Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 15 સિરીઝ પર એપલ આપી રહ્યું છે ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ
એપલના લેટેસ્ટ સ્માર્ટ ફોન આઈફોન 15નું વેચાણ ભારતમાં શરૂ થઈ ચૂક્યુ છે. જો તમે પણ આ લેટેસ્ટ આઈફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. એપલે પોતાના યુઝર્સ માટે આ નવી સિરીઝ પર કેટલીક ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે. જેના કારણે આઈફોન 15 તમે ઘણી ઓછી કિંમતે ખરીદી શક્શો. તો ચાલો, તમને આઈફોન 15 પર મળનારા ડિસ્કાઉન્ટની બધી જ ડિટેઈલ્સ જણાવી દઈએ.

એપલની ઓફર્સ અંતર્ગત આઈફોન લવર્સ એપલ આઈફોન 15 સિરીઝના સ્માર્ટફોનની ખરીદી પર 6 હજાર રૂપિયા બચાવી શકો છો. આ ઉપરાંત કંપનીની નવી એપલ વૉચ મોડેલની ખરીદી પર 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત કેટલાક સિલેક્ટેડ બેન્ક કાર્ડ દ્વારા આઈફોનની ખરીદી કરવા પર નો કોસ્ટ ઈએમઆઈનું ઓપ્શન પણ મળી રહ્યું છે. આ ડિવાઈસિઝ તમે એપલના ઓનલાઈન સ્ટોર્સની સાથે સાથે સત્તાવાર રિટેઈલ સ્ટોર્સ પરથી પણ ખરીદી શક્શો.
iPhone 15 Pro અને iPhone 15 Pro Max પર ઓફર
જો યુઝર્સ Apple iPhone 15 Pro અને iPhone 15 Pro Max ખરીદવા ઈચ્છે છે તો 6 હજાર રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. આ ઉપરાંત iPhone 15 અને iPhone 15 Plusની ખરીદી કરવા પર 5 હજાર રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે HDFC કાર્ડથી ખરીદી કરો છો તો ત્રણ મહિના, છ મહિના અને નો કોસ્ટ ઈએમઆઈની સાથે એપલ ટ્રેડ ઈન ઓફરનો લાભ મળશે.
જો તમે એપલના સત્તાવાર રિટેઈલ સ્ટોર દિલ્હી અથવા મુંબઈમાં કે પછી ઓલાઈન સ્ટોર પરથી જૂના આઈફોન પણ ખરીદો છો, તો તેના પર પણ ડિસ્કાઉન્ટ મળશે. એપલની જાહેરાત મુજબ iPhone 14 અને iPhone 14 Plusની ખરીદી કરનાર ગ્રાહકોને 4,000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. HDFC બેન્કના કાર્ડથી જો તમે iPhone 13ની ખરીદી કરશો તો 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, અને iPhone SEની ખરીદી કરવા પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત નક્કી કરેલી બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર નો કોસ્ટ ઈએમઆઈનો પણ ઓપ્શન મળશે.
iPhone 15 Pro અને iPhone 15 Pro Maxના સ્પેસિફિકેશન્સ
બેઝ મોડેલની જેમ જ આ બંને ડિવાઈસ પણ અનુક્રમે 6.1 અને 6.7 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. જો કે આ ડિસ્પ્લેમાં 120 Hzનો રિફ્રેશ રેટ મળે છે, અને આમાં પણ ડાયનેમિક આઈલેન્ડ ફીચર આપવામાં આવ્યું છે. આ બંને આઈફોન અત્યાર સુધીના સૌથી પાવરફૂલ આઈફોન છે.
જેમાં 3nm A17 Pro Bionic ચિપસેટ મળે છે. iPhone 15 Pro 128 જીબી, 256 જીબી, 512 જીબી, 1 ટીબી એમ ચાર જુદા જુદા સ્ટોરેજ વેરિયંટમાં અવેલેબલ છે. જ્યારે iPhone 15 Pro Max 256 જીબી, 512 જીબી અને 1 ટીબી એમ ત્રણ સ્ટોરેજ વેરિયંટ સાથે લોન્ચ થયો છે. આ ફોનમાં યુએસબી ટાઈપ સી વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ ફીચર ધરાવે છે. સાથે જ ઓપરેટિંગ સિસ્ટમમાં iOS 17 આપવામાં આવી છે.
iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં બેકસાઈટ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં મુખ્ય કેમેરા 58 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત 12 મેગાપિક્સલના બે બે કેમેરા આપવામં આયા છે. આ ઉપરાંત બંને ફોનના કેમેરામાં 5x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ OIS કેમેરા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications