તમારી બ્રેઈન એકટીવિટી ને વધારવા માટે 5 ફ્રી ગેમ્સ

By: Hitesh Vasavada

આજ ની આ ફાસ્ટ પેસ્ડ વાળી લાઈફ માં આપડે હંમેશા આપડી હેલ્થ નું ધ્યાન રાખવા નું ભૂલી જઈએ છીએ. ઓછા માં ઓછું આપડે એટલું કરી શકીએ કે હેલ્થી ફૂડ ખાઈએ જિમ કે સ્પોર્ટ્સ ક્લબ ની મેમ્બરશિપ લઈએ.

તમારી બ્રેઈન એકટીવિટી ને વધારવા માટે 5 ફ્રી ગેમ્સ

પણ આ બધી વસ્તુઓ થી તો તમે શારીરિક રીતે તંદુરસ્ત રહી શકો પણ મેન્ટલ હેલ્થ નું શું? શું આપડે તેને ફિટ રાખવા માટે પૂરતો પ્રયાસ કરીએ છીએ? જો તમારો જવાબ ના હોઈ તો હવે સમય આવી ગયો છે કે તમે તેનું મહત્વ સમજો. હેલ્થી મગજ પણ એટલુંજ જરૂરી છે જેટલું હેલ્થી શરીર અને તેને હેલ્થી રાખવા માટે જુદી જુદી કસરતો કરાવવી પડે છે.

એક રસ્તો એ છે કે તમે મેડિટેશન કરો યોગા કરો તેના થી આપણું મગજ શાંત થશે, પણ આપડે એ વાત નું ભી ધ્યાન રાખવા નું છે કે આપડા મગજ ના ચેતાકોષો ને પણ સરખી કસરત મળે. શું તમે માનશો કે આ બધી વસ્તુ તમે તમારા સ્માર્ટફોન દ્વારા જ કરી શકશો, હા અહ્યા અમે અમુક એવી એપ્સ લિસ્ટ આઉટ કરી છે કે જે તમને તર્ક અને એકાગ્રતા, કોન્સેન્ટ્રેશન પાવર અને મેમરી વધારવા માં મદદ કરશે.

#1 એલિવેટ ગેમ ટ્રેનિંગ

#1 એલિવેટ ગેમ ટ્રેનિંગ

આ એપ તમને તમારી કૉમ્યૂનિકેશન સ્કીલ સુધારવા માં મદદ કરશે અને આ એપ માં 30 કરતા પણ વધુ ફન અને ચેલેન્જિંગ ગેમ્સ છે જેના દ્વારા તમે તમારી જ્ઞાનાત્મક કુશળતા વધારી શકો છો. આ ગેમ્સ માં મૂળભૂત વ્યાકરણ, શબ્દભંડોળ, ગણિત કુશળતા મેમરી, વગેરે નો સમાવેશ કરવા માં આવે છે.

ટ્રેનિંગ સેશન માં તમને એક પેરેગ્રાફ આપવા માં આવશે કે જે ઓડિયો અથવા તો ટેક્સ્ટ કોઈ પણ પ્રકાર માં હોઈ શકે તેમાંથી તમારે આપેલા સમય ની અંદર તેમાં થી ભૂલ ગોતવા ની રહેશે. તમે તમારા રોજબરોજ ના વર્કઆઉટ ને પર્સનલાઇઝ પણ કરી શકો છો અને બીજા યુઝર્સ સાથે સરખાવી પણ શકો છો.

#2 લુમોસીટી

#2 લુમોસીટી

લુમોસીટી એ સ્માર્ટફોન માં સૌથી વધુ વ્યાપક રીતે રમાતી બ્રેઈન ટ્રેનિંગ ગેમ છે, કે જે વિશ્વભરમાં 5 મિલિયન યુઝર્સ દ્વારા રમાય છે.આ એપ માં 40 કરતા પણ વધુ જ્ઞાનાત્મક ગેમ્સ છે કે જે ન્યૂરોસાયન્ટિસ્ટો દ્વારા તૈયાર કરવા માં આવી છે. અને આ ગેમ્સ તમારી ધ્યાન શક્તિ, મેમરી, માનસિક કૌશલ્ય અને નિર્ણયો કરવાની ક્ષમતા માં સુધારો કરશે. આ એપ નો ઉપીયોગ કરવો ખુબ જ સરળ છે અને તમે તમારો પર્ફોર્મન્સ ગ્રાફ ને બીજા યુઝર્સ ની સાથે શેર પણ કરી શકો છો.

#3 ન્યુરોનેશન બ્રેઇન ટ્રેનિંગ

#3 ન્યુરોનેશન બ્રેઇન ટ્રેનિંગ

અમારી આ લિસ્ટ માં હવેની જે એપ છે એ ખાસ કરી ને ન્યુરોસાયન્ટિસ્ટો ની સલાહો થી બનાવવા માં આવી છે. ન્યુરોનેશન માં 60 કરતા પણ વધુ બ્રેઇન એકટીવીટી છે કે જેનો 4 મુખ્ય શ્રેણી માં સમાવેશ કરવા માં આવ્યો છે, ન્યૂમરસીની, મેમરી, તર્ક અને દ્રષ્ટિકોણ. તમારે આ લેવેલ્સ ને રમવા માટે થોડી તાલીમ ની જરૂર પડે જેના માટે ડેવલોપર્સ એ જુદા જુદા દરેક શ્રેણી માટે ટ્રેનિંગ સેશન પણ બનાવ્યા છે. આ બધા ટ્રેનિંગ સેશન્સ તમને કલર સ્કીમ યાદ રાખવા માં, શેઈપ, નંબર, વગેરે જેવી વસ્તુ ઓ યાદ રાખવા માં મદદ કરશે.

#4 મેથ્સ ટ્રીકસ

#4 મેથ્સ ટ્રીકસ

જો તમને આંકડા ઓ અને મુશ્કેલ ગણતરીઓ થી રમવું ગમતું હોઈ તો આ એપ તમારા માટે જ છે. આ એપ માં એવા ઘણા બધા સેશન રાખવા માં આવેલા છે કે જે તમને તમારી ગણતરી ની ઝડપ માં વધારો કરાવશે. આ એપ ની પાછળ ડેવલોપર્સ નો હેતું એ છે કે તમારી રોજબરોજ ની એકટીવીટી માં તમારું મગજ વધુ સારી રીતે અને ઝડપ થી કામ કરી શકે. આ એપ માં ટ્રેનિંગ સેશન મેથેમેટિકલ પ્રિન્સીપલ્સ ની રીતે જુદા પાડેલા છે. જેમ.કે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ટકાવારી, અને બીજી ઘણી બધી રીતે. આહ્યા અઘરું કામ માત્ર એ જ છે કે તમારે ગણતરી 15 સેકન્ડ ની અંદર પુરી કરવા ની રહેશે. છત્તા તમે દરેક લેવલ માં ડિફીકલીટી લેવલ સેટ કરી શકો છો પરંતુ વધુ માં વધુ તમે લિમિટ 15 સુધી જ સેટ કરી શકો છો.

#5 બ્રેઈન વૉર

#5 બ્રેઈન વૉર

બ્રેઈન વોર એ એક સૌથી વધુ સ્પર્ધાત્મક અને સૌથી વધુ એડિકટીવ બ્રેઈન ટ્રેનીંગ ગેમ છે. આ એપ માં 10 કરતા પણ વધુ ગેમિંગ સેશન ના પ્રકાર આપવા માં આવેલ છે, તમારી વિશ્લેષણાત્મક સ્કીલ, મેથ્સ સ્કીલ, જજમેન્ટ ની ક્ષમતા, અને મેમરી જાળવી રાખવા ની પાવર માં વધારો કરશે. દરેક સેશન 20 થી 50 સેકન્ડ નો હોઈ છે. તમે દુનિયા ના કોઈ પણ યુઝર સાથે સ્પર્ધા પણ કરી શકો છો. તેના માટે તમારે માત્ર સ્ક્રીન ની નીચે આપેલા ચેલેન્જ બટન પર ક્લીક કરવા નું રહેશે અને બસ ત્યાર બાદ તમને માથા ની ટક્કર દેવા ગેમ કોઈ યુઝર ને ગોતી કાઢશે.

Read more about:
English summary
Want to be next Einstein? Train your mind with these games and keep your mental wellness in check.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot