Vivo, Poco, Oppo સહિતના આ સ્માર્ટફોન માર્ચ મહિનામાં થશે લોન્ચ

By Gizbot Bureau
|

ટેક્નોલોજી માર્કેટ ખાસ કરીને સ્માર્ટફોનનું માર્કેટ સતત વિક્સી રહ્યું છે. યુઝર્સની સ્માર્ટફોન વાપરવાની આવરદા ઘટી રહી છે, પરિણામે રોજેરોજ નવા નવા સ્માર્ટફોન માર્કેટમાં ઠલવાઈ રહ્યા છે. ટેક્નોલોજી માર્કેટમાં ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. લગભગ દરેક કંપની રોજેરોજ નવા સ્માર્ટફોન અને વેરિયંટ લોન્ચ કરી રહી છે. ફેબ્રુઆરીની જેમ હવે માર્ચ મહિનામાં પણ નવા સ્માર્ટફોન લોન્ચ થશે.

Vivo, Poco, Oppo સહિતના આ સ્માર્ટફોન માર્ચ મહિનામાં થશે લોન્ચ

ફેબ્રુઆરી મહિનામાં Samsung Galaxy S23 સિરીઝથી લઈને Oppo Find N2 સિરીઝ સહિત ઘણા નવા સ્માર્ટફોન લોન્ચ થયા છે. હવે માર્ચ મહિનામાં પણ સંખ્યાબંધ ફ્લેગશિપ ફોન લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાંથી ઘણા બજેટ સેગમેન્ટમાં હશે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં Vivo V27 Pro, Poco X5 GT, Oppo F23 5G સહિતના ફોન લોન્ચ થવાના છે. ચાલો ડિટેઈલમાં જાણીએ માર્ચ મહિનામાં લોન્ચ થનારા ફોન્સ વિશે.

Vivo V27 Pro

Vivo V27 Pro મીડિયાટેક ડાયમેન્સિટી 8200 ચીપસેટ પર બેઝ્ડ હોઈ શકે છે. આ સ્માર્ટફોનમાં અલ્ટ્રા-સ્લિમ ડિઝાઈન ઉપરાંત 120Hz 3ડી કર્વ્ડ ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન કલર ચેન્જિનંગ બેક ડિઝાઈન સાથે લોન્ચ થશે, જે V23 સિરીઝમાં લોન્ચ થઈ હતી. આ ઉપરાંત Vivo V27 Proમાં OISની સાથે કસ્ટમ 50 MP Sony IMX766V ઈમેજિંગ સેન્સર અને ઓરા લાઈટિંગ LED ફ્લેશ મોડ્યુલ પણ હોઈ શકે છે.

Poco X5 GT

Poco X5 GTમાં કંપની 120Hz રિફ્રેશ રેટ સાથે 6.5 FHD+ AMOLED ડિસ્પ્લે મળી શકે છે. કથિત રીતે આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 7 જેન 2 ચિપસેટ પર બેઝ્ડ હશે અને Android 13 પર આધારિત MIUI 14 પર ચાલશે. Poco X5 GTમાં ટ્રિપલ કેમેરા સિસ્ટમ મળી શકે છએ, જેમાં OISની સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હોઈ શકે છે.

Oppo F23 5G

Oppo F23 5Gમાં 409 PPIની સાથે 6.4 ઈંચની AMOLED ડિસ્પ્લે આવી શકે છે. આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 690 પ્રોસેસર પર બેઝ્ડ હશે. અત્યાર સુધી લીક થયેલી માહિતી મુજબ સ્માર્ટફોનમાં પાછળની તરફ ટ્રિપલ કેમેરા સિસ્ટમ હશે, જે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા હશે. બેટરી મામલે Oppo F23 5Gમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 mAhની બેટરી પણ હોઈ શકે છે.

Moto G73

Moto G73માં મીડિયાટેક ડાયમેન્સિટી 930 ચિપસેટની સાથે 8 જીબી સુધીની રેમ મળી શકે છે. આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટની સાથે 6.5 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળી શકે છે. Moto G73માં 50 મેગાપિક્સલના પ્રાઈમરી સેન્સરની સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ હોઈ શકે છે. આ સ્માર્ટફોન 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 mAhની બેટરી આપવામાં આવી શકે છે.

જો તમે નવા સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ બ્રાન્ડેન્ડ સ્માર્ટફોનમાંથી તમે કોઈ પણ સ્માર્ટફોન પસંદ કરી શકો છો. આ ઉપરાંત પણ બીજા કેટલાક ફ્લેગશિપ ફોન માર્ચ મહિનામાં લોન્ચ થવાના છે, જેને કારણે તમારી પસંદગીની રેન્જ વિશાળ બનશે.

Best Mobiles in India

English summary
For your information, let us know that in the month of February, many smartphones like Samsung Galaxy S23 series to Oppo Find N2 series were launched.

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X