Amazon Flipkart Saleમાં 30 હજાર કરતા ઓછી કિંમતે મળશે ફોલ્ડેબલ ફોન્સ

By Gizbot Bureau
|

જો તમે ફોલ્ડેબલ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમને આવા ફોન્સ મોંઘા લાગી રહ્યા છે, તો હાલ તમારા માટે આવા ફોન ખરીદવાની શ્રેષ્ઠ ટક છે. જી હાં, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા સેલમાં ફ્લિપ ફોન્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટને લીધે આ ફોન્સ એમઆરપી કરતા ખૂબ જ ઓછી કિંમતે મળી રહ્યા છે. એ પણ જાણી લો કે Amazon Great Freedom Festival, Flipkart Flagship Saleમાં પહેલીવાર ફ્લિપ ફોન્સ 35,000 રૂપિયા કરતા ઓછી કિંમતે મળી રહ્યા છે. વળી આ લિસ્ટમાં Oppo, Motorola, Tecno જેવી મોટી કંપનીઓના સ્માર્ટફોન સામેલ છે, જેના બર જબરજસ્ત બમ્પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળી રહી છે. ચાલો ડિટેઈલમાં જાણીએ કે ફ્લિપ ફોન્સ પર કેવી ડીલ્સ છે.

Amazon Flipkart Saleમાં 30 હજાર કરતા ઓછી કિંમતે મળશે ફોલ્ડેબલ ફોન્સ

Oppo Find N3 Flip

આ સેલમાં ઓફર્સ બાદ આ સ્માર્ટફોનને તમે માત્ર 54,999 રૂપિયામાં ખરીદી શકો છો. માર્કેટમાં આ કિંમતમાં મળતા સૌથી પાવરફૂલ ફ્લિપ ફોન્સમાં ઓપ્પોના આ મોડેલની ગણતરી થાય છે. આ ફોન એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે, જેમની ઈચ્છા કેમેરા સેન્ટ્રિક ફ્લિપ ફોન ખરીદવાની છે. આ ફોનમાં Hasselblad બ્રાન્ડેડ કેમેરા સેટઅપ મળે છે, જે ટ્રિપલ કેમેરા સેટઅપથી સજ્જ છે. પર્ફોમન્સ માટે આ ફોનમાં 12 જીબી રેમની સાથે 256 જીબી સ્ટોરેજ અને ડાયમેન્સિટી 9200 ચિપસેટ આપવામાં આવ્યું છએ.

Moto Razr 40

મોટોરોલાના આ ફ્લિપ ફોનની કિંમત આ સેલ દરમિયાન 35,000 કરતા પણ ઓછી છે. હાલ આ ફોન માત્ર 33,749 રૂપિયામાં મળી રહ્યો છે. મોટરોલાનો રેઝર 40 ફોન 6.9 ઈંચની ડિસ્પ્લે, 4,200 mAhની બેટરીથી સજ્જ છે. આ ફોન હાલ 33,749 રૂપિયામાં ખરીદી શકાય છે.

Motorola Razr 40 Ultra

Motorola Razr 40 Ultra આ સ્માર્ટફોનની કિંમત પણ 50 હજાર કરતા ઓછી છે. સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ બાદ આ ફોનની કિંમત 46,749 રૂપિયા થવા જાય છે. આ ફોનમાં તમને 3.6 ઈંચની મોટી કવર ડિસ્પ્લે મળે છે, જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે. જ્યારે આ ફોનમાં 6.9 ઈંચની પ્રાઈમરી ફોલ્ડિંગ ડિસ્પ્લે આવે છે, જેનો રિફ્રેશ રેટ 164 હર્ટ્ઝ છે. Motorola Razr 40 Ultraમાં કંપનીએ સ્નેપડ્રેગન 8+ Gen 1 પ્રોસેસર આરપ્યું છે.

TECNO Phantom V Flip 5G

TECNO Phantom V Flip 5G આ ફોનની કિંમત તો 30 હજાર કરતા પણ ઓછી છે. આ ફોન હાલ સેલ દરમિયાન માત્ર 29,899 રૂપિયામાં મળી રહ્યો છે. હાલ માર્કેટમાં અવેલેબલ સૌથી સસ્તા ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં આ ફોન સામેલ છે. આ ફોનમાં પ્રીમિયમ ડિઝાઈનની સાથે એક સર્ક્યુલર કવર ડિસ્પ્લે મળે છે. જ્યારે આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે.

Best Mobiles in India

English summary
Amazon Flipkart sale cheaper foldable flip smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X