Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube Shorts Download: બસ આટલા સ્ટેપ્સ અને ડાઉનલોડ થઈ જશે શોર્ટ્સ વીડિયો
આજકાલ ડિજિટલ દુનિયામાં શોર્ટસ વીડિયો પ્લેટફોર્મની ભરમાર છે. નાનાથી લઈને વૃદ્ધો સુધી બધા જ શોટ્સ વીડિયોની દુનિયા માણી રહ્યા છે. TikTokથી શરૂ થયેલી આ સફર હાલ ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ સહિત કેટલીક ભારતીય એપ્સ દ્વારા આગળ વધી રહી છે. માર્કેટમાં શોર્ટ વીડિયોઝની સંખ્યાબંધ એપ હોવા છતાંય, રોજેરોજ આવા વીડિયોઝની ડિમાન્ડ વધી રહી છે.

ટિકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ ભારતીય માર્કેટમાં બિલાડીના ટોપની જેમ ભારતીય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ફૂટી નીકળ્યા છે. પરંતુ ટિકટોક જેવી સફળતા હજી સુધી કોઈને નથી મળી. જો કે ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ પોતાનું થોડુ ઘણું સ્થાન બનાવી શક્યા છે.
નથી ડાઉનલોડ થતા શોર્ટ વીડિયો એપ્સના વીડિયોઝ
આવા શોર્ટ વીડિયોઝ જોનાર લોકો પોતે તો જાતજાતના કન્ટેન્ટને માણે જ છે, સાથે જ તેઓ તેમને જે કન્ટેન્ટ મળે, તે બીજાને મોકલવા ઈચ્છતા હોય છે, અથવા પોતાની પ્રોફાઈલ પર અપલોડ કરવા ઈચ્છતા હોય છે. પરંતુ એક પણ એપમાંથી તમે વીડિયોઝ ડાઉનલોડ કરી શક્તા નથી. ખાસ કરીને યુટ્યુબ શોર્ટ્સની વાત કરીએ તો અહીં યુઝ્સ 30 સેકન્ડથી 1 મિનિટનું કન્ટેન્ટ બનાવીને અપલોડ કરે છે. આ જ કારણે આ વીડિયોઝ વધુ જોવાય છે.
જો તમને આવા વીડિયોઝ પસંદ આવે છે અને તમારે તે ડાઉનલોડ કરવા છે, તો તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. ધારો કે તમને કોઈ રીલ કે યુટ્યુબ શોર્ટ પસંદ આવ્યો છે, અને તમારે તેને ડાઉનલોડ કરવો છે, તો એપમાં તેનો કોઈ વિકલ્પ નથી.
થર્ડ પાર્ટી એપનો કરવો પડશે ઉપયોગ
પરંતુ તમે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને આ વીડિયોઝ તમારા મોબાઈલમાં સ્ટોર કરી શકો છો. આવી જ એક એપ વિશે અને ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ વિશે અમે તમને માહિતી આપીશું. જેના દ્વારા તમે સરળતાથી આ વીડિયોઝ ડાઉનલોડ કરી શક્શો.
આ વેબસાઈટ કરશે તમારી મદદ
કોઈ પણ યુટ્યુબ શોર્ટ વીડિયો ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે Shortnoob વેબસાઈટ તમારા બ્રાઉઝરમાં સર્ચ કરવી પડશે. આ વેબસાઈટની મદદથી તમે યુટ્યુબના શોર્ટ્સ સરળતાથી ડાઉનલોડ કરી શક્શો. આ વેબસાઈટ ખોલ્યા પછી, તમને જે યુટ્યુબ શોર્ટ વીડિયો પસંદ આવ્યો છે, તેની લિંક કોપી કરીને અહીં પેસ્ટ કરવાની રહેશે.
બસ આટલા સ્ટેપ્સ કરો ફોલો
આટલું કર્યા પછી સર્ચ બટન પર ક્લિક કરો અને ધીરે ધીરે નીચેની તરફ સ્ક્રોલ કરતા જાવ. અહીં તમને યુટ્યુબ શોર્સ્ટ વીડિયો ડાઉનલોડ નામનો વિકલ્પ જોવા મળશે. બસ આ વિકલ્પ પર ક્લિક કરો અને તમારો વીડિયો થઈ જશે ડાઉનલોડ. હવે આ વીડિયો તમે ઈચ્છો તેને વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક મેસેન્જરમાં સ્ટોર કરી શકો છો. અથવા તમને મન થાય ત્યારે તમારા મોબાઈલ સ્ટોરેજમાંથી ઓપન કરીને જોઈ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications