Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર

By Gizbot Bureau
|

જો તમે નવો iPhone, AirPods કે પછી iPad ખરીદવા ઈચ્છો છો તો Amazon Great Freedom Sale દરમિયાન આ પ્રોડક્ટ્સ ખૂબ જ સસ્તી મળવાની છે. એમેઝોનનું આ એન્યુઅલ સેલ ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાઈ રહ્યો છે. આ દરમિયાન જુદી જુદી એપલ પ્રોડક્ટ્સ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 6 ઓગસ્ટે શરૂ થયેલું આ સેલ 10 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. જેમાં iPhone, iPad, AirPodsના કેટલાક મોડેલ્સ તમે માત્ર 60,000થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર

Apple iPhone 12: રૂ.52,900 (મૂળ કિંમતઃ 65,900)

6.1 ઈંચની ડિસ્પ્લે અને ડ્યુઅલ કેમેરા સિસ્ટમ ધરાવતો Apple iPhone 12 તમે સેલ દરમિયાન માત્ર 52,900માં મળી શકે છે. આ ફોન એપલની પોતાની A14 બાયોનિક ચીપસેટ અને iOS 15 પર કામ કરે છે. આ ફોન કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી અને હાઈ ક્વોલિટી વીડિયો પર્ફોમન્સ માટે જાણીતો છે.

Apple iPhone 11: રૂ.49,00 (મૂળ કિંમતઃ રૂ.54,900)

Apple iPhone 11 પણ એપલની જ પોતાની A13 બાયોનિક ચીપસેટ પર કામ કરે છે. આ પોન પાણી અને ડસ્ટ રેઝિસ્ટન્ટ સાથે આવે છે. ફોનમાં 6.1 ઈંચની લિક્વડ રેટિના ડિસ્પ્લે છે, તો તેમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મુખ્ય આકર્ષણ છે.

Apple AirPods Pro: રૂ.17,990 (મૂળ કિંમત રૂ.24,900)

Apple AirPods Pro નોઈઝ કેન્સલેશન અને એડેપ્ટિવ EQ જેવા ફીચર્સ માટે જાણીતો છે. આ ડિવાઈસ પણ સ્વેટ અને વોટર રેઝિસ્ટન્ટ છે. આ ફોન સોફ્ટ, ટેપર્ડ સિલિકોન ટીપ્સ એમ ત્રણ સાઈઝમાં આવે છે.

Apple AirTag: રૂ.3,100 (મૂળ કિંમત રૂ.3,190)

AirTagમાં બિલ્ટ ઈન સ્પીકર હોવાના કારણે તે ખૂબ જ વધુ સારી રીતે કામ કરે છે. આ ઉપરાંત આ ગેજેટ સિરી સાથે પણ ચાલે છે. આ ટ્રેકિંગ ડિવાઈસ દ્વારા યુઝર્સ પોતાની જુદી જુદી વસ્તુઓ Find My App દ્વારા શોધી શકે છે.

Apple 10.2 inch iPad: રૂ.27,900 (મૂળ કિંમતઃ રૂ.32,900)

Apple iPad A13 બાયોનિક ચીપસેટ પર કામ કરે છે. આ આઈપેડમાં સ્ટીરીયો સ્પીકર છે. સાથે જ આ ટેબ્લેટ 12 મેગાપિક્સનો ફ્રંટ કેમેરા ધરાવે છે.

Apple iPad Mini: રૂ.46,900

Apple iPad Mini iOs 15 પર કામ કરે છે. આ આઈપેડમાં 8.3 ઈંચની રેટિના ડિસ્પ્લે છે. એપલનું આ ડિવાઈસ A15 બાયોનિક ચીપસેટ પર આધારિત છે.

Apple iPhone SE: રૂ.47,900 (મૂળ કિંમત રૂ.48,900)

4.7 ઈંચની IPS ડિસ્પ્લે ધરાવતો આ ફોન એપલની જ પોતાની A13 બાયોનિક ચીપસેટ પર કામ કરે છે. આ સ્માર્ટ ફોન બિલ્ટ ઈન સ્ટીરિયો સ્પીકર અને ડસ્ટ તેમજ વોટર રેઝિસ્ટન્સ ફીચર સાથે આવે છે.

Apple Watch SE: રૂ.31,600 (મૂળ કિંમત રૂ.32,900)

આ સ્માર્ટ વોચ તમારા સૂવાના સમયનું તમારા હ્રદયની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે. મોટી રેટિના અને બ્રાઈટ ડિસ્પ્લે આ વોચનું મુખ્ય આકર્ષણ છે.

Apple Watch Series 7: રૂ.40,899 (મૂળ કિંમત રૂ.44,900)

Apple Watch Series 7 7.45 એમએમ ડિસ્પ્લે, GPS સાથે અવેલેબલ છે. આ વોચમાં મલ્ટીપલ વર્કઆઉટ મોડની સાથે સ્લીપ ટ્રેકિંગ બીજા સંખ્યાબંધ ફીચર્સ પણ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Great Freedom Sale 2022: Discount Offers On iPhone, iPad, More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X