આ કારણોથી તમારો સ્માર્ટફોન થઈ શકે છે બ્લાસ્ટ, જાણો કારણ

By Gizbot Bureau
|

ઉત્તરપ્રદેશમાં બે દિવસ પહેલા જ મોબાઈલ ફાટવાને કારણે બાળકીનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. બરેલીમાં ચાર્જિંગમાં રાખએલા ફોનમાં વિસ્ફોટ થતાં 8 મહિનાની માસૂમ બાળકી ગંભીર રીતે દાઝી ગઈ અને સારવાર દરમિયાન આ બાળકીનું મૃત્યુ થયું. તો બીજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. એમડી ટૉક વાઈટી દ્વારા યુટ્યુબ પર શૅર કરવામાં આવેલા વીડિયોમાં એક યુટ્યુબર દાવો કરે છે કે તેના ઘરે Redmi 6Aમાં વિસ્ફોટ થતા તેમના કાકીનું મૃત્યુ નીપજ્યું. આ ઘટના દરમિયાન મહિલા ફોન પોતાની પાસે રાખીને સુઈ ગઈ હતી.

આ કારણોથી તમારો સ્માર્ટફોન થઈ શકે છે બ્લાસ્ટ, જાણો કારણ

ઘટના બાદ શાઓમીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કંપની આ મામલે તપાસ કરી રહી છે. જો કે, સ્માર્ટ ફોનમાં વિસ્ફોટ થવાની, આગ લાગવાની આ કોઈ પહેલીવહેલી ઘટના નથી. પાછલા કેટલાક વર્ષોમાં સ્માર્ટ ફોનમાં આગ લાગવાની કે વિસ્ફોટ થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. તમે પણ આવી દુર્ઘટનાઓમાંથી બચી શકો તે માટે અમે તમને એવા કારણઓનું લિસ્ટ આપી રહ્યા છીએ, જેના કારણે મોબાઈલમાં વિસ્ફોટ થઈ શકે છે.

1. થર્ડ પાર્ટી કેબલ અને એડેપ્ટર દ્વારા ફોન ચાર્જ કરવો

મોબાઈલ કંપનીઓ હંમેશા મૂળ એડેપ્ટર અને કેબલનો ઉપયોગ કરીને મોબાઈલ ચાર્જ કરવાની સલાહ આપે છે. સ્માર્ટ ફોનની સાથે આવતા કેબલ અ એડેપ્ટર ડિવાઈસ મુજબ ખાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે, પરિણામે તે બેટરી સુધી પૂરતો અને જરૂરી પાવર પહોંચાડે છે. જેને કારણે ફોનની બેટરીને નુક્સાન થતું નથી. સ્માર્ટફોન ચાર્જ કરવા માટે થર્ડ પાર્ટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી બેટરી વધારે ગરમ થઈ શકે છે, જેનું પરિણામ શોર્ટ સર્કિટમાં આવી શકે છે.

2. તૂટેલી બૉડીવાળા સ્માર્ટ ફોનનો ઉપયોગ

ખરાબ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાથી ફોનમાં રહેલા મિકેનિકલ કે રાસાયણિક ઘટકોને નુક્સાન પહોંચી શકે છે. આવા ફોનનો સતત ઉપયોગ કરવાથી સ્માર્ટ ફોનમાં રહેલા કેમિકલ્સમાં અસંતુલન પેદા થઈ શકે છે, જેને કારણે ઓવરહીટિંગ, શોર્ટ સર્કિટ થવાની કે આગ લાગવાની ઘટના બની શકે છે.

3. સ્માર્ટ ફોનનો હદથી વધારે ઉપયોગ

વધારે પડતી ગેમ રમવાથી કે ફોનમાં મલ્ટી ટાસ્કિંગ કરવાથી સ્માર્ટ ફોન ઝડપથી ગરમ થઈ જાય છે. વધારે પડતા ઉપયોગને કારણે ફોન કેટલો ગરમ થશે, તે ક્ષમતા સ્માર્ટ ફોનને પાવર આપતા ચીપસેટ પર આધાર રાખે છે. હાલની ટેક્નોલોજીમાં મેકર્સ પ્રોસેસરને ઓવરહીટિંગથી બચવા માટે ઘણા કૂલિંગ મિકેનિઝમ આપે છે. તેમ છતાંય સતત કલાકો સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ.

4. ચાર્જ કરતા સમયે ફોન વાપરવો કે ચાર્જિંગ દરમિયાન ફોન વાપરવો

ફોનને આખી રાત ચાર્જ કરવાથી કે પછી ચાર્જિંગ દરમિયાન સ્માર્ટફોનનો ઉપયોગ કરતા રહેવાથી ઓવરહીટિંગ થઈ શકે છે. પહેલા જણાવ્યા પ્રમાણે ઓવરહીટિંગને કારણે ફોન ફાટવાની અને આગ લાગવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. આખી રાત ફોન ચાર્જ કરવાને કારણે ફોનની બેટરી પણ ખરાબ થાય છે. જેને કારણે પણ લાંબા ગાળે શોર્ટ સર્કિટ થઈ શકે છે.

5. હાઈ ટેમ્પરેચરમાં સ્માર્ટફોન રાખવો

તમારે સ્માર્ટફોનને લાંબા સમય સુધી વધારે ગરમ વાતાવરણમાં ન રાખવો જોઈએ. ફોનને સતત તડકામાં કે કારમાં લાંબા સમય સુધી મૂકી રાખવાથી તે વધારે ગરમ થઈ શકે છે. જેને કારણે બેટરીમાં રહેલા કેમિકલ્સ અસંતુલિત થઈ શકે છે. ફોનમાં કાર્બન ડાયોક્સાઈડ કે ઓક્સિજન જેવા ગેસ પેદા થઈ શકે છે, જેને કારણે ફોનમાં બ્લાસ્ટ થવાની શક્યતાઓ વધઈ જાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
5 Reasons Why Smartphones Can Blast or Catch Fire

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X