EPFOથી ઓનલાઈન પૈસા ઉપાડવા છે સાવ સરળ, બસ આટલું કરો

By Gizbot Bureau
|

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOની વેબસાઈટ દ્વારા તમે ઓનલાઈન પીએફના પૈસા ખૂબ જ સરળતાથી ઉપાડી શકો છો. ઉલ્લેખનીય છે કે EPF એક ફરજિયાત ફંડ છે, જે ભારતમાં નોકરિયાત વર્ગના લોકોને બચત, પેન્શન અને ઈન્સ્યોરન્સનો લાભ આપે છે. ભારતના કાયદા મુજબ નોકરી કરતા દરેક કર્મચારીએ દર મહિને પોતાના મૂળ પગારમાંથી 12 ટકા રકમ EPFમાં જમા કરાવવી જરૂરી છે.

EPFOથી ઓનલાઈન પૈસા ઉપાડવા છે સાવ સરળ, બસ આટલું કરો

આ 12 ટકા રકમ દરેક કર્મચારીના EPF ખાતામાં જમા થાય છે. અને આટલું જ યોગદાન તમે જ્યાં નોકરી કરો છો, તે સંસ્થા તરફથી પણ તમારા ખાતામાં આપવામાં આવે છે. આ ઉપરાંત તમારા ખાતામાં જમા થતી EPFની રકમ પર કેન્દ્ર સરકાર વ્યાજ પણ આપે છે. જ્યારે તમે નિવૃત્ત થાવ છો, ત્યારે તમે આ બધી જ રકમ ઉપાડી શકો છો. પરંતુ તમે નિવૃત્તિ પહેલા પણ જરૂર હોય તો EPFની કેટલીક રકમ ઉપાડી શકો છો, એ પણ ઘરે બેઠા બેઠા.

ઘરે બેઠા બેઠા EPFમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા તે અમે તમને આગળ સમજાવીશું. પરંતુ પહેલા એ જાણી લેવું જરૂરી છે કે EPF ખાતામાંથી પૂરેપૂરી રકમ ત્યારે જ ઉપાડી શકાય છે, જ્યારે તમે નિવૃત્ત થઈ ગયા હો, અથવા તો 2થી વધુ મહિના તમારી પાસે નોકરી ન હોય. EPFO દ્વારા કેટલીક વિશેષ સ્થિતિમાં આંશિક રકમ ઉપાડવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેમ કે મેડિકલ ઈમરજન્સી, લગ્ન, કોઈ કુદરતી આફત અથવા ઘરના રિનોવેશન માટે આંશિક રકમ ઉપાડી શકાય છે.

આ સ્ટેપ્સ ફોલો કરી ઓનલાઈન ઉપાડો પૈસા

- સૌથી પહેલા UAN મેમ્બર માટેના ઈ-સેવા પોર્ટલ પર લોગઈન કરો.

- હવે હીં તમારો UAN નંબર અને પાસવર્ડ ઈન્સર્ટ કરો, બાદમાં કેપ્ચા ભરી દો. હવે સાઈન ઈન પર ક્લિક કરો.

- મેનુમાં સૌથઈ ઉપર તમને ઓનલાઈન સર્વિસ લખેલું જોવા મળશે, તેના પર ક્લિક કર્યા બાદ Claim (Form-31,19,10C & 10D) પર ક્લિક કરો.

- Online Claim ફોર્મ પર દેખાતી માહિતીને વેરિફાઈ કરો. વેરિફિકેશન બાદ તમારો બેન્ક અકાઉન્ટ નંબર ભરો.

- હવે વેરિફાઈ બટન પર ક્લિક કરીને Yes બટન પર ક્લિક કરો, જે તમને સર્ટિફિકેટ ઓફ અન્ડરટેકિંગ પર જોવા મળશે.

- હવે તમને Procced for Online Claim માટે પૂછવામાં આવશે, જે માટે તમારે Proceed નામના વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

- આગળ ફોર્મમાં તમને પૂછવામાં આવશે કે શું તમે એડવાન્સ પીએફ ઉપાડવા માટે અરજી કરી રહ્યા છો? અહીં જવાબ આપવા માટે તમને એક ડ્રોપડાઉન મેન્યુ જોવા મળશે, જેના પર Purpose for which advance is required લખેલું હશે. અહીં તમે જે કારણસર પૈસા ઉપાડવા માંગો છો, તે સિલેક્ટ કરી શકો છો.

- હવે તમારે જેટલી રકમ ઉપાડવી છે, તેટલી રકમ તમારે બોક્સમાં લખવાની છે. બાદમાં તમારે Employee Address સેક્શનમાં તમારું ઈમેઈલ આઈડી લખવાનું છે.

- છેલ્લે સર્ટિફિકેટ પર ક્લિક કરો અને તમારી અરજી સબમિટ કરી દો.

ફોર્મ સબમિટ કર્યા બાદ EPFOની વેબાસઈટ તમારી પાસે પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજ માગશે, જેની કોપી તમારે સબમિટ કરવી પડશે. આ કોપી સબમિટ કર્યા બાદ તમારા બેન્ક ખાતામાં પૈસા આવતા વધુમાં વધુ 15થી 20 દિવસનો સમય લાગી શકે છે.

Best Mobiles in India

English summary
Withdraw Money Online From EPFO Website Follow Steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X