Just In
- 14 hrs ago
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
- 19 hrs ago
Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર
- 1 day ago
OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો
- 1 day ago
iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ
Whatsapp Account એક સાથે બે ફોનમાં ચલાવી શકાશે, જાણો કેવી રીતે?
હાલ મેસેજિંગ એપ્સમાં વ્હોટ્સ એપ સૌથી વધારે પોપ્યુલર છે. એટલે સુધી કે યુઝર્સ વ્હોટ્સ એપને એક જ સમયે બે જુદા જુદા ડિવાઈસમાં વાપરવા ઈચ્છી રહ્યા છે. જો કે હવે, વ્હોટ્સ એપ એક એવું ફીચર લાવ્યું છે, જેની મદદથી તમારું આ કામ સરળ થઈ જશે. તમે વ્હોટ્સએપને એક સાથે બે જુદા જુદા ડિવાઈસમાં એક સાથે ચલાવી શક્શો.

બીજી રીતે કહીએ તો વ્હોટ્સ વેબ અને વ્હોટ્સ એપ ફોર પીસી અથવા macOS પર તમારો ફોન કનેક્ટ કર્યા વગર પણ તમે વ્હોટ્સ એપ વાપરી શકો છો. પરંતુ આ ફંક્શન હાલ કેટલીક લિમિટેડ ડિવાઈસ પર જ ઉપલબ્ધ છે. વ્હોટ્સ એપ ટૂંક સમયમાં આ જ ફીચરને મોબાઈલ ફોન એપ્લીકેશન માટે પણ રોલ આઉટ કરી શકે છે.
વ્હોટ્સ એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે નવું ફીચર
વ્હોટ્સ એપના આ નવા ફીચરનું નામ કમ્પેનિયન મોડ છે. જે તમારા વ્હોટ્સ એપ ચેટની હિસ્ટ્રીને એક કરતા વધુ ડિવાઈસ પર સિન્ક્રોનાઈઝ કરે છે. સરળ રીતે કહીએ તો ટેલિગ્રામની જેમ વ્હોટ્સ એપ હવે એક સાથે એક કરતા વધુ ડિવાઈસમાં સચાલશે. WABetaInfo એ તાજેતરમાં જ વ્હોટ્સ એપના એન્ડ્રોઈડ વર્ઝન 2.22.15.13ના બીટા વર્ઝનમાં પોપ અપ ઈન્ડિકેટર તરીકે આ કમ્પેનિયન મોડ હોવાનો ખુલાસો કર્યો છે. બહાર આવેલા સ્ક્રીન શોટ મુજબ વ્હોટ્સ એપ બે કનેક્ટેડ ડિવાઈસની ચેટ હિસ્ટ્રી સિન્ક્રોનાઈઝ કરી રહ્યું છે.
કેમ ઉપયોગી છે કમ્પેનિયન મોડ?
હાલ વિશ્વમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જે વ્હોટ્સ એપનો ઉપયોગ નહીં કરતો હોય. આજકાલ મોટા ભાગના કમ્યુનિકેશન વ્હોટ્સ એપ પર થઈ રહ્યા છે. દિવસ દરમિયાન જુદા જુદા ડિવાઈસનો ઉપયોગ કરનાર લોકો માટે જરૂરી છે કે તેમની દરેક ડિવાઈસમાં વ્હોટ્સ એપ સપોર્ટ કરતું હોય. અત્યાર સુધી વ્હોટ્સ એપ સ્માર્ટ ફોન, પીસી, મેક અને વેબ વર્ઝનમાં સપોર્ટ કરતું હતું. પરંતુ જો તમે એક જ અકાઉન્ટ એક સમયે માત્ર એક જ ફોનમાં વાપરી શક્તા હતા. હવે કમ્પેનિયન મોડ આ સમસ્યાનો ઉકેલ લાવશે.
ડેટા ટ્રાન્સફર માટે કેબલને કહી દો ના
તમે તમારું વ્હોટ્સ એપ અકાઉન્ટ એક સમયે એક સાથે બે જુદા જુદા ફોનમાં ચલાવી શક્શો. તમારા બંને ડિવાઈસ માટે કમ્પેનિયન મોડ ચેટ હિસ્ટ્રીને સિન્ક્રોનાઈઝ કરી દેશે. હાલ વ્હોટ્સ એપ આ ચેટ માઈગ્રેશનનું ફંક્શન એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ માટે આપી રહ્યું છે. આ માટે તમારે ડેટા ટ્રાન્સફર કરવા એક કેબલની જરૂર પડે છે. પરંતુ કમ્પેનિયન મોડ આવવાથી તમે ઈન્ટરનેટના માધ્યમથી આ કામ સરળતાથી કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086