Just In
Windowsમાં ખાનગી ફાઈલ સેવ કરવા માટે બનાવો સિક્રેટ ફોલ્ડર
આખા વિશ્વના કમ્પ્યુટર યુઝર્સમાંથી મોટા ભાગના લોકો Windowsની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. વિન્ડોઝમાં ઘણા બધા કામ સરળતાથી કરવા માટે ઘણી બધી ટ્રિક્સ છે, જેનાથી હજી પમ યુઝર્સ અજાણ છે, જેમ કે કોઈ પણ નામ વગર ફોલ્ડર બનાવવું. તમને લાગશે કે આ કેવી રીતે શક્ય છે?

Windows યુઝર્સ કોઈ પણ ફોલ્ડરને ફાઈલ એક્સપ્લોરરથી હાઈડ કરી શકે છે, અને આવા ફોલ્ડરમાં કેટલીક અગત્યની ખાનગી ફાઈલ્સને પણ સેવ કરી શકે છે, જેને ડિલીટ પણ નથી કરી શકાતી. આ ખાનગી ફાઇલો કોઈ અનઅધિકૃત વ્યક્તિ ક્સેસ ન કરે તે રીતે સુરક્ષિત કરવા માટે યુઝર્સને એન્ક્રિપ્શન પ્રોટોકોલ કરતાં વધુ કંઈપણની જરૂર રહેશે નહીં.
આવા ખાનગી ફોલ્ડર્સનો ન તો આઈકોન હોય છે, ન તો તેને ટેક્સ્ટ તરીકે કંઈ નામ આપવામાં આવે છે. એટલે કે જ્યારે તમારું માઉસ તમારી સ્ક્રીન પર ફરે છે, ત્યારે આ પ્રકારનું ફોલ્ડર પકડી શકાતું નથી. આ પ્રકારના ફોલ્ડરમાં તમે ખાનગી માહિતી, ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરી શકો છો. ખાસ કરીને તમારે જે માહિતી આ જ સિસ્ટમ યુઝ કરતા બીજા લોકોને નથી બતાવવી, તે આ રીતે અદ્રશ્ય ફોલ્ડરમાં સ્ટોર કરી શકાય છે.
વિન્ડોઝ કમ્પ્યુટરમાં આ રીતે બનાવો સિક્રેટ ફોલ્ડર
- નામ સાથે ફોલ્ડર બનાવો
1. સૌથી પહેલા તમારા વિન્ડોઝ કમ્પ્યુટરની હોમસ્ક્રીન પર જઈને એક નવું ફોલ્ડર બનાવો.
2. આ માટે રાઈટ ક્લિક કરીને ન્યૂના વિકલ્પ પર ક્લિક કરો અને ડ્રોપડાઉન મેન્યુમાંથી ફોલ્ડર વિકલ્પ પસંદ કરો.
3. ફોલ્ડર ક્રિએટ થઈ ગયા પછી, તેના પર રાઈટ ક્લિક કરીને તેને રીનેમ કરો.
4. ફોલ્ડરને નામ આપ્યા પછી તમારે Alt+0160 એન્ટર કરવાનું છે, આ ઓલ્ટ કોડ શોર્ટકટ છે.
5. આટલું કરતા જ એક નવું નામ વગરનું ફોલ્ડર તમારી સ્ક્રીન પર બની જશે.
કેવી રીતે ફોલ્ડરનો આઈકન રીમૂવ કરશો.
1. તમારા નવા બનાવેલા નામ વગરના ફોલ્ડર પર રાઈટ ક્લિક કરો.
2. હવે અહીં દેખાતા ડ્રોપ ડાઉન મેન્યુમાંથી પ્રોપર્ટીઝના વિકલ્પ પર ક્લિક કરો.
3. અહીં તમને કસ્ટમાઈઝ્ડ નામનો ટેબ મળશે.
4. જ્યાંથી તમારે ચેન્જ આઈકન વિકલ્પ પર ક્લિક કરવાનું છે.
5. અહીં જુદા જુદા આઈકન દેખાશે, જેમાંથી તમારી એમ્પ્ટી આઈકન પસંદ કરવાનો છે.
6. બસ આટલું કરતા જ તમે ક્રિએટ કરેલું ફોલ્ડર અદ્રશ્ય થઈ જશે.
હવે, તમે બનાવેલુંઆ ફોલ્ડર ન તો કોઈ શોધી શક્શે, ન તો એક્સેસ કરી શક્શે. તમારી સ્ક્રીન પર હોવા છતાંય, આ ફોલ્ડર અદ્રશ્ય છે. જ્યારે કોઈ યુઝર આ ફોલ્ડર પર ક્લિક કરશે, અથવા તો ફોલ્ડર જ્યાં છે, સ્ક્રીનના તે પાર્ટને સિલેક્ટ કરશે, ત્યારે જ આ ફોલ્ડર જોઈ શકાશે. જો તમે આ પ્રકારનું ફોલ્ડર ડેસ્કટોપ પર રાખો છો, તો પછી તેને એવી જગ્યાએ મૂકો જ્યાં કોઈને ધ્યાન ન પડે. જેથી તે એરિયા સિલેક્ટ થવાની શક્યતામાંથી બચી જાય, અને તમારું ફોલ્ડર સિલેક્શન કરતા સમયે પણ ન દેખાય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470