Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં આવ્યું side by side ફીચર, એક સાથે અનેક લોકો સાથે કરો ચેટ
સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ એક જબરજસ્ત ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. વ્હોટ્સ એપ પોતાના એન્ડ્રોઈડ ટેબ્લેટ યુઝર્સ માટે નવું Side by Side મોડ ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચર યુઝરને ઓનગોઇંગ ચેટમાંથી બહાર ગયા વિના જ કન્વર્ઝેશ સ્વિચ કરવાનો વિકલ્પ આપવા જઈ રહી છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના વ્હોટ્સ એપ કન્વર્ઝેશનને વધારે સારી રીતે કંટ્રોલ કરી શક્શે. યુઝર્સ પોતાના એન્ડ્રોઈડ ટેબ્લેટમાં આ લેટેસ્ટ ફીચરનો ઉપયોગ કરી શક્શે. આ ઉપરાંત હવે વ્હોટ્સ એપ યુઝર્સ એક જ અકાઉન્ટને જુદા જુદા ડિવાઈસમાં પણ ઉપયોગ કરી શકવા સક્ષમ છે.

શું છે સાઈડ બાય સાઈડ ફીચર?
WABetainfoના રિપોર્ટ મુજબ આ ફીચર હાલ માત્ર એન્ડ્રોઈડ ટેબ્લેટ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ નવા મોડ દ્વરા યુઝર્સ પોતાના વ્હોટ્સ એપ ઈન્ટરફેસની સ્ક્રીન સ્પ્લિટ કરી શક્શે. જેને લીધે એક જ સ્ક્રીન પર એક પણ ચેટમાંથી બહાર નીકળ્યા વગર જ એક સાથે એક કરતા વધારે યુઝર્સ સાથે ચેટ કરી શક્શે. જો કે સ્ક્રીન સ્પ્લિટ થવાને કારણે યુઝર્સને કન્વર્ઝેશન માટે ઓછી સ્પેસ મળશે. એટલું જ નહીં, આ ફીચરનો ઉપયોગ કરવો કે નહીં, તે નક્કી કરી શક્શે. યુઝર્સ આ ફીચરને વ્હોટ્સ એપ સેટિંગમસમાં જઈને ડિસેબલ કરી શક્શે.
આ રીતે કરો ડિસેબલ
મોટા ઈન્ટરફેસ પર કન્વર્ઝેશન કરવા માટે વ્હોટસ એપ યુઝર્સ પોતાના એપની સેટિંગ્સમાં જઈને આ ફીચરને ડિસેબલ કરી શક્શે. આ માટે યુઝર્સે સેટિંગ્સ મેન્યુમાં જવું પડશે. જ્યાં તમારે ચેટ સેટિંગ પર ટેપ કરવાનું છે. અહીં તમને સાઈડ બાય સાઈડ ઓપ્શન મળશે. જેની સામે ડિસેબલનો ઓપ્શન જોવા મળશે. પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે, આ ફીચર હમણાં માત્ર વ્હોટ્સ એપ એન્ડ્રોઈડના બીટા યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ફીચર બધા જ યુઝર્સ માટે રોલઆઉટ થઈ જશે.
વ્હોટ્સ એપના અન્ય લેટેસ્ટ ફીચર્સ
આ પહેલા વ્હોટ્સએપમાં ચેટ ટ્રાન્સફર અને મલ્ટી ડિવાઈસ લોગ ઈન જેવા નવા ફીચર્સ પણ એડ કરવામાં આવ્યા છે. વ્હોટ્સ એપ યુઝર્સ પોતાના ચેટને ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કર્યા વગર જ એક ડિવાઈસમાંથી બીજા ડિવાઈસમાં ટ્રાન્સફર કરી શક્શે. જો કે, હાલ આ ફીચર પણ માત્ર બીટા યુઝર્સ માટે જ અવેલેબલ છે. વ્હોટ્સ એપનું આ ફીચર Android 2.23.9.19 વર્ઝનમાં જોડવામાં આવ્યું છે.
આ પહેલા કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વ્હોટ્સ એપ મલ્ટી ડિવાઈસ લોગ ઈન ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર દ્વારા યુઝર્સ એક સાથે ચાર ડિવાઈસમાં એક જ વ્હોટ્સ એપ અકાઉન્ટ ચલાવી શક્શે. આ ફીચરને ઘણા સમયથી ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું, જે હવે બધા જ યુઝર્સ માટે રોલાઆઉટ કરી દેવાયું છે. આ ફીચર વ્હોટ્સ એપના મલ્ટી ડિવાઈસ ફીચરનું એક્સટેન્ડેડ વર્ઝન છે, જેમાં યુઝર્સ હવે એક જ અકાઉન્ટને ચાર ડિવાઈસમાં યુઝ કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications