Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Safety Tips: ચોરી થતા જ લૉક થઈ જશે તમારો ફોન, ઓન કરો આ સેટિંગ
સ્માર્ટફોન પર્સનલ ડિવાઈસ છે, જેમાં ઘણો બધો અંગત અને સેન્સિટિવ ડેટા સ્ટોર થયેલો હોય છે. કહેવાય છે કે એક સ્માર્ટફોન જ છે, જે તેના માલિકને બરાબર ઓળખે છે, કારણ કે દરેક વ્યક્તિ ફોનમાં જે પણ ખાનગી કામ કરે છે, તે બધું જ ફોનમાં જ હોય છે. એટલે ફોન ખોવાઈ જાય, કે પછી ચોરી થઈ જાય ત્યારે ડિવાઈસ ખોવાનો તો ડર હોય છે, સાથે જ તમારો અંગત ડેટા લીક થવાનો કે પછી આ ડેટાનો દુરુપયોગ થવાનો ખતરો પણ સર્જાય છે. ગૂગલે એન્ડ્રોઈડ યુઝર્સને આવી પરિસ્થિતિથી બચાવવા માટે એક નવું ફીચર હજી થોડા દિવસ પહેલા જ રોલાઉટ કર્યું છે, જે ફોન ચોરી થવા પર તેને તાત્કાલિક લૉક કરી દેશે.
ગૂગલે આ નવા ફીચરને Theft Protection નામ આપ્યું છે, જે ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ફીચર બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. એટલે તમારે પણ સેટિંગ મેન્યુમાં જઈને તાત્કાલિક આ ફીચર અનેબલ કરી દેવુ જોઈએ. આ ફીચરની મદદથી જો તમારો ફોન ચોરી થઈ જાય કે પછી ખોવાઈ જાય તો ડેટા લીક થવાનો કે પછી ફોનના દુરુપયોગનો ખતરો રહેતો નથી. ચાલો તમને એ પણ જણાવી દઈએ કે આ ફીચરનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો.

બસ નીચે આપેલા સાવ સરળ સ્ટેપ્સ ફોલો કરો
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનના સોફ્ટવેર વર્ઝનને અપડેટ કરો અને સેટિંગ્સ મેન્યુમાં જાવ.
સ્ટેપ 2: હવે નીચે સ્ક્રોલ કરશો એટલે ગૂગલ અકાઉન્ટ સાથેનો એક ઓપ્શન દેખાશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે તમમને અહીં બે જુદા જુદા સેક્શન્સ Recommended, All Services નામથી દેખાશે.
સ્ટેપ 4: તેમાંથી All Services પર ટેપ કરો અને સ્ક્રોલ ડાઉન કરો. અહીં તમને Theft Protection ફીચર દેખાશે.
સ્ટેપ 5: આ ફીચરની સામે દેખાતા ટોગલ ઓપ્શનને અનેબલ કરો અને કન્ફર્મ કરો.
આ ફીચર અનેબલ કર્યા બાદ જો કોઈ તમારો ફોન ચોરીને ભાગી જશે અથવા તો ચોરી કરવાની કોશિશ કરશે, તો ડિવાઈસ તરત જ લૉક થઈ જશે. તમારી પરવાનગી વગર તમારો ફોન ન તો ઓપન થશે, ન તો કોઈ વ્યક્તિ તમારા ડેટાનો ઉપયોગ કરી શક્શે. આ નવું ફીચર ફોનના સેન્સર્સનો ઉપયોગ કરે છે, એટલે જો ફોનને લઈને અચાનક કોઈ મૂવમેન્ટ થાય, તો ફોન લૉક થઈ જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications