જિયો પાર્ટનર એરવાયર, ભારતમાં આપશે એક અલગ કેબ સુવિધા

રિલાયન્સ જિયો ઘ્વારા એરવાયર ટેક્નોલોજીને પસંદ કરવામાં આવી છે. જેની મદદથી તેઓ ભારતમાં કનેક્ટેડ કેબ સર્વિસ આપશે.

By Anuj Prajapati
|

રિલાયન્સ જિયો ઘ્વારા એરવાયર ટેક્નોલોજીને પસંદ કરવામાં આવી છે. જેની મદદથી તેઓ ભારતમાં કનેક્ટેડ કેબ સર્વિસ આપશે.

જિયો પાર્ટનર એરવાયર, ભારતમાં આપશે એક અલગ કેબ સુવિધા

એરવાયર કનેક્ટેડ કાર ડિવાઈઝ ઉપકરણો ચલાવે છે. જિયો સમગ્ર ભારતમાં 4G/LTE નેટવર્ક વધ્યા જેમ હોટસ્પોટ લક્ષણો, સ્થાન આધારિત એપ્લિકેશન્સ, ઓટોમોબાઇલ ટેલીમેટિક્સ, સુરક્ષા અને સલામતી કાર કનેક્ટ એપ્લિકેશન્સ અને સેવાઓને સક્રિય છે.

દેબાશીશ બાગચી જેઓ એરવાયર ટેક્નોલોજીમાં પ્રેસિડેન્ટ અને સીઈઓ છે, તેમને રિલાયન્સ જિયો સાથે કરવામાં આવેલા જોડાણ વિશે વાત કરતા જણાવ્યું કે તેઓ ખુબ જ આનંદિત છે કે તેઓ કનેક્ટેડ કાર સર્વિસ ઓફર કરી રહ્યા છે. તેમને આગળ જણાવ્યું કે કનેક્ટેડ કાર માર્કેટમાં રિલાયન્સ જિયોનું કમિટમેન્ટ અને ફોકસ બેસ્ટ સર્વિસ આપશે. રિલાયન્સ જિયો વેહિકલ ડ્રાઇવિંગ અને ઓનરશિપમાં યુઝરને બેસ્ટ સર્વિસ આપશે.

જિયો ઘ્વારા સિસ્કો સાથે આઈપી નેટવર્ક ડીલ સાઈન કરવામાં આવી

રિલાયન્સ જિયો, એરવાયર ટેક્નોલોજી સાથે ખુબ જ નજીકથી કામ કરી રહી છે. જેના કારણે તેઓ યુઝરને એક અલગ પ્રકારની પ્રોડક્ટ આપી શકે અને એપ સર્વિસ ઘ્વારા યુઝરને બેસ્ટ ડ્રાઇવિંગ અનુભવ પણ કરાવી શકે. ડ્રાઇવિંગ, ઓનરીંગ, મૈનટૈનિંગ, અને વેહિકલ સિક્યોર રિલાયન્સ જિયો કાર કનેક્ટેડ અને એરવાયર ડિવાઈઝની મદદથી બિલકુલ બદલાઈ જશે.

એરવાયર કનેક્ટેડ કાર ડિવાઈઝ સ્માર્ટફોન એપની મદદથી યુઝરને વેહિકલ વિશે માહિતી આપશે. આ ડિવાઈઝ કાર ચોરી સમયે ઓનરને એલર્ટ આપે છે અને કારની મુવમેન્ટ વિશે પણ માહિતી આપે છે. તેના ઘ્વારા યુઝરને બધા જ પ્રકારની માહિતી જેવી કે ઓઈલ સ્ટેટ્સ, ટાયર પ્રેસર, વોટર લેવલ, ફ્યુલ ઇન્ફોરમેશન, બેટરી ચેન્જ એલર્ટ વગેરે વિશે જણાવે છે.

તે યુઝરને મોબાઈલ ફોન ઘ્વારા એલર્ટ પણ આપે છે જયારે તેમની કાર બરાબર બંધ કરવામાં આવી ના હોય. આ ડિવાઈઝ એવા લોકો માટે ખુબ જ અગત્યની છે જેઓ પોતાના ડ્રાઈવર પર નજર રાખવા માંગતા હોય. આગળની સર્વિસમાં વેહિકલ પરફોર્મન્સ, મેન્ટેનન્સ અને એન્ટરટેઇન્મેન્ટ સુવિધા આપવામાં આવી છે. હાલમાં આ પ્રોડક્ટ એક ફિલ્ડ ટ્રાયલ પર છે, પરંતુ ખુબ જ જલ્દી તેને લોકો સામે લાવી દેવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
The product is currently in field trial and will be available in quantity soon.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X