Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple USB Type C પોર્ટ કરશે લોન્ચ, પણ નહીં થઈ શકે આ કામ!
ઈ વેસ્ટની માત્રા વધી રહી હોવાથી, હવે દરેક દેશ ઈ વેસ્ટ ઓછો થાય તે માટે પ્રયત્ન કરી રહ્યો છે. કેટલાક દેશ દ્વારા મોબાઈલ અને લેપટોપ માટે એક સરખા જ ચાર્જર બનાવવાની પોલિસી પણ જાહેર કરી દેવામાં આવી છે. જેને લઈને હવે મોબાઈલ કંપનીઓએ એક જ સરખા ચાર્જર આપવા પડશે. આ ઘટનાક્રમો બાદ હવે એપલ પણ પોતાના આઈફોનમાં USB Type C પોર્ટ સામેલ કરવા જઈ રહ્યું છે. પરંતુ એપલ અહીં પણ પોતાની મોનોપોલી તો જાળવી જ રાખશે. ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે iPhone માટે એપલ જે USB Type C પોર્ટ આપવાની છે, તેનો ઉપયોગ એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે નહીં થઈ શકે. એટલે કે આ ચાર્જર ખાસ કરીને આઈફોન જ ચાર્જ કરી શક્શે.

2022માં યુરોપિયન યુનિને એપલને તેમના ચાર્જિંગ પોર્ટમાં USB Type C પોર્ટ કનેક્ટર સામેલ કરવા માટે આદેશ આપ્યો હતો. Apple એ પોતાના Macbook અને iPadમાં USB Type C આપવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે જ કંપનીએ હવે iPhone માટે પણ USB Type C આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
એપલ ભલે યુરોપિયન યુનિયનનો આદેશ માનવા માટે તૈયાર થઈ ગયું હોય, પરંતુ ચીનની સોશિયલ મીડિયા સાઈટ વીબો પર પ્રકાશિત એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ કંપની USB Type Cમાં પણ પોતાની મોનોપોલી જાળવી રાખશે. એપલે આઈપોન માટે જે USB Type C આપશે, તેના માટે કસ્ટમ ઈન્ટિગ્રેટેડ સર્કિટ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકે છે. ક્યુપર્ટિનો નામના દિગ્ગજે પોતાના આઈપોનને એક લાઈટનિંગ પોર્ટથી સજ્જ કર્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો આઈપોન ચાર્જ કરવા માટે તેના માટે ખાસ તૈયાર કરવામાં આવેલા ચાર્જર સિવાય અન્ય કોઈ ચાર્જરનો ઉપયોગ કરી શકાશે નહીં.
હાલ ચાલી રહેલી ચર્ચા મુજબ Apple USB Type Cમાં એક કસ્ટમ આઈસી ચીપ મૂકી શકે છે. જેનો અર્થ એ હશે, કે એવી એક્સેસરિઝ જે મેડ ફોર આઈફોન પ્રોગ્રામનો ભાગ નથી, એવી બધી એક્સેસરિઝ આઈફોન સાથે કામ નહીં કરે. દાખલા તરીકે ફાસ્ટ ચાર્જિંગ અને હાઈસ્પીડ ડ્રેટા ટ્રાન્સફર મર્યાદિત થઈ શકે છે. જો કે, એપલની સત્તાવાર જાહેરાત બાદ યુરોપિયન યુનિયન આ મામલે હસ્તક્ષેપ કરે તેવી પણ શક્યતા છે.
આ પહેલા એપલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગ્રેગ જોસવાકે એક્ટોબર મહિનામાં ધ વૉલ સ્ટ્રીટ જર્નલના ટેક લાઈન સંમેલનમાં કહ્યું હતું કે એપલે પ્રામાણિકપણે નિયમનું પાલન કરશે. એક સવાલના જવાબમાં ગ્રેગે કહ્યું હતું કે,'અમારી પાસે કોઈ વિકલ્પ નથી. એટલે યુરોપિયન યુનિયનના આદેશ મુજબ અમારે USB Type C પ્ટ પર સ્વિચ થવું જ પડશે.'
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે પણ સ્માર્ટ ફોન કંપનીઓને માર્ચ 2025 સુધીમાં તમામ ઈલેક્ટ્રિક ઉપકરણો માટે USB Type C ચાર્જિંગ પોર્ટ ફરજિયાત કરવાની યોજના પર કામ શરૂ કર્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications