iPhone 15ના લોન્ચ બાદ કંપનીએ બંધ કર્યા આ ફોન, લાગશે ઝટકો

By Gizbot Bureau
|

iPhone 15 સિરીઝ લોન્ચ કર્યા બાદ કંપનીએ જૂના કેટલાક મોડેલ્સનું વેચાણ બંધ કરી દીધું છે. એપલે હજી કેટલાક દિવસ પહેલા જ એપલે પોતાની ઈવેન્ટમાં નવા આઈફોન લોન્ચ કર્યા છે. આઈફોન 15 સિરીઝની સાથે કંપનીએ Watch 9 Series, Watch Ultra 2 અને Watch SE પણ લોન્ચ કરી છે. એટલું જ નહીં કંપનીએ પોતાની વંડરલસ્ટ ઈવેન્ટમાં iOS 17, Watch OS અને iPadOS પણ લોન્ચ કરી છે. એપલે આઈફોન 15 સિરીઝમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max લોન્ચ કર્યા છે. આ લેટેસ્ટ મોડેલ્સમાં ઘણા નવા ફીચર્સનો સમાવેશ કરાયો છે.

iPhone 15ના લોન્ચ બાદ કંપનીએ બંધ કર્યા આ ફોન, લાગશે ઝટકો

દર વર્ષે એપલ પોતાની સૌથી મોટી ઈવેન્ટમાં નવી આઈફોન સિરીઝ લોન્ચ કર્યા બાદ કેટલાક જૂના આઈફોન મોડેલ્સ બંધ કરી દે છે. આ વખતે પણ કંપનીએ કંઈક આવું જ કર્યું છે. ઈપોન 15 સિરીઝના લોન્ચ બાદ કંપનીએ આઈફોન 14 સિરીઝના બે મોડેલ્સની સાથે સાથે અન્ય સિરીઝના ફોન્સને પણ ઓફિશિયલ વેબસાઈટ પરથી હટાવી દીધા છે. એટલે કે બંધ કરી દીધા છે.

iPhone 15 લોન્ચ બાદ વેબસાઈટ પરથી હટાવાયા આ મોડેલ્સ

એપલે સત્તાવાર વેબસાઈટ પર આઈફોન લિસ્ટિંગમાંથી iPhone 12ને હટાવી દીધા છે. જ્યારે તમે વેબસાઈટ પર આઈફોનની કેટેગરી પર ક્લિક કરશો તો તમે iPhone 15 Pro, iPhone 15, iPhone 14, iPhone 13 અને iPhone SE જોવા મળશે. અહીં આઈફોન 14 પર ક્લિક કરતા જ તમને માત્ર બે મોડેલ્સ iPhone 14 અને iPhone 14 Plus ખરીદવાનો ઓપ્શન મળશે. અહીં, iPhone 13 બાદ કંપનીએ સીધા જ iPhone SEને લિસ્ટ કર્યો છે. જ્યારે આઈફોન 12ને પણ લિસ્ટિંગમાંથી હટાવી દેવાયો છે.

આ ઉપરાંત આઈફોન 13 સિરીઝ અંતર્ગત યુઝર્સને માત્ર આઈફોન 13 જ ખરીદવાનો વિકલ્પ મળી રહ્યો છે. જો તમે ગૂગલ પર iPhone 14 Pro અથવા પ્રો મેક્સ માટે સર્ચ કરશો, તો ફોનનું લિસ્ટિંગ તો જોવા મળશે, પરંતુ તેના પર ક્લિક કરવાની સાથે જ સીધા તમે iPhone 15 Proના ઓફિશિયલ પેજ પર રિડાયરેક્ટ થઈ જશો.

આઈફોન 15 સિરીઝ લોન્ચ થયા બાદ કંપનીએ iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 13 Mini અને iPhone 12ને વેબસાઈટ પરથી હટાવી દીધા છે. એટલે કે કંપનીએ આ મોડેલ્સનું વેચાણ બંધ કરી દીધું છે. જો કે આ સ્માર્ટફોન એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ વેબસાઈટ પર હજી અવેલેબલ છે. યુઝર્સ ત્યાંથી આ ફોન્સ ખરીદી શકે છે.

ગત વર્ષે બંધ થયા હતા આ મોડેલ્સ

આવું પહેલીવાર નથી કે કંપનીએ નવી સિરીઝ લોન્ચ થતા જ જૂના મોડેલ બંધ કર્યા છે. ગત વર્ષે પણ આઈફોન 14 સિરીઝ લોન્ચ થયા બાદ iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 12 Min અને iPhone 11 બંધ કર્યા હતા.

Best Mobiles in India

English summary
Apple Announces Discontinuation of Several iPhone Models Following iPhone 15 Launch

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X