Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmail ક્યારે, ક્યાં અને કયા ડિવાઈસમાં ખુલ્લુ છે, આ રીતે જાણો બધી જ ડિટેઈલ્સ
ગૂગલની ઈમેઈલ સર્વિસ જીમેઈલનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. જો તમે પણ કરો છો, તો આ આર્ટિકલમાં તમને ઘણી કામની માહિતી મળવાની છે. શું તમને પણ તમારા જીમેઈલની સિક્યોરિટીની ચિંતા હોય છે? શું તમે પણ જીમેઈલનો ઉપયોગ જુદા જુદા ડિવાઈસમાં કરો છો, જો હાં, તો તમારા મનમાં ક્યારેક તો એવો સવાલ આવ્યો જ હશે, કે તમારું ઈમેઈલ આઈડી ન જાણે કેટલા જુદા જુદા ડિવાઈસમાં ખુલ્લુ હશે.
શક્ય છે કે તમારું ઈમેઈલ આઈડી કોઈ અજાણ્યા ડિવાઈસમાં પણ ખુલ્લુ હોય, જેનો ઉપયોગ તમે ન કરતા હો. શું ક્યાંક કોઈ તમારી જાણ બહાર તો તમારા જીમેઈલ આઈડીનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને. આવો ડર લગભગ બધાને જ લાગતો હોય છે. એટલે તમે પણ કેટલાક સામાન્ય સ્ટેપ્સ ફોલો કરીને ગણતરીની મિનિટોમાં ઈમેઈલની સિક્યોરિટી ચેક કરી શકો છો, જેનાથી તમારા ડરનો ઉકેલ આવી શકે.

ક્યાં થઈ રહ્યો છે અકાઉન્ટનો ઉપયોગ?
જો તમે ચેક કરવા ઈચ્છો છો કે તમારા જીમેઈલ અકાઉન્ટનો ઉપયોગ ક્યાં ક્યાં કઈ કઈ ડિવાઈસમાં થઈ રહ્યો છે. બધા જ ડિવાઈસ તમારા છે કે નહીં, તો તમે ફોન કે લેપટોપ દ્વારા તેને ચેક કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા ફોન કે લેપટોપ પર જીમેઈલ આઈડી ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ રાઈટ કોર્નર પર પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે Manage Your Google Account પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે રાઈટ કોર્નરમાં Security ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 5: Your Devicesમાં Where You're signed in ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 6: અહીં ફોન અને કમ્પ્યુટરની માહિતી જોવા મળશે.
સ્ટેપ 7: આ પેજ પર તમને ડિવાઈસથી લઈને કરંટ સેશન સુધીની માહિતી મળશે. આ ઉપરાંત કેટલી મિનિટ પહેલા કયા ડિવાઈસમાં તમારા અકાઉન્ટનો ઉપયોગ થયો છે, તે પણ જાણી શકાશે.
કઈ જગ્યાએ થઈ રહ્યો છે અકાઉન્ટનો ઉપયોગ?
Gmail અકાઉન્ટનો ઉપયોગ કઈ જગ્યાએ, ક્યારે થયો છે, કોણે કર્યો છે, તે બધી જ માહિતી જાણી શકાય છે.
આના માટે સૌથી પહેલા તમારા ફોન કે કમ્પ્યુટરમાં જીમેઈલ ઓપન કરો.
હવે સ્ક્રોલ ડાઉન કરીને બોટમ રાઈટ કોર્નર પર Last Account Activity પર ક્લિક કરો.
અહીં ડિટેઈલ્સ પર ટેપ કરો.
હવે તમારી સામે એક લિસ્ટ ઓપન થશે.
આ લિસ્ટમાં તમારું જીમેઈલ જે જે ડિવાઈસમાં ચાલતું હશે, તેનો એક્સેસ ટાઈપ, લોકેશન અને ટાઈમ ડિટેઈલ મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications