીરિયો સ્પીકર્સ પણ સામેલ છે. IP53 રેટિંગ અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આ સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી પણ મળે છે. આ સ્માર્ટ માત્ર 22,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Realme 10 Pro

Realme 10 Pro 5G સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. Realme 10 Pro 5Gમાં હૂડની નીચે સ્નેપડ્રેગન 695 SoCની સાથે 5,000 mAh કેપેસિટીની બેટરી આપવામાં આવી છે, જે 33 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 પર કામ કરે છે. આ ફોનમાં એક ચમકીલી રિયર પેનલ પણ આપવામાં આવી છે. સેમસંગ HM6 પ્રાઈમરી કેમેરા છે, જે ઓછી લાઈટમાં પણ સુંદર ફોટોઝ, વીડિયો લઈ શકે છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર 20,000 રૂપિયા છે.

OnePlus Nord CE 2 5G

OnePlus Nord CE 2 5G તમે 25,000થી ઓછી કિંમતે ખરીદી શકો છો. આ સ્માર્ટફોનમાં AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે 90Hz પર રિફ્રેશ થાય છે. આ સ્માર્ટફોનમાં વીડિયો જોવા માટે HDR 10+ વીડિયો પ્લેબેક સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 4,500 mAhની બેટરી છે, અને કંપની ફોનની સાથે 65Wનું ફાસ્ટ ચાર્જર આપે છે, જેનાથી આ સ્માર્ટફોન માત્ર 45 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે.

Motorola Edge 30

Motorola Edge 30 સ્ટોક એન્ડ્રોઈડ સોફ્ટવેર પર કામ કરે છે. આ સ્માર્ટફોન પોતાના સેગમેન્ટના બધા જ સ્માર્ટફોન કરતા પાતળો છે, સાથે જ તેમાં બટર સ્મૂથ સ્ક્રોલિંગ અને ગેમિંગ માટે 144 Hz ડિસ્પ્લે આપવામાં આવી છે. Motorola Edge 30માં સ્નેપડ્રેગન 778G+ ચિપસેટ, 33 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. આ સ્માર્ટફોનમાં 4,020 mAhની બેટરી પણ આપવામાં આવી છે. કેમેરા ડિપાર્ટમેન્ટની ચર્ચા કરીએ તો આ સ્માર્ટફોનનો પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે, જેની સાથે બીજા બે કેમેરા પણ મળે છે.

તો આ છે 25,000થી ઓછી કિંમતના પાંચ બેસ્ટ સ્માર્ટફોન. જો તમે લિમિટેડ બજેટમાં સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો, તો આ ચારમાંથી કોઈ એક પર આંખ બંધ કરીને ભરોસો મૂકી શકાય તેમ છે. આ ઉપરાંત તમે બીજા કેટલાક સ્માર્ટફોન પણ એક્સ્પ્લોર કરી શકો છો.

Best Mobiles in India

English summary
Best 4 Mid Range Smartphone Under 25000

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X