Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Windows 11 Tips: આ રીતે તમારી સિસ્ટમમાં કેપ્ચર કરો સ્ક્રીનશોટ
સ્ક્રીનશોટ એવી ઈમેજિઝ છે, જે દર્શઆવે છે કે તમારી કમ્પ્યુટર સ્ક્રીન પર જે તે સમયે શું છે. સ્ક્રીનશોટ્સ માહિતી ભેગી કરવામાં, કમેન્ટ કરવામાં, પ્રોબ્લેમ્સ સોલ્વ કરવામાં કે પછી ગાઈડ બનવામાં મદદ કરે છે. વિન્ડોઝ 11માં યુઝર્સ ઘણી જુદી જુદી રીતે પોતાની સ્ક્રીન કેપ્ચર કરી શકે છે. પરંતુ આ ઘટના એ બાબત પર આધાર રાખે છે કે યુઝર્સ પોતાના સ્ક્રીનશોટમાં શું કેપ્ચર કરવા માગે છે.

તો, જો તમારે પણ જાણવુ છે કે વિન્ડોઝ 11માં સ્ક્રીને જુદી જુદી કઈ કઈ રીતે કેપ્ચર કરી શકાય છે, તો અહીં અમે તમને એક ગાઈડલાઈન આપી રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે સરળતાથી સ્ક્રીનશોટ લઈ શક્શો.
વિન્ડોઝ 11માં જુદી જુદી રીતે સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે અહીં ધ્યાન આપો.
વિન્ડોઝ 11માં વિન્ડોઝ 10 એટલે કે જૂના વર્ઝનની જેમ જ યુઝર્સ કી બોર્ડ પર રહેલા પ્રિન્ટ સ્ક્રીનના બટનને દબાવીને પોતાની આખી સ્ક્રીને ક્લિપ બોર્ડમાં કેપ્ચર કરી શકે છે. કી બોર્ડ પર પ્રિન્ટ સ્ક્રીનની કી સામાન્ય રીતે PrtScr અથવા PrtScrn જેવા નામથી ઓળખી શકાય છે.
ડેસ્કટોપ કી બોર્ડમાં પ્રિન્ટ સ્ક્રીનની કી સામાન્ય રીતે F12ના બટનની બાજુમા સૌથી ઉપરની રોમાં જોવા મળે છે. જ્યારે લેપટોપમાં પ્રિન્ટ સ્ક્રીનના બટન જેવું કામ લેવા માટે યુઝર્સે તે કીની સાથે સાથે Fn એટલે કે ફંક્શનની કી પણ પ્રેસ કરવી જરૂરી હોય છે.
તમારી સ્ક્રીન પર રહેલા સ્ક્રીનશોટને તમે કોઈ પણ એપમાં પેસ્ટ કરી શકો છો.
સ્ક્રીનશોટને ફાઈલ તરીકે સેવ કરવાની રીત
તમારા સ્ક્રીનશોટને તમારા કમ્પ્યુટરમાં ફાઈલની રૂપે સેવ કરવાની સૌથી સહેલી રીત છે. સ્ક્રીનશોટ લેતા સમયે તમારે માત્ર Windows બટન અને PrtScr બટન એક સાથે પ્રેસ કરવાના છે.
વિન્ડોઝ તમારી આખી સ્ક્રીનનો સ્ક્રીનશોટ લેશે અને ઓટોમેટિક રીતે તમારી સિસ્ટમ્ તેને png ફાઈલ તરીકે સેવ કરી લેશે. હવે તમે ફાઈલ એક્સપ્લોરર અથવા ક્વિક એક્સેસ મેનુમાં પિક્ચર્સ અથવા તો સ્ક્રીનશોટ ફોલ્ડરમાં જઈને આ સ્ક્રીનશોટને એક્સેસ કરી શકો છો.
એક્ટિવ વિન્ડો કેવી રીતે કેપ્ચર કરશો?
પરંતુ જ્યારે તમે સ્ટેટસ બાર અથવા તો ટાસ્કબાર વગર જ જો માત્ર તમારી પ્રેઝન્ટ સ્ક્રીનને કેપ્ચર કરવા માગો છો, તો શું કરશો. આ માટે તમારે Alt અને PrtScr નામના બટનને એક સાથે પ્રેસ કરવાના છે. અને તમારું કામ થઈ જશે.
બાદમાં તમે આ ઈમેજને કોઈ પણ એપ પર પેસ્ટ કરી શકો છો. જ્યાંથી તમે આ ઈમેજને જ્યાં પણ ઉપયોગમાં લેવી છે ત્યાં લઈ શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications