Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 15 બાદ લોન્ચ થશે iOS 17, મળશે આ ખાસ ફીચર્સ
Apple ટૂંક સમયમાં જ પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 17 લોનચ્ કરી શકે છે. હાલ તો કંપનીએ iOS 17નું બીટા વર્ઝન રિલીઝ કરી દીધું છે. જેના કારણે લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ આ ઓપરેટિંગ સિસ્ટમનું સ્ટેબલ વર્ઝન પર રોલ આઉટ થઈ જશે. એપલ દર વર્ષે એક નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરે છે. એટલે કરી શકાય કે iPhone 15ના લોન્ચ થયા બાદ કંપની આ નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે. પરંતુ એ પહેલા જાણી લઈએ કે આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર્સને કયા નવા ફીચર્સ મળવાના છે.

iOS 17 બીટા 6 અપડેટમાં મેસેજ એપમાં એપલે પ્લસ આઈકનથી ફોટો પિકર સુધી પહોંચવું સરળ બનાવ્યું છએ. યુઝર્સ આ આઈકનની મદદથી ફોટો પિકરને ઈઝી એક્સેસ કરી શક્શે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એપલે ફોન એપ ઈન્ટરફેસમાં પણ ઘણા પરિવર્તન કર્યા છે. જેમાં કંપનીએ રેડ બટનને સેન્ટરમાંથી હાટવીને રાઈટ સાઈડ આપ્યું છે. પરંતુ યુઝર્સના ફીડબેક બાદ કંપનીએ આ રેડ બટનને હટાવીને ફરીથી ઓરિજિનલ પોઝિશન પર કરવું પડ્યું હતું.
WWDC 2023માં મળી હતી આ ફીચર્સની ઝલક
WWDC 2023 ઈવેન્ટ દરમિયાન એપલે iOS 17માં મળનારા કેટલાક ફીચર્સની જાહેરાત કરી હતી. જેમાં લાઈવ વોઈસમેઈલ સામેલ છે. આ ફીચર લાઈન ટ્રાન્સક્રિપ્શન સાથે આવશે. આ ફીચરની મદદતી કોઈ પણ રેકોર્ડિંગને રિયલ ટાઈમમાં ટ્રાન્સલેટ કરી શકાશે. iOS 17ની સાથે યુઝર્સને વોઈસ મેઈલનો એક્સપીરિયન્સ સુધરવાની સાથે સાથે કોલ રિસીવ કરવા માટે રિય લાઈમ મેસેજ લાઈવ ટ્રાન્સક્રિપ્શન ફેસેલિટી પણ મળશે. ફેસટાઈમમાં મળનારી એક મહત્વની અપડેટ એ છે કે જો કોઈ પણ કોલ છૂટી જાય છે, તો તે તમને વીડિયો મેસેજ આપશે. iMessagesમાં કંપનીએ સર્ચ ફિલ્ટર સામેલ કર્યું છે. સૌથી ખાસ વાત એ છે કે મેસેજને સ્વાઈપ કરીને સરળતાથી રિપ્લાય પણ કરી શકાશે.
ઓફલાઈન મેપ ફેસેલિટી પણ મળશે.
iOS 17 રિલીઝ થાય બાદ યુઝર્સ કોઈ પણ ફોટોને સ્ટિકરમાં સરળતાથી કન્વર્ટ કરી શક્શે. જો કોઈ ફોટો મોશનમાં છે તો તેનું લાઈવ સ્ટીકર પણ બનાવી શકાશએ. આ સ્ટિકર્સ થર્ડ પાર્ટી એપ્સમાં પણ કામ કરશે. સૌથી ખાસ વાત એ છે કે iPhone યુઝર્સ ઓફલાઈન પણ મેપનો ઉપયોગ કરી શક્શે. આ ઉપરાંત એરડ્રોપનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કોઈ નવા વ્યક્તિ સાથે ફોન નંબર સ્વેપ કરી શક્શે. આ માટે તમારે નંબર અને ઈમેઈલ એડ્રેસ શૅર કરવા માટે બંને ફોનને માત્ર બાજુ બાજુમાં રાખવા જ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે એપલ પોતાના નવા આઈફોન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરે છે. iPhone 15 પણ આ જ પરંપરા પ્રમાણે લોન્ચ થવાની શક્યતા છે. એટલે કે iOS 17 સપ્ટેમ્બર મહિનાના અંતમાં અથવા તેના પછી ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications