વોટ્સએપ પર ઓનલાઇન છો તે જણાવ્યા વગર ચેટ કઈ રીતે કરવું

By Gizbot Bureau
|

ફેસબુક ની માલિકી વાળા મેસેજિંગ એપ વોટ્સએપ નો આખા વિશ્વ ની અંદર ઘણા બધા લોકો દ્વારા દરરોજ ઉપીયોગ કરવા માં આવે છે. અને આ મેસેજિંગ એપ દ્વારા ઘણા બધા લોકો ને ઘણી બધી તેવો પણ પડી ચુકી છે. પરંતુ આજ ના સમય ની અંદર સોશિયલ મીડિયા પર પ્રાઇવસી ની સમસ્યા ખુબ જ મોટી થઇ ચુકી છે. અને ઘણી બધી વખત એવું પણ બનતું હોઈ છે કે જયારે તમે ઇનવિઝિબલ રહેવા માંગતા હોવ પરંતુ લોકો ને ખબર પડી જતી હોઈ છે કે તમે ઓનલાઇન છો.

વોટ્સએપ પર ઓનલાઇન છો તે જણાવ્યા વગર ચેટ કઈ રીતે કરવું

અને જો તમે વોટ્સએપ પર તમારા લાસ્ટ સીન અથવા ઓનલાઇન ના સ્ટેટ્સ ને કોઈ જોઈ ના શકે અને સાથે સાથે તમે તમારા મિત્ર ની સાથે વાત પણ કરી શકો જો તમે એવું ઇચ્છતા હોવ તો તેના માટે તમારે થર્ડ પાર્ટી એપ ની મદદ લેવી પડશે. અને આ ચોક્કસ સેટિંગ કરવા માટે તમારે ક્યાં પગલાં અનુસરવા પડશે તેના વિષે અહીં નીચે જણાવવા માં આવેલ છે.

સૌથી પહેલા તમારે ગુગલ પ્લે સ્ટોર પર જય અને ડબ્લ્યુ એ બબલ ફોર ચેટ ને વિકલ્પ ને પસન્દ કરવા નું રહેશે. અને તેંમે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કર્યા પછી નીચે જણાવેલ પગલાં અનુસરો.

હવે વોટ્સએપ પર જે મેસેજીસ આવશે તે આ બબલ ની અંદર જોવા મળશે. અને જયારે તમે તેની અંદર ચેટ કરવા નું શરૂ કરશો ત્યાર પછી તમે કોઈ ને પણ ઓનલાઇન નહિ જોઈ શકો. અને તમે આરામ થી ઓફલાઈન રહી અને ચેટ પણ કરી શકશો. આ એપ ની મદદ થી તમે વોટ્સએપ ની ચેટ વિન્ડો ને ઓપન કર્યા વિના જ ચેટ કરી શકો છો. પરંતુ આ એપ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

જીબી વોટ્સએપ એપ

જો તમે Android ઉપકરણ પર તમારી ગોપનીયતા જાળવવા માંગતા હો, તો તમારે ક્રોમ પર જાવ અને જીબીવોટ્સએપ ઇન્સ્ટોલ કરવું પડશે. તેને ડાઉનલોડ કર્યા પછી, તમને એક વોટ્સએપ જેવું ચિહ્ન મળશે જે ખરેખર વોટ્સએપ જેવું કાર્ય કરે છે. હવે, તમારે ઉપરના જમણા ખૂણા પર ક્લિક કરવાની જરૂર છે જ્યાં તમને ઘણા વિકલ્પો મળશે, તમારે ફક્ત છુપાવો લાઇન બારને છુપાવવાની જરૂર છે. હવે, તમે અન્ય લોકો દ્વારા ધ્યાન લીધા વિના ગોપનીયતામાં ચેટ કરવા માટે તૈયાર છો.

અને અમુક ફીચર્સ તો વોટ્સએપ ની અંદર પણ આપવા માં આવેલ છે જેવા કે હાઇડ માય લાસ્ટ સીન જેની અંદર તમે તમારા લાસ્ટ સીન ને હાઇડ કરી શકો છો. જેથી તમને તરત જવાબ આપવા ના પ્રેશર થી બચી પણ શકો છો.

આ માટે તમારે તમારા વોટ્સએપના સેટિંગ્સ ઓપ્શન પર જવાની જરૂર છે અને તેને બંધ કરવા માટે એકાઉન્ટ પસંદ કરો. ગોપનીયતા ટેબ હેઠળ તમારા લાસ્ટ સીન ને નોબડી ની અંદર બદલો. વોટ્સએપ પર તમે છેલ્લે ક્યારે જોયું તે કોઈને ખબર નહીં હોય. આ સુવિધા બંને આઇઓએસ અને એન્ડ્રોઇડ વપરાશકર્તાઓમાં ઉપલબ્ધ છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Tricks And Tips: Stay Invisible While Chatting On WhatsApp

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X