Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
X (Twitter) પરથી વીડિયો ડાઉનલોડ કરવા છે, આ રહ્યા સ્ટેપ્સ
X.com એટલે કે ભૂતકાળમાં ટ્વિટર નામથી જાણીતું આ પ્લેટફોર્મ ફેસબુકની જેમ જ ખૂબ અગત્યનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યુ છે. એક્સ એટલે કે ટ્વિટર પર કરોડો લોકો પોતાના વિચારો, માહિતી શૅર કરતા રહે છે. જેમ કે ક્યારેક તમને કોઈ જબરજસ્ત લીક વિશે અહીં માહિતી મળી જશે, તો ક્યારેક કોઈ વીડિયો એડિટરે એડિટ કરેલા ખતરનાક વીડિયોઝ પણ જોવા મળી જશે. પરંતુ દરેક વીડિયો આપણએ એકવાર જોઈએ અને ફરી પાછો એ જોવામાં આવે એ જરૂરી નથી.
રોજના લાખો વીડિયોઝ એક્સ પર પોસ્ટ થતા હોય છે, એટલે રીપિટ વીડિયો મળવો મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં સોલ્યુશન એ છે કે તમે તમને ગમતો વીડિયો ડાઉનલોડ કરી લો. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમે એક્સ એટલે કે ટ્વિટર પરથી વીડિયોઝ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. આ ડાઉનલોડ તમે વેબસાઈટ અને એપ બંને પરથી કરી શકો છો.

વેબસાઈટ એક્સ એટલે કે ટ્વિટર પરથી વીડિયો ડાઉનલોડ કેવી રીતે કરશો?
X પરથી વીડિયો ડાઉનલોડ કરવા માટે ઈન્ટરનેટ પર સંખ્યાબંધ થર્ડ પાર્ટી વીડિયો ડાઉનલોડિંગ પ્લેટફોર્મ અવેલેબલ છે. તમે આગળ જણાવેલા સ્ટેપ્સ ફોલો કરીને ટ્વિટર પરથી વીડિયોઝ ડાઉનલોડ કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં એક્સ ઓપન કરો. અને તમારે જે વીડિયો ડાઉનલોડ કરવો છે, તેના પર જાવ.
સ્ટેપ 2: હવે એ જ વીડિયોના યુઆરએલ પર ક્લિક કરીને તેને કોપી કરો.
સ્ટેપ 3: બાદમાં કોઈ પણ થર્ડ પાર્ટી ટ્વિટર વીડિયો ડાઉલોડર ગૂગલ પરથી સર્ચ કરીને ઓપન કરો. અહીં તમને યુઆરએલ પેસ્ટ કરવા માટેનું બોક્સ મળશે.
સ્ટેપ 4: અહીં યુઆરએલ પેસ્ટ કર્યા બાદ તમારે સેવ વીડિયો બટન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 5: પછી તમને ફાઈલની સાઈઝ અને વીડિયો કઈ ક્વોલિટીમાં ડાઉનલોડ કરવો છે, તે પૂછશે, જે બાદ સેવ વીડિયો પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 6: બસ આટલું કરતા જ તમારા કમ્પ્યુટરમાં ટ્વિટરનો વીડિયો ડાઉનલોડ થઈ જશે.
એક્સ પરથી એન્ડ્રોઈડ મોબાઈલમાં વીડિયો ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ
સ્ટેપ 1: એક્સ પરથી એન્ડ્રોઈડ ડિવાઈસમાં વીડિયો ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ટ્વિટર વીડિયો ડાઉનલોડર એપ ઈન્સ્ટોલ કરવાની છે.
સ્ટેપ 2: હવે તમારા ફોનમાં એક્સ એપ ઓપન કરો અને તમારે જે વીડિયો ડાઉનલોડ કરવો છે, તે ઓપન કરો.
સ્ટેપ 3: હવે વીડિયોની લિંક કોપી કરો અને આ લિંકને તમારી ડાઉનલોડર એપના ડાઉનલોડ બારમાં પેસ્ટ કરો.
સ્ટેપ 4: હવે ડાઉનલોડ આઈકન પર ટેપ કરો અને વીડિયો ક્વોલિટી એડજસ્ટ કરો એટલે તમારો વીડિયો ડાઉનલોડ ફોનમાં થઈ જશે.
ધ્યાન રાખો કે કોઈ પણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો સેફ નથી. અમે અમારી તરફથી આવી એપ્સ ડાઉનલોડ કરવાની સલાહ નથી આપતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications