Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
લો લાઈટમાં પણ વીડિયો કોલમાં તમારો ચહેરો ચમકી ઉઠશે, WhatsAppમાં આવ્યો લો લાઈટ મોડ
લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ તાજેતરમાં જ એક નવું ફીચર પોતાની એપમાં લોન્ચ કર્યું છે. આ ફીચર ઓછી લાઈટમાં પણ વીડિયો કોલની ક્વોલિટી વધારે સારી બનાવી શકે ચે. આ ફીચરની મદદથી હવે યુઝર્સ ઓછી લાઈટ હશે ત્યારે પણ પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે વધારે સારી રીતે વીડિયો કોલ કરી શક્શે. આ નવું ફીચર યુઝરના ચહેરાને ચમકાવી દેશે.

લો લાઈટ મોડ શું છે?
લો લાઈટ મોડ એક એવું ફીચર છે, જે ઓછી લાઈટમાં પણ તમારી ડિવાઈસના કેમેરામાં આવતા વીડિયો સિગ્નલને વધુ પાવરફૂલ કરે છે, જેના કારણે તમારી સ્ક્રીન ચમકે છે. પરિણામે તમારા ચહેરા પર વદારે પ્રકાશ પડે છે, અને વીડિયો કોલ દરમિયાન કોલની ક્વોલિટી વધુ સારી થઈ જાય છે.
લો લાઈટ મોડ કેવી રીતે યુઝ કરશો?
લો લાઈટ મોડ અનેબલ કરવા માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો અને પછી એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારે જેને પણ ફોન કરવાનો છે, તે કોન્ટેક્ટ પસંદ કરીને તેને વીડિયો કોલ કરો.
સ્ટેપ 3: આ વીડિયો કોલ દરમિયાન તમને સ્ક્રીન પર એક સેટિંગ્સ આઈકન (મેજિક વોન્ડ જેવું) દેખાશે. આ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે સેટિંગ્સમાં તમને લો લાઈટ મોડનો ઓપ્શન મળશે. આ ઓપ્શન અનેબલ કરી દો.
લો લાઈટ મોડના ફાયદા
નવા લો લાઈટ મોડની સાથે તમે ઓછી લાઈટમાં પણ વીડિયો કોલ કરશો, તો પણ તમને વીડિયો કોલમાં ચહેરો એકદમ ચોખ્ખો દેખાશે. સ્પષ્ટ છે કે તેને કારણે તમારા વીડિયો કોલિંગનો એક્સપીરિયન્સ વધારે સારો થઈ જશે અને ઓછી લાઈટને કારણે વીડિયો કોલમાં કોઈ મુશ્કેલી નહીં આવે.
આ ઉપરાંત જો તમે વધુ સારી ક્વોલિટીનો વીડિયો કોલ કરવા ઈચ્છો છો, તો કોલ દરમિયાન તમારો ફોન એકદમ સ્ટેબલ રાખો. આમ કરવાથી તમારા વીડિયો કોલની ક્વોલિટી સુધરી જશે. સાથે જ સારી ક્વોલિટીનું ઈન્ટરનેટ કનેક્શન યુઝ કરો અને ફોનને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરી રાખો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications