Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આફતમાં કામ લાગશે ફોનનું આ બેટરી સેટિંગ, જાણો ક્યારે કરશો ઉપયોગ
સ્માર્ટફોનનો ઉપોયગ કરવાની સાથે સાથે તેના ચાર્જિંગનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછો એક વખત તો ફોન ચાર્જ કરવો પડે જ છે. જો કે ઘણા યુઝર્સ ફોનને ફૂલ ચાર્જ નથી કરતા, જેને કારણે તેમણે ફોનને વારંવાર ચાર્જ કરવો પડે છે. ઘર અને ઓફિસ જેવી જગ્યાએ તો ચાર્જિંગની સુવિધા મળી જાય છે.
પરંતુ, ઘણી વાર આપણે કામ સર લાંબા સમય સુધી ઘરની બહાર રહેતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં ક્યારેક ફોનની બેટરી ડાઉન થઈ જાય છે, ઘણી વાર ચાર્જિંગની સુવિધા પણ નથી મળતી. આમ તો આપણે આવી સ્થિતિમાં પૂરી કોશિશ કરીએ છીએ કે ફોન સ્વિચ ઓફ ન થઈ જાય. આવી મુશ્કેલ સ્થિતિમાં ફોનના કેટલાક ખાસ સેટિંગ્સ કામ લાગે છે. દરેક સ્માર્ટફોનમાં Power Saving Mode અને Super Power Saving Modeની સુવિધા આપવામાં આવે છે.

બેટરી બચાવવા માટે ફોનમાં મળે છે આ ખાસ સેટિંગ
એન્ડ્રોઈડ ફોન યુઝર્સને બેટરી લાંબા સમય સુધી ચલાવવા માટે ફોનમાં પાવર સેવિંગ મોડની સુવિધા મળે છે. પરંતુ ઘણા ઓછા યુઝર્સને ખ્યાલ હોય છે કે તેને ફોનાં પાવર સેવિંગ માટે આ એક નહીં પરંતુ બે બે સેટિંગ સુવિધા મળે છે. જી હાં પાવર સેવિંગ મોડની સાથે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં સુપર પાવર સેવિંગ મોડ પણ અવેલેબલ હોય છે. આ બંને સેટિંગનો ઉપયોગ કરીને તમે કટોકટીના સમયે બેટરીને લાંબો સમય સુધી ચલાવી શકો છો.
આ બંને સેટિંગનો ઉપયોગ કરીને ફોનની બેટરી લાંબો સમય સુધી ટકાવી શકાય છે.
- પાવર સેવિંગ મોડના ઉપયોગ દ્વારા યુઝર્સ ફોનને નોર્મલ કરતા વધારે કલાક સુધી વાપરી શકે છે.
- સુપર પાવર સેવિંગ મોડ એક્ટિવેટ કરીને યુઝર્સ ફોનને પાવર સેવિંગ મોડ કરતા પણ લાંબા સમય સુધી વાપરી શકે છે.
સુપર પાવર સેવિંગ મોડની સાથે યુઝર્સ 50 ટકાથી ઓછી બેટરી પર પણ ફોનને 20થી 21 કલાક સુધી એક્ટિવ રાખી શકે છે. પરંતુ ખાસ ધ્યાન આપો આ સેટિંગ ઓન કર્યા બાદ ફોનનો ઉપયોગ મર્યાદિત થઈ જાય છે. તમે ફોનના માત્ર સૌથી વધુ ઉપયોગી ફીચર્સનો જ ઉપયોગ કરી શકો છો. વધારાની એપ્સ ફોનમાં ઓટોમેટિક બંધ થઈ જાય છે.
જ્યારે પાવર સેવિંગ મોડને તમે ફોનની બેટરી બચાવવા માટે અનેબલ કરી શકો છો. આ મોડ ઓન થવા પર ફોન પહેલાની જેમ જ કામ કરે છે. તેમાં કોઈ એપ બંધ થતી નથી. પરંતુ આ મોડ અનેબલ થવા પર ફોન બેટરીની સ્થિતિ મુજબ ડિવાઈસની સ્ક્રીન બ્રાઈટનેસ જેવી સેટિંગ મેનેજ કરીને બેટરી બચાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications