આ 10 કંપનીઓ દ્વારા આખા વિશ્વ માં સૌથી વધુ સ્માર્ટફોન વહેંચવા માં આવ્યા

By Gizbot Bureau
|

એવું લાગી રહ્યું છે કે ગયા વર્ષ ની તુલના માં વર્ષ 2019 ની અંદર ખુબ જ ઓછા સ્માર્ટફોન વહેંચાયા હતા. કાઉન્ટર પોઇન્ટ ની માર્કેટ મોનિટર સર્વિસ ના આધારે, ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટ ની અંદર 2019 માં યર ઓન યર ની અંદર 1% નો ઘટાડો જોવા માં આવ્યો હતો. પરંતુ તેમ છત્તા કંપની દ્વારા ઘણા બધા બિલિયન સ્માર્ટફોન ને વહેંચવા માં આવ્યા હતા. જો તમે તે જાણવા માંગતા હો કે કઈ કંપની દ્વારા સૌથી વધુ સ્માર્ટફોન વર્ષ 2019 ની અંદર વેચવા માં આવ્યા છે તો તમારે હવે બીજી ક્યાંય જવા ની જરૂર નથી અહીં અમે એક સૂચિ તૈયાર કરી છે જેની અંદર એવી કંપનીઓ ના નામ જણાવવા માં આવ્યા છે કે જેમણે વર્ષ 2019 ની અંદર સૌથી વધુ સ્માર્ટફોન વહેંચ્યા હોઈ.

સેમસંગ

સેમસંગ

આ સૂચિ ની અંદર પ્રથમ નંબર પર સાઉથ કોરિયન કંપની સેમસંગ છે તેમની પાસે 20% સ્માર્ટફોન માર્કેટ શેર છે. સેમસંગ દ્વારા વર્ષ 2019 ની અંદર 296.1 મિલિયન સ્માર્ટફોન ને શિપ કરવા માં આવ્યા હતા.

હુવાવે

હુવાવે

બીજા નંબર પર આ સૂચિ ની અંદર ચાઈનીઝ સ્માર્ટફોન મેકર હુવાવે નું નામ છે કે જેઓ 16% માર્કેટ શેર ધરાવે છે. અને તેમના દ્વારા વર્ષ 2019 ની અંદર 238.5 મિલિયન સ્માર્ટફોન ને શિપ કરવા માં આવ્યા હતા.

એપલ

એપલ

આ સૂચિ ની અંદર એપલ ત્રીજા કર્મ પર આવી ગયું હતું અને તેનો માર્કેટ શેર 13% છે અને એપલ દ્વારા વર્ષ 2019 ની અંદર 196.2 મિલિયન સ્માર્ટફોન ને શિપ કરવા માં આવ્યા હતા.

શાઓમી

શાઓમી

આ સૂચિ ની અંદર ચોથા ક્રમ પર ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી છે તેઓ નો માર્કેટ શેર 8% નો છે. અને તેઓ એ વર્ષ 2019 ની અંદર 124.5મિલિયન સ્માર્ટફોન ને શિપ કર્યા હતા.

ઓપ્પો

ઓપ્પો

બીબીકે ગ્રુપ ની પ્રથમ કંપની આ સૂચિ ની અંદર ઓપ્પો છે કે જેમનો માર્કેટ શેર 8% છે, અને તેઓએ એ વર્ષ 2019 ની અંદર 119.8 મિલિયન સ્માર્ટફોન ને શિપ કર્યા હતા.

વિવો

વિવો

અને ઓપ્પો ની તુરંત પાછળ જ વિવો હતું કે જેમનો માર્કેટ શેર પણ 8% છે અને તેઓએ એ વર્ષ 2019 ની અંદર 113.7 મિલિયન ડીવાઈસ ને શિપ કર્યા હતા.

લીનોવા ગ્રુપ

આ સૂચિ ની અંદર સાતમા ક્રમ પર લીનોવા ગ્રુપ હતું કે જેની અંદર મોટોરોલ સ્માર્ટફોન નો પણ સમાવેશ કરવા માં આવે છે, તેઓ નો માર્કેટ શેર 3% છે, અને તેઓએ વર્ષ 2019 ની અંદર 39.6 સ્માર્ટફોન ને શિપ કર્યા હતા.

એલજી

આ સૂચિ ની અંદર એલજી એ આઠ માં ક્રમ પર આવી ગયું હતું અને તેઓ 2% માર્કેટ શેર ધરાવે છે. અને કંપની દ્વારા વર્ષ 2019 ની અંદર 29.2 મિલિયન સ્માર્ટફોન ને શિપ કર્યા હતા.

રિઅલમી

આ સૂચિ ની અંદર આ સૌથી નવી બ્રાન્ડ છે અને તેઓ 2% માર્કેટ શેર ધરાવે છે. આ ચાઈનીઝ ટેક કંપની દ્વારા વર્ષ 2019 ની અંદર 25.7 મિલિયન ડીવાઈસ ને શિપ કરવા માં આવ્યા છે.

ટેકનો

આ સૂચિ ની અંદર સૌથી છેલ્લું નામ ટેકનો નું છે કે જેમનો માર્કેટ શેર 1% છે અને તેઓએ 2019 ની અંદર 21.5 મિલિયન સ્માર્ટફોન ને શિપ કર્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Battle Of Smartphones: Here's The Company That Sold Most Units In 2019

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X