Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Wi Fiની સ્પીડ છે સ્લો, તો આ ટિપ્સથી મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ
કરિયાણું મંગાવવાથી લઈને બેન્કિંગ સુધી આપણે બધા જ કામ હવે ફોન પર કરી લઈએ છીએ. પરંતુ આ બધા જ કામ કરવા માટે ઈન્ટરનેટની જરૂર પડે છે. ઈન્ટરનેટ વગર સ્માર્ટફોનનો ઉપયોગ સાવ જ ઘટી જાય છે. દરેક યુઝરને ફાસ્ટ ઈન્ટરનેટ જોઈતું હોય છે. કોઈને પણ રાહ જોવી ગમતી નથી. યુટ્યુબ પર વીડિયો જોવો હોય કે પછી ગૂગલ સર્ચ કરવું હોય, સ્લો ઈન્ટરનેટનો ઉપયોગ કરવાથી દરેક યુઝરને ઈરિટેશન થાય છે.

ઈન્ટરનેટની સ્લો સ્પીડના કારણે જ યુઝર વાઈફાઈનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર વાઈફાઈની સ્પીડ પણ ઘટી જાય છે. જો તમારા વાઈફાઈની સ્પીડ પણ ઓછી છે, તો તમે નીચે આપેલી ટિપ્સનો ઉપયોગ કરીને વાઈ ફાઈની સ્પીડ વધારી શકો છો.
વધારે ડિવાઈસ, ઓછી સ્પીડ
જો એક જ વાઈફાઈ કનેક્શન પર વધારે ડિવાઈસ કનેક્ટ હોય તો તેની અસર સ્પીડ પર પણ પડે છે. ધ્યાન રાખો કે તમારા વાઈ ફાઈનો પાસવર્ડ એકદમ સ્ટ્રોન્ગ હોય, જેથી કોઈ પણ આ પાસવર્ડ ક્રેક કરીને તમારા વાઈ ફાઈનો ઉપયોગ ન કરી શકે. આમ કરવાથી તમારી સ્પીડ જળવાઈ રહેશે.
વાઈફાઈ અને રાઉટરની જગ્યા
વાઈ ફાઈ અને રાઉટરને જો યોગ્ય જગ્યાએ મૂકવામાં ન આવે તો તેની અસર ઈન્ટરનેટની સ્પીડ પર પડે છે. ઘણીવાર પ્લેસમેન્ટના કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. એટલે વાઈ ફાઈ અથવા રાઉટરને જમીથી થોડી ઉંચાઈએ રાખવા જોઈએ, જેથી સ્પીડ બરાબર રહે.
રાઉટરની આસપાસનો સામાન
ઘરમાં વાઈફાઈ રાઉટરને કોઈ એવી જગ્યાએ મૂકવામાં આવે, જ્યાં તેની આસપાસ વધારે સામાન છે, તો તેનાથી તમારી સ્પીડ અવરોધાઈ શકે છે. રાઉટરને એવી જગ્યાએ રાખો, જ્યાં તેની આજુબાજુ વધારે સામાન ન હોય. વાઈફાઈ અને રાઉટરની આગળ કોઈ સામાન ન રાખો. આમ કરવાથી તમારા વાઈ ફાઈની સ્પીડ ઘટી શકે છે.
રાઉટરનું એન્ટેના
રાઉટરનુ એન્ટેના જ એ વસ્તુ છે, જેના દ્વારા તમારા ડિવાઈસ વાઈ ફાઈ સાથે કનેક્ટ થાય છે. વધારે સારી સ્પીડ મેળવવા માટે તમારા રાઉટરના એન્ટેના સાથે કોઈ છેડથાડ ન કરો.
વાઈફાઈનું અંતર
જ્યારે પણ તમારા ઘરે વાઈ ફાઈ લગાવડાવો ત્યારે ધ્યાન રાખો કે વાઈ ફાઈનો વાયર જે પોલથી તમારા ઘરના રાઉટર સુધી આવ્યો છે, તેનું અંતર 90 મીટરથી વધારે ન હોય. જો આ અંતર વધારે હશે, તો પણ તમારા વાઈ ફાઈની સ્પીડ ઘટી શકે છે. મોટા ભાગે ઈન્ટરનેટ પ્રોવાઈડર આ વાતનું ધ્યાન રાખે છે, પરંતુ તેમ છતાંય તમે તેમની સાથે આ વાત કન્ફર્મ કરી શકો છો.
રાઉટર અપ ટુ ડેટ રાખો
ઘણીવાર તમારા વાઈફાઈના મોડેમ કે રાઉટરમાં ખરાબી આવવાથી પણ ઈન્ટરનેટની સ્પીડ ઘટી શકે છે. જ્યારે પણ તમારા ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય તો સૌથી પહેલા ચેક કરો કે તમારું મોડેમ કે રાઉટર બરાબર છે. જો તે બરાબર કામ કરે છે, તો જ બાકીની ટિપ્સ અપનાવો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications