Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
January 2024માં આ સ્માર્ટફોન્સ થશે લોન્ચ, જાણો કયો ફોન લેવાય?
ગત મહિને ભારતમાં iQOO, Samsung, Xiaomi સહિતની કંપનીએ iQOO 13, Galaxy A25 જેવા પ્રીમિયમ સ્માર્ટફોન્સ અને Redmi 13C સિરીઝ જોવા બજેટ ફ્રેન્ડ્લી સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. હવે જાન્યુઆરી મહિનામાં OnePlus, Vivo, Motorola, Samsung, Redmi સહિતની કંપનીઓ જુદા જુદા સેગમેન્ટમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.

Redmi Note 13 Pro series
રેડમી ભારતમાં Redmi Note 13 Pro અને Note 13 Pro + વેરિયંટ ભારતમાં 4 જાન્યુઆરીથી લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોન નવી ડિઝઆઈન સાથે લોનચ્ થવાની શક્યતા છે. જેના ટોપ મોડેલમાં પ્રીમિયમ મેટાલિક ફ્રેમ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ શિલ્ડ મળશે. આ ફોનમાં IP68 રેટિંગ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે. તો Note 13 Pro +માં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 120 વૉટનું ફાસ્ટ ચાર્ગ, મીડિયાટેક ડાયમેન્સિટી 7200 ઓક્ટાકોર પ્રોસેસર અને 5000 mAhની બેટરી મળશે.
જ્યારે સ્ટાન્ડર્ડ Note 13 Pro મોડેલમાં ક્વાલકોમ સ્નેપડ્રેગ 7 જેન 2 પ્રોસેસર 5000 mAhની બેટરી અને 120 વૉટની ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી, 6.67 ઈંચની 1.5K અમોલ્ડ ડિસ્પ્લે, 200 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા તેમજ 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા મળશ, જે LED ફ્લેશથી સજ્જ છે. જ્યારે ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા મળશે.
Vivo X100 series
વીવો પણ 4 જાન્યુઆરીએ એક વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરી રહી છે. જેમાં કંપની Vivo X100 seriesના સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સિરીઝના બંને સ્માર્ટફોનમાં 6.78 ઈંચની LTPO AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, જેh 120Hz રિફ્રેશ રેટ અને 3,000 નીટ્સની બ્રાઈટનેસ ધરાવે છે.
આ સિરીઝમાં X100 પ્રો સ્માર્ટફોનમાં 5,400 mAhની બેટરી અને100 Wનું ફાસ્ટ ચાર્જિંગ મળશે. જ્યારે X100માં 5000 mAhની બેટરી અને 120 Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. વીવોના નવા X100 સ્માર્ટપોનમાં 50 મેગાપિક્સલ, 50 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ સેન્સર અ 64 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર એમ ત્રણ કેમેરા મળશે. જ્યારે X100 પ્રોમાં V33 ઈમેજિંગ ચિપથી સજ્જ 50 મેગાપિક્સલનો ઓપ્ટિકલ પ્રીસિઝન કેલિબ્રેશનથી સજ્જ કેમેરાની સાથે 50 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 100 એમએમનો પેરિસ્કોપ લેન્સ અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા મળશે.
આ બને ડિવાઈસમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે. X100 પ્રોમા 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મળે છે, જ્યારે X100માં 12 જીબી રેમની સાથે 256 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમની સાથે 512 જીબી સ્ટોરેજ વેરિયંટ અવેલેબલ થશે.
Samsung Galaxy S24 series
Samsung 17 જાન્યુઆરીના રોજ Galaxy S24 seriesના સ્માર્ટફોન લોન્ચ કરે તેવી શક્યતા છે. જેમાં Samsung Galaxy S24, Galaxy S24 પ્લસ અને S24 અલ્ટ્રા સ્માર્ટફોન સામેલ હશે. આ ત્રણએય મોડેલ્સમાં સ્નેપડ્રેગન 8 જેન 33, ક્વાલકોમનું લેટેસ્ટ અને જબરજસ્ત પાવરફૂલ ચિપસેટ હશે. આ સ્માર્ટફોનમાં જનરેટિવ એઆઈ ફીચર્સ પણ મળશ, જે ફોટોગ્રાફીમાં યુઝર્સને મદદ કરશે. તો નાઈટ ફોટોગ્રાફી માટે ઝૂમ ફીચર પણ અવેલેબલ થશે. આ ઉપરાંત આ ફોનમાં લાઈવ ટ્રાન્સલેટ ફીચર પણ મળવાની શક્યતા છે.
Samsung Galaxy S24 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા હશે. જ્યારે Samsung Galaxy S24 પ્લસ અને અલ્ટ્રામાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા હશે.
OnePlus 12 (global variant)
OnePlus 12 ચીનમાં ડિસેમ્બર મહિનામાં લોન્ચ થઈ ચૂક્યો છે. પરંતુ ભારત સહિત વિશ્વમાં તે 23 જાન્યુઆરીના રોજ લોન્ચ થવાનો છે. આ ફોનાં ચીનમાં લોન્ચ થયેલા OnePlus 12 જેવા જ હાર્ડવેર હશે. જે એન્ડ્રોઈડ 14 પર આધારિત OxygenOS પર કામ કરશે.
આ ફોનમાં યુઝર્સને ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર મળશે, જેમાં 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સ્ટોરેજ હોઈ શકે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી હશે, જે 100 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સાથે જ આ ફોન 50 મેગાપિક્સલ, 48 મેગાપિક્સલના અલ્ટ્રાવાઈડ અને 64 મેગાપિક્સલના પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ કેમેરાથી સજ્જ હશે. જ્યારે ફ્રંટ સાઈડ તેમાં 32 મેગાપિક્સલનો કેમેરા મળશે.
OnePlus 12R
OnePlus 12ની સાથે સાથે કંપનીએ આ જ મહિનાના અંત સુધીમાં OnePlus 12R પણ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઓફિશિયલ ટીઝર અનુસાર આ સ્માર્ટફોન કૂલ બ્લૂ અને આયર્ન ગ્રે કલરમાં મળશે. કૂલ બ્લૂ વેરિયંટમાં યુઝર્સને ગ્લોસી ફિનિશ મળશે. જ્યારે આયર્ન ગ્રે મોડેલમાં મેટ ફિનિશ મળશે.
OnePlus 12Rમાં યુઝર્સને ડાબી બાજુ ટ્રેડમાર્ક એલર્ટ સ્લાઈડર મળશે. આ ફીચરને કારણએ કંપની હવે ફોનમાં નવી ઈન્ટિગ્રેડેટ એન્ટેના સિસ્ટમ આપી રહી છે, જેને કારણે ગેમિંગ સેશન દરમિયાન યુઝર્સ વધુ સારી કનેક્ટિવિટી મેળવી શક્શે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 ચીપસેટ મળે છે, સાથે જ ફોટોગ્રાફી માટેના હાર્ડવેર પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે.
Motorola Moto G34 5G
મોટોરોલાએ ગત મહિને આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, જે વેચાણ માટે આ મહિનાથી અવેલેબલ થશે. આ સ્માર્ટફોનમાં 6.5 ઈંચની HD+ OLED ડિસ્પ્લે મળે છે, જે 120 હર્ટઝનો રિફ્રેશ રેટ, ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 ઓક્ટા કોર પ્રોસેસર, ડ્યુઅલ કેમેરા મોડ્યુલ 50 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ, તેમજ 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા ધરાવે છે. 5000 mAhની બેટરી ધરાવતા આ ફોનમાં 20 વૉટનું ચાર્જર પણ મળવાનું છે.
Oppo Reno11 series
ઓપ્પો પણ પોતાના બે નવા સ્માર્ટ ફોન Oppo Reno11 અને Oppo Reno11 પ્રો 11 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાંથી Oppo Reno11 પ્રોમાં 6.7 ઈંચની OLED ડિસ્પ્લે મળશે, જે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે, સાથે જ 1600 નીટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આ ફોનમાં ક્વાલકોમન સ્નેપડ્રેગન 8 જેન 1 પ્રોસેસર, એન્ડ્રોઈડ 14 પર આધારિત ColorOS 1, 4,700 mAh બેટરી જે 80 વૉટના ચાર્જિંગને સપોર્ટ કરે છે તે મળશે. આ ઉપરાંત આ ફોનમાં 50 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અ 32 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ મળશે. જ્યારે ફ્રંટ સાઈડ 32 મેગાપિક્સલનો કેમેરા મળશે. તો Oppo Reno11માં OLED ડિસ્પ્લે મળશે, જે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 950 નીટ્સની બ્રાઈટનેસ ધરાવે છે.
આ ફોનમાં યુઝર્સને મીડિયાટેક ડાયમેન્સિટી 8300 ઓક્ટા કોર પ્રોસેસર, એન્ડ્રીડ 14 પર આધારિત કલર ઓએસ અને 50 મેગાપિક્સ, 32 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ તેમજ 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એમ ટ્રિપલ કેમેરા મળશે. જ્યારે ફ્રંટ સાઈટ 32 મેગાપિક્સલનો કેમેરા હશે. આ ઉપરાંત આ ફોનમાં 4,800 mAhની બેટરી મળશે, જે 67 વૉટના ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Asus ROG Phone 8 series
તાઈવાનની કંપની આસુઝ પણ 16 જાન્યુઆરીના રોજ નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ ન્યૂ જનરેશv Asus ROG Phone 8 series ચીનમાં લોન્ચ કરવાની છે. મળતી માહિતી મુજબ કંપની Asus ROG Phone 8 અને Phone 8 Ultimate એમ બે વેરિયંટ લોન્ચ કરશે. જેમાં 6.78 ઈંચની ફૂલ એચડી પ્લસ AMOLED પેનલ હશે, જે 165 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ સ્ક્રીન કોર્નિંગ ગોરિલ્લા વિક્ટસ શીલ્ડ હશે, સાથે જ ઈન સ્ક્રીન ફિંગર પ્રિન્ટ સેન્સર પણ હશે.
આસુઝના આ બંને સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 SoC પ્રોસેસર હશે. તો Asus ROG Phone 8માં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે. જ્યારે Asus ROG Phone 8 પ્રો મોડેલ્સમાં 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ મળે છે. આ બંને સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા અને 5,500 mAhની બેટરી હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications