Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા માટે કઈ સ્માર્ટવૉચ બેસ્ટ છે, આ રીતે કરો સિલેક્ટ
સ્માર્ટવૉચ આજકાલ ઘણી પોપ્યુલર બની ચૂકી છે. હવે તો આને માત્ર વૉચ કહેવી પણ ખોટું છે, સ્માર્ટવૉચ લાઈફસ્ટાઈલનો સિમ્બોલ બની ચૂકી છે. તમે ફિટનેશ ફ્રીક છો કે પછી તમારી સ્ટાઈલમાં ચાર ચાંદ લગાવવા છે, સ્માર્ટ વૉચના જુદા જુદા ઘણા ઓપ્શન માર્કેટમાં અવેલેબલ છે.
પરંતુ માર્કેટમાં આટલા બધા ઓપ્શન હોવા છતાંય, તમારા માટે કઈ વૉચ બેસ્ટ છે, તે સિલેક્ટ કરવું અઘરું બની જાય છે. ઓનલાઈન જો તમે ચેક કરસો, તો જુદા જુદા સેગમેન્ટમાં સંખ્યાબંધ મોડેલ્સ જોવા મળશે. આખરે થાકી હારીને તમારે કઈ વૉચ લેવી એ કોઈને તો પૂછવું જ પડશે. પરંતુ જો તમે કેટલાક મુદ્દાનું ધ્યાન રાખો, તો તમારી જાતે જ તમારી જરૂર પ્રમાણે એક સારી સ્માર્ટવૉચ સિલેક્ટ કરી શકો છો.

1. તમારી લાઈફસ્ટાઈલને સમજો
સૌથી પહેલા તમારે તમારી લાઈફસ્ટાઈલને સમજવાની છે, કે તમે સ્માર્ટવૉચનો ઉપયોગ કઈ બાબતો માટે કરવા ઈચ્છો છો. શું તમે માત્ર કૉલ કે મેસેજની નોટિફિકેશન જોવા માટે સ્માર્ટ વૉચ લેવા ઈચ્છો છો કે પછી ફિટનેસ ટ્રેકિંગ જેવા ફીચર માટે પણ તમારે સ્માર્ટ વૉચની જરૂર છે? તમે મ્યુઝિક કંટ્રોલ જેવા ફીચર પણ યુઝ કરવા ઈચ્છો છો કે નહીં? આ સવાલના જવાબ મળતા જ તમને તમારે કેવા ફીચર ધરાવતી વૉચ લેવી એ સમજાઈ જશે.
2. ઓપરેટિંગ સિસ્ટમ કેવી સિલેક્ટ કરશો?
માર્કેટમાં જુદી જુદી ઓપરેટિંગ સ્સમટ ધરાવતી ઘણી સ્માર્ટવૉચ અવેલેબલ છે. જેમ કે વૉચઓએસ, ટાઈઝન, ગૂગલ વિયર ઓએસ વગેરે. જો તમે પણ કોઈ ખાસ ઓએસ વાળી સ્માર્ટવૉચ જોઈ રહ્યા છો કે પછી કોઈ ખાસ બ્રાન્ડ જોઈ રહ્યા છો, તો તમને સ્માર્ટવૉચ સિલેક્ટ કરવામાં સરળતા રહેશે. કારણ કે તેનાથી તમારા ઓપ્શન લિમિટેડ થઈ જશે.
3. બેટરી લાઈફ એન્ડ ડિસ્પ્લે
સ્માર્ટવૉચ લેતા પહેલા એ પણ જાણી લો કે લાંબી બેટરી લાઈફ સ્માર્ટવૉચનું મહત્વનું ફીચર છે. સાથે જ તડકામાં તેની ડિસ્પ્લે ક્લિયર દેખાવી પણ જરૂરી છે. એટલે હવે એમેલોડ ડિસ્પ્લે ધરાવતી સ્માર્ટ વૉચ જ સિલેક્ટ કરો.
4. કનેક્ટિવિટી ઓપ્શન પણ ચેક કરો
જો તમે માત્ર એવી સ્માર્ટ વૉચ જોઈ રહ્યા છો, જેને બ્લૂટૂથની મદદતી બીજા ગેજેટ સાથે કનેક્ટ કરી શકાય કે પછી તેમાં વાઈ ફાઈ અને સિમનું પણ ફીચર છે. કે પછી તમારે જીપીએસ જેવા ફીચરની જરૂર છે, તો સ્માર્ટવૉચ જોતી વખતે આ ફીચર જોવાનું રાખો.
5. સ્પોર્ટ્સ અને હેલ્થ ફીચર
જો તમે એક્ટિવ અને સ્પોર્ટિંગ લાઈફસ્ટાઈલ ધરાવો છો તો ફિટનેસ ટ્રેકિંગ, હાર્ટરેટ મોનિટરિંગ જેવા ફીચર ધરાવતી સ્માર્ટવૉચ લેવી બેટર છે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે સ્માર્ટવૉચમાં જેટલા ફીચર વધારે, તેટલી તેની કિંમત પણ વધારે હશે.
6. અન્ય ફીચર્સ જેમ કે NFC, મોબાઈલ પેમેન્ટ
હવે એવી સ્માર્ટ વૉચ પણ આવે છે, જેનાથી તમે પેમેન્ટ કરી શકો છો. એટલે NFC કે મોબાઈલ વૉલેટ ધરાવતા ફીચર ધરાવતી કેટલીક સ્માર્ટવૉચ તમને મળી જશે. જો તમે આવા ફીચર્સ ધરાવતી સ્માર્ટવૉચ જોઈ રહ્યા છો, તો તમારે ઓનલાઈન કે ઓફલાઈન થોડી તપાસ કરવી જોઈએ.
7. સ્ટાઈલ, ડિઝાઈન અને બિલ્ડ ક્વોલિટી
મોટા ભાગના યુઝર્સ સ્ટાઈલ માટે જ સ્માર્ટવૉચ ખરીદતા હોય છે. એટલે કોઈ પણ મોડેલ ખરીદતા પહેલા તેની ડિઝાઈન ફાઈનલ કરવી જરૂરી છે. સ્માર્ટવૉચ એવી જ સિલેક્ટ કરો, જે તમારી સ્ટાઈલ સાથે ફિટ બેસતી હોય, અને તેની બિલ્ટ ક્વોલિટી પણ સારી હોય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications