Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં સરળતાથી શોધો મેસેજ, Pin Message નો આ રીતે કરો ઉપયોગ
મેટાએ પોતાના ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપમાં એક તદ્દન નવા ફીચરની જાહેરાત કરી છે. જેના દ્વારા યુઝર્સ પોતાની ચેટ વિન્ડો અને ગ્રુપ વિન્ડોની ઉપરની તરફ મેસેજને પિન કરી શક્સે. જેમ તમે વ્હોટ્સ એપમાં કોઈ આખું ચેટ પિન કરી શકો છો, તેવી જ રીતે ચેટની અંદર કોઈ એક મેસેજને પણ પિન કરી શક્શો.

ટેલિગ્રામ પર ઓલરેડી છે આ ફીચર
આ નવા ફીચરની સાથે યુઝર્સ ફોટો, પોલ, ઈમોજી, ઈમેજ, લોકેશન જેવા બધા જ મેસેજને ચેટની અંદર પિન કરી શક્શે. જો કે વ્હોટ્સ એપના પ્રતિસ્પર્ધી ટેલિગ્રામમાં આ ફીચર ઓલરેડી અવેલેબલ છે. હવે વ્હોટ્સ એપ યુઝર્સ પણ આ ફીચરનો ઉપયોગ કરી શક્શે. ટેલિગ્રામમાં યુઝર્સ એક સાથે ઘણા બધા મેસેજ પિન કરી શકે છે, જ્યારે વ્હોટ્સ એપમાં એક જ મેસેજ પિન કરી શકાશે.
મેસેજને પિન કરવા માટે આટલું કરો.
વ્હોટ્સ એપમાં પિન મેસેજ ફીચરનો ઉપયોગ કરવાના સ્ટેપ્સ ખૂબ સરળ છે. તમે આ માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરી શકો છો.
સ્ટેપ 1: જો તમે એન્ડ્રોઈડ યુઝર છો, તો તમારે જે મેસેજને પિન કરવો છે, તેના પર લોંગ પ્રેસ કરીને હોલ્ડ કરો.
સ્ટેપ 2: હવે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા 3 ડોટ્સ પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને પિન મેસેજનો વિકલ્પ મળશે.
સ્ટેપ 4: આ ઓપ્શન પર ટેપ કરીને કેટલાક સમય માટે મસેજ પિન કરવો છે, તે સિલેક્ટ કરો.
બસ, આટલું કરતા જ તમારો મેસેજ તમે નક્કી કરેલા સમયગાળા માટે પિન થઈ જશે.
આખા મહિના માટે પિન કરો મેસેજ
યુઝર્સ પિન કરેલા મેસેજને 24 કલાક, 7 દિવસ કે એક મહિના માટે પિન કરવા ઈચ્છે છે, તેના પણ ઓપ્શન્સ વ્હોટ્સ એપમાં અવેલેબલ છે. જો તમે આ સમય મર્યાદા પસંદ નહીં કરો તો વ્હોટ્સ એપ જાતે જ મેસેજને 7 દિવસ માટે પિન કરી દેશે.
જો તમારે પિન કરેલા મેસેજને અનપિન કરવો છે, તો પિન કરવા માટેના જ સ્ટેપ્સ ફોલો કરવાના છે. જો કે, વ્હોટ્સ એપે એ જાહેરાત નથી કરી કે પિન મેસેજની સુવિધા ચેનલ્સ માટે અવેલેબલ છે કે નહીં. જો તમારા ફોનમાં હજી પિન મેસેજ ઓપ્શન નથી આવ્યો તો તાત્કાલિક તમારી એપને અપડેટ કરી દો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications