Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બેંગ્લોર એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ બનશે સરળ, બહાર નહીં કાઢવા પડે ગેજેટ્સ
બેંગ્લોરનું કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું પહેલું એવું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, જ્યાં સિક્યોરિટી ચેકિંગ દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ જેવા પર્સનલ ઈલેક્ટ્રિક ડિવાઈસ બેગમાંથી કાઢીને ટ્રેમાં નહીં મૂકવા પડે. તે તેને બેગમાં જ રાખીને બેગ સ્કેન કરાવી શકો છો.
આ નવી શરૂઆત ટર્મિનલ 2 પર કરવામાં આવશે. આ શરૂઆતને કારણે સિક્યોરિટી ચેકમાં લાગતો સમય બચશે અને મુસાફરોને પણ સરળતા રહશે. T2 પર CTX એટલેકે કમ્પયૂટર ટોમોગ્રાફી એક્સ રે મશીનનું ટ્રાયલ આગામી અટવાડિયાઓમાં શરૂ થઈ જશે. આ નવી સિસ્ટમ શરૂઆતમા માત્ર ડોમેસ્ટિક મુસાફરો માટે જ હશે. આ સિસ્ટમ ડિસેમ્બર 2023 બાદ ચાલુ થવાની શક્યતા છે.

બેંગ્લોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર સત્યકી રઘુનાથના કહેવા પ્રમાણે T2 પર CTX ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થશે. તેમના કહેવા પ્રમાણે CTX મશીનને ઓટોમેટિક ટ્રે રિટ્રીવલ સિસ્ટમ અને ફૂલ બોડી સ્કેનર સાથે ઈન્ટીગેટ કરવામાં આવશે. આ માટે ટીટુ પર ત્રણ ફૂલ બોડી સ્કેનર લગાવવામં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે CTX એક એક્સપ્લોઝિવ ડિટેક્શન ડિવાઈસ છે. જેનો ઉપયોગ બેગેજમાં રહેલા એક્સપ્લોઝિવના ડિટેક્શન માટે થાય છે. ARTS એક રોલર બેઝ્ડ સેટ અપ છે, જે મુસાફરોનો સામાન લઈને ટ્રેને સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પરત મોકલી આપે છે. ફૂલ બોડી સ્કેનરનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિના શરીર પર અથવા શરીરની અંદર રહેલા ઓબ્જેક્ટને શોધવા માટે કરવામાં આવે છે.
CTX મશીનના ફાયદા
આ મશીનનો ઉપયોગ શરૂ થવાથી પેસેન્જર્સે પોતાના લેપટોપ અને ચાર્જર બેગમાંથી બહાર નહીં કાઢવા પડે. સ્ક્રીન માટે 3ડી ઈમેજ ક્વોલિટીનો ઉપયોગ થવાથી સિક્યોરિટી મજૂબત થશે. સિક્યોરિટી સ્ક્રીનીંગ પર ટ્રેની સંખ્યા ઘટી જશે. સમય બચશે અને કામ સરળ બનશે.
ટર્મિનલ ટૂ છે શ્રેષ્ઠતાનો પર્યાય
કર્ણાટક એરપોર્ટનું ટર્મિનલ ટુ ટર્મિનલ ઈન ધ ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ ટર્મિનલનું ઉદઘાટન નવેમ્બર 2022માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું. જેનો ઉપયોગ જાન્યુઆરી 15, 2023ના રોજથી શરૂ થયો છે. જ્યારે 12 સપ્ટેમ્બરથી તેના પર ઈન્ટરનેશનલ ટુરિસ્ટ પણ ટ્રાવેલ કરી રહ્યા છે.
જ્યારે ટર્મિનલ 1 પર માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો ટ્રાવેલ કરે છે. જેને લીધે ટર્મિનલ 2 હવે માત્ર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ તેમ જ એર એશિયા, એર ઈન્ડિયા, સ્ટાર એર અને વિસ્તારા જેવી ગણતરીની ડોમેસ્ટિક ફ્લાઈટ માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રમિનલ 2ના ફર્સ્ટ ફેઝનું કંસ્ટ્રક્શન અંદાજે 13 હજાર કરોડ રૂપિયામાં થયું છે. આ ટર્મિનલ 2.5 લાખ સ્ક્વેર મીટરમાં પથરાયેલું છે. જ્યારે તનો બીજો ભાગ 4.41 લાખ સ્ક્વેર મીટરનો હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications