જો તમે એક બેટમેન ફેન હો તો આ એન્ડ્રોઇડ ગેમ અત્યારે જ તમારા ફોન માં ડાઉનલોડ કરો

By: Keval Vachharajani

Telltale ગેમ્સ એ અંતે પોતાની બેટમેન ની એપિસોડીક સીરીઝ ગેમ હવે એન્ડ્રોઇડ પલટફોર્મ માટે બહાર પાડી છે. આ સુપર હીરો ગેમ પહેલે થી જ કોન્સોલ, ડેસ્કટોપ, અને ios પર ઉપલબ્ધ હતી.

જો તમે એક બેટમેન ફેન હો તો આ એન્ડ્રોઇડ ગેમ અત્યારે જ તમારા ફોન માં ડાઉ

જયારે કોન્સોલ અને ડેસ્કટોપ યુઝર્સ ત્રીજા એપિસોડ સુધી આ ગેમ નો અનુભવ કરી શકે છે, અને ios યુઝર્સ બીજા એપિસોડ સુધી આ ગેમ ને રમી શકે છે, ત્યારે એન્ડ્રોઇડ યુઝર્સ માત્ર 1 જ એપિસોડ રમી શકે છે.

તેમ છત્તા એન્ડ્રોઇડ યુઝર્સ ફાયદા માં છે કેમ કે તેઓ 1 એપિસોડ ને ફ્રી માં ડાઉનલોડ કરી અને રમી શકે છે જયારે ios યુઝર્સ ને રમવા માટે પણ 300rs આપવા પડે છે.

# બેટમેન ફેન્સ માટે ખુશ ખબર

# બેટમેન ફેન્સ માટે ખુશ ખબર

જો તમે પણ એક સુપરહીરો ફેન હો અને તેમાં પણ ખાસ કરી ને જો બેટમેન ના તો, આ ગેમ તમારે અચૂક રમવી જ જોઈએ. આ ડાર્ક નાઈટ અને એપિસોડ 1 રીલમ ઓફ શેડોઝ(અને આખી સિરીઝ) ઉપર એક નવો ટેક છે. અને આમા બેટમેન ના અલ્ટર ઈગો બ્રુસ વેઇન પર પણ ઘણો ભાર મૂકવા મા આવ્યો છે. તમારે એક ગેમર તરીકે બંને બેટમેન અને બ્રુસ વેઇન બન્ને ને ધ્યાન માં રાખી ને નિર્ણયો કરવા ના રહેશે। કે જે તમને ગેમ માં આગળ કામ આવશે.

અને બેટમેન ના બીજા બધા ખાસ લોકો છે તે પણ આ ગેમ માં તમને જોવા મળશે જેમ કે વિલન આલ્ફ્રેડ, કમિશનર ગોરડન, કેટ વુમન, અને બીજા ઘણા બધા.

# મનોરંજક મલ્ટિપ્લેયર મોડ

# મનોરંજક મલ્ટિપ્લેયર મોડ

જ્યાં તમે બેટમેન તરીકે ગોથમ શહેર માં ગુનાહો સામે લડી શકશો, અને telltale ગેમ્સ દ્વારા એક એક્દમ નવું ફીચર ક્રોઉડ પ્લે કરી ને મુકવા માં આવ્યું છે. કે જે દર્શકો ને કંટ્રોલ કરવા દે છે અને તમે જે નિર્ણય પછી લેશો તેના વિષે મત પણ આપી શકે છે. ક્રોઉડ પ્લે એક શેર કરી શકાય તેવી એક વેબ લિંક બનાવે છે, કે જેમાં માણસો જુદા જુદા ડાઈલોગ પર પોતાનો મત આપી શકે છે, કે જે પછી લાઈવ સ્ક્રીન પર મુકવા માં આવે છે.

અને આ એક નવો મલ્ટીપ્લેયર ગેમ છે જેમાં તમે, રીયલ લાઈફ ગેમર ની વ્યૂહરચના સાથે પણ તમારે ડીલ કરવા નું રહેશે.

# ગેમ પ્લે એ ખુબ જ સરળ નથી

# ગેમ પ્લે એ ખુબ જ સરળ નથી

અમે આ 800MB ની ગેમ સેમસંગ ગેલેક્સી s7 એજ પર ડાઉનલોડ કરી તેમ છત્તા ગેમિંગ નો અનુભવ સંતુષ્ટિ આપે તેવો નતો. ઘણા બધા ફ્રેમ ડ્રોપ અને ખુબ જ લેગિનેસ ને લીધે ગેમ રમવા ની મજા એક્દુમ જતી રહે છે.

સોફ્ટવેર અપડેટ દ્વારા આ બધા પ્રોબ્લેમ કદાચ સોલ્વ થઇ જાય પરંતુ અત્યાર પૂરતું તો તમારે આની સાથે ડીલ કરવું જ પડશે.

# ખુબ જ ઓછા એન્ડ્રોઇડ સ્માર્ટફોન માં સુપોર્ટ કરે છે

# ખુબ જ ઓછા એન્ડ્રોઇડ સ્માર્ટફોન માં સુપોર્ટ કરે છે

હાલ પૂરતું આ ગેમ માત્ર એન્ડ્રોઇડ માર્શમેલો 6.0 અને લોલીપોપ નું વર્ઝન કે જે ઓપનGL 3.1 ને સપોર્ટ કરતુ હોઈ તેવા ફોન્સ માટે જ ઉપલબ્ધ છે. આવતા થોડા સમય પછી આ લિસ્ટ માં વધુ ફોન જોડાશે.


Read more about:
English summary
Download and play Batman: The Telltale Series Episode 1 at free of cost.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot