ફેસબુક મેસેન્જર પર કોઈ વ્યક્તિને બ્લોક કર્યા વિના તેના મેસેજને હંમેશા માટે કઈ રીતે ઇગ્નોર કરવા

By Gizbot Bureau
|

આજના સમયની અંદર મોટાભાગના લોકો મેસેજિંગ એપ્લિકેશન તરીકે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ નથી કરતા પરંતુ તેમ છતાં આજે ઘણા બધા લોકો એવા છે જે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે વાત કરવા માટે ફેસબુક મેસેન્જર નો સહારો લેતા હોય છે. પરંતુ ફેસબુક ની અંદર ઘણી બધી વખત એવું બનતું હોય છે કે કોઈપણ વ્યક્તિ તમને રેન્ડમ પોસ્ટ અથવા મેસેજ મોકલ્યા કરતું હોય છે. તેવા સંજોગો ની અંદર હંમેશા તમે તે વ્યક્તિને બ્લોક કરવા માટે વિચારતા હોવ છો.

ફેસબુક મેસેન્જર પર કોઈ વ્યક્તિને બ્લોક કર્યા વિના તેને આ રીતે ઈગ્નોર

આ પ્રકારની પરિસ્થિતિ માટે ફેસબુક દ્વારા એક નવા ફીચરને જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર તેઓ યુઝર્સને કોઈપણ વ્યક્તિના મેસેજિસને સંપૂર્ણ રીતે ઇગ્નોર કરવાની અનુમતિ આપે છે જે તેની અંદર સામેવાળી વ્યક્તિને તેના વિશે જાણ પણ નહીં થાય અને તેને બ્લોક કરવાની પણ જરૂર નહીં પડે.

આ ફીચર માટે તમારી પાસે મેસેન્જર એપ નું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે અને સાથે સાથે એક ચાલુ ઇન્ટરનેટ કનેક્શન હોવું પણ જરૂરી છે.

ડેસ્કટોપ પર ફેસબુક મેસેજને ઇગ્નોર કરવા માટેની પદ્ધતિ

- મેસેન્જર વેબસાઈટ ઓપન કરી અને તમારા ફેસબુકના આઈડી-પાસવર્ડ દ્વારા login થાવ.

- ત્યાર પછી જે-તે વ્યક્તિના ચેટ વિન્ડો ને ઓપન કરો અને જમણી બાજુ ટોચ પર આપેલા સાઈન અપ બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી પ્રાઈવેસી એન્ડ સપોર્ટ વિકલ્પ ની અંદર જાવ અને ઇગ્નોર મેસેજીસ વિકલ્પને પસંદ કરો.

- ત્યાર પછી કન્ફર્મેશન પોપટ ની અંદર ઇગ્નોર મેસેજ વિકલ્પને પસંદ કરો.

મેસેન્જર ની મોબાઈલ એપ્લિકેશનની અંદર ઇગ્નોર કરવા માટેની પદ્ધતિ.

- મેસેન્જર એપ ઓપન કરી અને જે તે વ્યક્તિના ચેટ વિન્ડો ને ઓપન કરો.

- ત્યાર પછી આઈ બટન પર ક્લિક કરી અને નીચેની તરફ સ્ક્રોલ ડાઉન કરી અને ઇગ્નોર મેસેજીસ વિકલ્પને પસંદ કરો.

- ત્યાર પછી તે વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતા બધા જ મેસેજને ઇગ્નોર કરવા ના કન્ફર્મેશન પર ક્લિક કરો.

Best Mobiles in India

Read more about:
English summary
You Can Permanently Ignore Messages On Facebook Messenger, Without Blocking Them?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X