આ 5 ફીચર ઓપ્પો A57 સ્માર્ટફોનને પરફેક્ટ સેલ્ફી સ્માર્ટફોન બનાવે છે.

Posted By: anuj prajapati

સેલ્ફી આજે લોકો માટે પહેલી પસંદ બની રહી છે. સેલ્ફી ટ્રેન્ડ ઘ્વારા ફોટોગ્રાફીને એક નવી દિશા મળી છે. જો સેલ્ફી સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો ઓપ્પો એફ1 સિરીઝ સ્માર્ટફોને તેની ઇનોવેશન કેમેરા ટેક્નોલોજી ઘ્વારા માર્કેટમાં સેલ્ફી ટ્રેન્ડ શરૂ કર્યો હતો. ઓપ્પો ઘ્વારા હાલમાં ઓપ્પો એફ1એસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. જેમાં 16 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે, જે સરળતાથી તમને ખુબ જ સુંદર સેલ્ફી આપશે.

આ 5 ફીચર ઓપ્પો A57 સ્માર્ટફોનને પરફેક્ટ સેલ્ફી સ્માર્ટફોન બનાવે છે.

ઓપ્પો હવે આ ટ્રેડિશનને આગળ વધારવા માટે બીજો એક સેલ્ફી સિરીઝ ઓપ્પો એ57 સ્માર્ટફોન લઈને આવી રહ્યું છે. જેમાં તમને તે જ કેમેરા ટેક્નોલોજી અને બેસ્ટ હાર્ડવેર સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોન ફીચરની વાત કરવામાં આવે તો તેમાં સ્નેપડ્રેગન 435 પ્રોસેસર, એડ્રેનો 505 જીપીયુ અને 3 જીબી રેમ સપોર્ટ સાથે આવી રહ્યો છે.

હોનોર 8 લાઈટ, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પહેલા જ તસવીરો લીક

આ સ્માર્ટફોન ખરીદી શકાય તેવી કિંમત 14,990 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન લીડીંગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ, અમેઝોન, સ્નેપડીલ અને ઓપ્પો રિટેલ સ્ટોર પર સરળતાથી મળી જશે.

તો એક નજર કરો ઓપ્પો એ57 સેલ્ફી સ્માર્ટફોન પર...

16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો

16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો

ઓપ્પો એ57 સ્માર્ટફોનમાં રિવોલ્યૂશનરી 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. જેમાં લાર્જ ઇમેજ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ખરાબ લાઈટ કન્ડિશનમાં પણ ખુબ જ સારી સેલ્ફી ખેંચી શકે છે. સારું ઇમેજ સેન્સર બીજા સ્માર્ટફોનની સરખામણીમાં ચાર ઘણી ઇનકમિંગ લાઈટને પકડી શકે છે અને તમને બ્રાઇટ અને વાયબ્રન્ટ સેલ્ફી આપે છે.

ફ્રન્ટ કેમેરામાં બ્યુટીફાય 4.0 મોડ આપવામાં આવ્યો છે. જે તમને સુપર સેલ્ફી લેવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ ફ્રન્ટ કેમેરો તમારો સેલ્ફી અનુભવ વધારવા માટે હોસ્ટ અને પ્લગઈન અને ફિલ્ટર્સ જેવા ફીચર આપે છે.

આ સ્માર્ટફોનની બીજી ખાસ વાત છે કે તમારે સેલ્ફી ક્લિક કરવામાં માટે શટર બટન દબાવવાની જરૂર નથી. સ્માર્ટ કેમેરા એપ પણ તેની સાથે આવી રહી છે. જેમાં અપગ્રેડ પાલ્મ ફીચર આપવામાં આવ્યું છે. તમારે ખાલી તમારો હાથ ઉઠાવવાની જરૂર છે અને તમારી પરફેક્ટ સેલ્ફી જાતે જ ખેંચાઈ જશે.

સ્ટોરેજ ચિંતા કર્યા વિના અનલિમિટેડ સેલ્ફી ખેંચો

સ્ટોરેજ ચિંતા કર્યા વિના અનલિમિટેડ સેલ્ફી ખેંચો

સ્ટોરેજ ઓપ્પો એ57 સેલ્ફી સ્માર્ટફોનનું એક બીજું ફેક્ટર છે. હવે ઓપ્પો તમને આટલો સારો સેલ્ફી કેમેરો આપી રહ્યું છે, તો સેલ્ફી સ્ટોર કરવા માટે તમને 32 જીબી ઇન્ટરનલ મેમરી પણ આપી રહ્યું છે. જેને તમે 256 જીબી સુધી વધારી શકો છો. ઓપ્પો એ57 સેલ્ફી સ્માર્ટફોનમાં ત્રણ કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે. બે કાર્ડ સ્લોટ સીમકાર્ડ માટે જ્યારે એક કાર્ડ સ્લોટ મેમરી કાર્ડ માટે આપ્યું છે.

ફાસ્ટ ફિંગરપ્રિન્ટ

ફાસ્ટ ફિંગરપ્રિન્ટ

ઓપ્પો એ57 સેલ્ફી સ્માર્ટફોન આ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યું છે કે તમારે વધારે સિક્યોરિટી બ્રિજ ફેસ કરવાની જરૂર પડે નહીં અને તમારા ડેટા સિક્યોર પણ રહે. આ સ્માર્ટફોન ફીચર લાઈટિંગ ફાસ્ટ બાયોમેટ્રિક સેન્સર તમારા હોમ બટન એમ્બેડ કરવામાં આવ્યું છે. જે તમારી આંખ બ્લિન્ક થવાની સાથે જ અનલોક કરી દેશે. આ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે તમારા સેન્સિટિવ ડેટા તમારી પરવાનગી વિના કોઈ પણ ઍક્સેસ ના કરી શકે.

એન્ડ્રોઇડ 6.0 અને 3 જીબી રેમ

એન્ડ્રોઇડ 6.0 અને 3 જીબી રેમ

ઓપ્પો એ57 સ્માર્ટફોન ઇન્ટયુઈટીવ કલર ઓએસ 3.0 પર કામ કરે છે. ઇન્ટયુઈટીવ કલર ઓએસ 3.0 એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર આધારિત છે. યુઝર ઇન્ટરફેસ અને આઈ કેચિંગ એનિમેશન તમારા સ્માર્ટફોન યુઝર અનુભવને એક અલગ લેવલ પર જ લઇ જશે.

ઓપ્પો એ57 સ્માર્ટફોન પરફોર્મર્સને લઈને કોઈ જ વાંધો નહીં આવે, કારણકે તેમાં 3 જીબી રેમ આપવામાં આવે છે. જેના કારણે તમે મલ્ટિપલ એપ્લિકેશન એક જ સમયે ચલાવી શકો છો.

પ્રીમિયમ અને ડ્યૂરેબલ ડિઝાઇન

પ્રીમિયમ અને ડ્યૂરેબલ ડિઝાઇન

ઓપ્પો એ57 સ્માર્ટફોનમાં પ્રીમિયમ મેટલ ડિઝાઇન બોડી આપવામાં આવી છે. જે તમને સારો સ્ટાઈલિશ લૂક આપે છે. આ બધું જ જોતા એક વાત તો નક્કી જ છે કે ઓપ્પો એ57 સ્માર્ટફોન સેલ્ફી લવર્સ માટે બનવવામાં આવ્યો છે.

Read more about:
English summary
OPPO A57 is designed to offer great selfies as it packs in a 16MP front camera with OPPO ISECELL technology. The smartphone has 3GB of RAM and a lighting fast fingerprint sensor

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot